કોવિડ હોસ્પિટલની નર્સ બહેનોની વ્યથા, 'ભાઇઓને રાખડી ના બાંધી શકી તેનું દુઃખ, પણ કોરોનાના દર્દીઓને સાજા કરીને રક્ષાબંધન ઉજવીશું'

કોવિડ હોસ્પિટલની નર્સ બહેનોની વ્યથા, 'ભાઇઓને રાખડી ના બાંધી શકી તેનું દુઃખ, પણ કોરોનાના દર્દીઓને સાજા કરીને રક્ષાબંધન ઉજવીશું'



વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે કોરોના વાઈરસની સારવાર લઇ દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ભાઇને રાખડી બાંધવા જઇ ન શકનાર નર્સ દિક્ષીતા સુથારે જણાવ્યું કે, મારા ભાઇની રક્ષા ભગવાન કરશે. પરંતુ, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સ્વસ્થ કરવા તે પ્રાથમિકતા છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તમામ મહિલા-પુરૂષો જલદી સ્વસ્થ થઇને ઘરે જઇ આગામી તમામ તહેવારો મનાવે તેવી મારી લાગણી છે.

નર્સ બહેન કહે છે કે, કોરોના કાળમાં ભાઇની રક્ષા માટે પ્રાર્થના કરું છું વડોદરાના રહેવાસી અને ગોત્રી કોવિડ-19 હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી રહેલા દિક્ષીતાબહેને જણાવ્યું હતું કે, જ્યારથી કોવિડનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, ત્યારથી હું હોસ્પિટલમાં ફરજ બજાવું છે. આજે રક્ષાબંધનના પાવન પર્વે મને ચોક્કસ મારો ભાઇ મને યાદ આવે છે. પરંતુ, મારા ભાઇની રક્ષા માટે મારી બહેનો તેને રાખડી બાંધીને ભાઇના દિર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરશે અને પણ અંતઃકરણ પૂર્વક મારા ભાઇની કોરોના કાળમાં ભગવાને રક્ષા કરે તેવી પ્રાર્થના કરું છું.

કોરોનાના દર્દીઓ સાથે રહીને અમે રક્ષાબંધન મનાવી તેની ખુશી દિક્ષીતાબહેન સુથારે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની મહામારીમાં હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે. આજે પવિત્ર રક્ષાબંધન હોવા છતાં મારા ભાઇને રાખડી બાંધી શકતી નથી, તેનું મને દુઃખ છે. મારે દોઢ વર્ષનું બાળક પણ છે, પરંતુ, એ વાતની પણ ખુશી છે કે, કોરોનાના દર્દીઓ સાથે રહીને અમે તેઓની સાથે રક્ષાબંધન મનાવી છે. કોરોનાના દર્દીઓ પણ અમારા ભાઇ-બહેન છે. તેઓ જલદી સ્વસ્થ થઇને ઘરે જાય અને આવનારા તમામ તહેવારો તેઓના પરિવાર સાથે મનાવે તેવી રીતે અમે તમામ નર્સિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે.

કોરોનાના દર્દીઓની સારવાર માટે 300 જેટલો નર્સ સ્ટાફ રાત-દિવસ ફરજ બજાવે છે ગોત્રી કોવિડ સેન્ટરના ઇન્ચાર્જ નર્સ સુનિતાબહેન સિંઘે જણાવ્યું કે, કોરોનાના દર્દીઓની સારવાર માટે 300 જેટલો નર્સ સ્ટાફ રાત-દિવસ ફરજ બજાવી રહ્યો છે. સ્ટાફ ઘરે પણ જઇ શકતો નથી. આજે રક્ષાબંધનનો પાવન પર્વ હોવા છતાં સ્ટાફની મોટાભાગની બહેનો પોતાના ભાઇને રાખડી બાંધવા જઇ શકી નથી, પરંતુ, અમે ઇચ્છીએ છે કે, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી કોઇનો ભાઇ તો કોઇની બહેને જલદી સાજા થઇ જાય અને તેઓ પોતાના પરિવાર સાથે આવનારા તહેવારોની ઉજવણી કરે. અમે બહેનોએ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.







Nurses sisters celebrate with corona patient in gotri covid Hospital in vadodara