Translate to...

કાલ સુધી BMWમાં ફરનાર બિહાર પોલીસના અધિકારીઓ આજે ઓટોરીક્ષામાં આવ્યા, રિયા અને તેના ભાઈ શોવિકની શોધમાં, બંનેના નંબર બંધ છે

કાલ સુધી BMWમાં ફરનાર બિહાર પોલીસના અધિકારીઓ આજે ઓટોરીક્ષામાં આવ્યા, રિયા અને તેના ભાઈ શોવિકની શોધમાં, બંનેના નંબર બંધ છે




સુશાંત સિંહના પિતા કેકે સિંહે રવિવારે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપ સહિત અલગ અલગ આરોપ લગાવી FIR ફાઈલ કરાવી છે. મંગળવારથી બિહાર પોલીસ મુંબઈમાં છે અને હજુ સુધી એકપણ વાર સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સાથે મુલાકાત થઇ નથી.

પટના પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક તેના ઘરેથી ગાયબ થઇ ગયા છે અને બંનેના ફોન પણ બંધ છે. શુક્રવારે પણ પોલીસ ટીમે બંનેને કોલ કરવાની ટ્રાય કરી હતી પરંતુ બંનેના નંબર સ્વિચ ઓફ આવી રહ્યા છે. બિહાર પોલીસે તેમને પૂછપરછ માટે સામે આવવાનો મેસેજ પણ મોકલ્યો છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. સુશાંતની બેન્ક ડિટેલ્સને આધારે પટના પોલીસે 50થી પણ વધુ સવાલ તૈયાર રાખ્યા છે. તેના જવાબ પૂછપરછ દરમ્યાન રિયા અને તેના ભાઈ શોવિકે આપવાના રહેશે.

બિહાર પોલીસના બે અધિકારી બે દિવસમાં ત્રણ વખત રિયાના ઘરે જઈ આવ્યા

રિયાના પિતા સાથે પોલીસની વાત થઇ રિયા અને તેના ભાઈની શોધ માટે બિહાર પોલીસની 4 સભ્યોની ટીમ મુંબઈના રસ્તાઓ પર ઓટો રીક્ષામાં ફરી રહી છે. જોકે, કાલે આ જ ટીમ લક્ઝરી જેગુઆર ગાડીમાં પણ જોવા મળ્યા હતા. હાલ તો બિહાર પોલીસ આ કેસમાં તપાસને આગળ વધારવાની વાત જણાવતા બીજી કોઈ વધુ માહિતી શેર કરી રહી નથી.

એવી પણ માહિતી સામે આવી છે કે રિયાના પિતાએ પોલીસવાળા સાથે ફોન પર વાત કરી છે. પરંતુ તેમની સાથે કોઈપણ મહિલા પોલીસ ન હોવાના કારણે તેમણે હાલ રિયાનું સ્ટેટમેન્ટ અપાવવા માટે ના પાડી દીધી છે. જોકે, પોલીસે શોવિક વિશે પૂછ્યું તો રિયાના પિતાએ કોઈ માહિતી આપી નહીં. હવે રિયાના પિતાનો નંબર પણ બંધ હોવાની વાતો સામે આવી રહી છે.

બિહાર પોલીસની ટીમ અગાઉ લક્ઝરી ગાડીમાં ફરતી દેખાઈ હતી. આવામાં તે રીક્ષામાં કેમ ફરી રહ્યા છે તે વાત સમજાતી નથી.

બિહાર પોલીસ મંગળવારથી મુંબઈમાં છે. આ દરમ્યાન પોલીસે સુશાંતનો વિસરા રિપોર્ટ, તેનો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, તેની કોલ ડીટેલની કોપી પણ લીધી છે. ગુરુવારે બિહાર પોલીસની ટીમ સુશાંતની તે બેન્કમાં પણ ગઈ હતી જેનો ઉલ્લેખ તેના પિતાએ FIRની કોપીમાં કર્યો છે. પોલીસે ત્યાંથી બેન્ક સ્ટેટમેન્ટ લીધું છે. પોલીસે આ કેસમાં સુશાંતના નોકર, તેના કૂક, તેની બહેન મિતુ સહિત 6 લોકોની પૂછપરછ કરી લીધી છે.

સુશાંત કેસમાં બિહાર પોલીસ સુશાંતના રૂમ પાર્ટનર તથા ક્રિએટિવ મેનેજર રહેલ સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ કરી શકે છે. આ સિવાય સુશાંતના હાઉસ સ્ટાફમાં રહેલ દિવેશ સાવંતની પણ પૂછપરછ કરી શકે છે, જેને રિયાએ જ રખાવ્યો હતો.







શુક્રવારે બિહાર પોલીસની ટીમ ઓટો રીક્ષામાં મુંબઈના રોડ પર ફરતી દેખાઈ. આ દરમ્યાન તેમણે મીડિયાના કોઈપણ સવાલના જવાબ ન આપ્યા.