કુલ 67 એકર ભૂમિમાંથી 2 એકરમાં બનશે રામલલાનું મંદિર, એક હજાર વર્ષ સુધી તેની ભવ્યતાનો અનુભવ કરાવશે

કુલ 67 એકર ભૂમિમાંથી 2 એકરમાં બનશે રામલલાનું મંદિર, એક હજાર વર્ષ સુધી તેની ભવ્યતાનો અનુભવ કરાવશે



અયોધ્યામાં 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીરામ મંદિર નિર્માણનું ભૂમિ પૂજન કરશે. 1989માં પ્રસ્તાવિત મંદિરના મોડલમાં ફેરફાર કરીને તેને વધુ ભવ્ય બનાવવામાં આવ્યું છે. પહેલા મંદિરના મુખ્ય શિખરની ઉંચાઈ 128 ફુટ હતી. હવે તે 161 ફુટ થશે. ત્રણ જગ્યાએ પાંચ ગુંબજ અને એક મુખ્ય શિખર હશે. અયોધ્યામાં શિલાન્યાસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે શનિવારે અયોધ્યાની મુલાકાત કરીને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

રામમંદિરનો નકશો તૈયાર કરનારા ચીફ આર્કિટેક્ટ સોમપુરાના પુત્ર નિખિલ સોમપુરાએ ભાસ્કર સાથે વિશેષ વાતચીત કરી. તેમણે કહ્યું કે કુલ ભૂમિ 67 એકર છે. જોકે મંદિર 2 એકરમાં જ બનશે. બાકીની 65 એકર જમીન પર રામ મંદિરનું પરિસર ડેવલોપ કરવામાં આવશે.

સાડા ત્રણ વર્ષમાં તૈયાર થશે મંદિર નિખિલે જણાવ્યું કે સાડા ત્રણ વર્ષમાં માત્ર મંદિર બનીને તૈયાર થશે. તે ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. તેના પરિસરનું કામ ચાલુ રહેશે. અમને માત્ર મંદિર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. પરિસરનું કામ કોણ કરશે ? તે ટ્રસ્ટ નક્કી કરશે, જોકે ટ્રસ્ટે લીસ્ટ બનાવી લીધું છે કે પરિસરમાં શું સુવિધાઓ હશે. હવે જેમને બનાવવાનું કામ આપવામાં આવશે તે બનાવશે. રામ મંદિરનો નકશો તૈયાર છે. બાકીના પરિસરનો નકશો બની રહ્યો છે.

દેશનું સૌથી ભવ્ય મંદિર હશે નિખિલ વધુમાં કહે છે કે આ દેશનું સૌથી ભવ્ય મંદિર હશે. તેને નક્કી સમયમાં પુરુ કરવું તે અમારા માટે એક પડકાર છે. સાડા ત્રણ વર્ષમાં તેને તૈયાર કરવાનું છે. મંદિર અંગે લોકોની ઘણી અપેક્ષાઓ છે. અમે તેને ધ્યાનમાં રાખીને ઝડપથી મંદિર તૈયાર કરીશું. રામ મંદિર છે, બધું રામ જ કરશે.

પત્થરનું કોતરકામ કઈ જગ્યાએ થશે નિખિલે કહ્યું કે કાર્યશાળામાં જે પથ્થર કોતરવામાં આવ્યા છે, તેનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય પણ બીજા પથ્થરો જોઈશે. તે રાજસ્થાનના બંશીપુર પહાડપુરથી આવશે. જોકે તેને અયોધ્યા લાવીને જ કોતરવામાં આવશે કે રાજસ્થાનમાંથી જ કોતરવામાં આવશે ? તે L&T(લાર્સન એન્ડ ટૂબ્રો કંપની) નક્કી કરશે. કેટલો મેન પાવર કે મશીન લાગશે તે પણ L&T નક્કી કરશે. હાલ તેમનું રિસર્ચ વર્ક ચાલી રહ્યું છે.

જેટલી વધારે મશીનરીનો ઉપયોગ થશે, મેન પાવર એટલો જ ઓછો વપરાશે. હાલ ઘણી મોટી-મોટી મશીનરી છે, જે મંદિર બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે. હવે L&T મંદિરના અલગ-અલગ ભાગોના નિર્માણ માટે અલગ-અલગ લોકોને કામ સોંપશે. તે પછી નક્કી થશે કે કેટલો મેન પાવર જોઈશે.

હજાર વર્ષ સુધી ઉભું રહેશે મંદિર નિખિલના જણાવ્યા મુજબ-જ્યારે આપણે કોઈ મોટું મંદિર બનાવીએ છીએ તો દોઢ હજાર વર્ષની સ્ટેબિલિટીને લઈને ચાલીએ છીએ. એવું માનીને ચાલો કે આ મંદિર અગામી હજાર વર્ષ સુધી ઉભું રહેશે. નિખિલ ખજુરાહોનું ઉદાહરણ આપીને કહે છે કે તેને 800 વર્ષ થઈ ચૂક્યા છે. હાલ પણ ઘણાં મંદિર છે, જે ખૂબ જ જૂના છે.

200 ફુટ નીચેની માટીનું સેમ્પલ લેવામાં આવ્યું નિખિલે જણાવ્યું કે મંદિર મજબૂત બને એટલા માટે આટલો ઉડો પાયો ખોદવાનો છે. અંદરની માટી કેટલો ભાર સહન કરી શકશે તે અંગે કઈ જ કહી શકાય નહિ. તેના માટે 200 ફુટ પર સોઈલ સેમ્પલિંગ કરાવવામાં આવ્યું છે. જ્યારે તેનો રિપોર્ટ આવશે ત્યારે નક્કી થશે કે પાયો કેટલો ઉડો થશે. તે પણ L&T જ નક્કી કરશે.







Ramallah temple to be built in 2 acres out of total 67 acres of land, will experience its glory for a thousand years