CBSE દ્વારા લેવાયેલી ધો-10ની પરીક્ષાનું પરિણામ આજે બુધવારે જાહેર થયું છે. જેમાં વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતી નૃપુર રાજશિર્કે મેથ્સમાં 100માંથી 100 માર્ક મેળવીને 97.2ટકા સાથે ઉત્તિર્ણ થઇ છે. અભ્યાસની સાથે ક્લાસિકલ મ્યુઝિકમાં વિશારદ કરી રહેલી નૃપુર મકરંદ રાજશિર્કેએ જણાવ્યું હતું કે, બાળપણથી મારો ગોલ કાર્ડિયોલોજીસ્ટ બનવાનો છે. મારા પિતા મકરંદભાઇ રાજશિર્કે અને માતા છાયાબહેનની પણ હું કાર્ડિયોલોજીસ્ટ બનું તેવી ઇચ્છા છે. મારી અને મારા-પિતાની કાર્ડીયોલોજીસ્ટની ઇચ્છા પુરી કરીશ.મ્યુઝિક મારો શોખ છે, પરંતુ, મારા અભ્યાસ ઉપર તેની અસર થવા દીધી નથી.
વિદ્યાર્થિની કહે છે કે, ઓનલાઇન કરતા સ્કૂલમાં જઇ અભ્યાસ કરવો વધુ ગમે છેવડોદરાના નિઝામપુરા ખાતે આવેલી ન્યુ ઇરા સેકન્ડરી સ્કૂલમાં બાલ મંદિરથી અભ્યાસ કરતી નૃપુરે જણાવ્યું હતું કે, ઓનલાઇન કરતા સ્કૂલમાં જઇ અભ્યાસ કરવો વધુ ગમે છે. સ્કૂલમાં ટીચરોની મદદ મળી રહે છે. અને કોઇ પ્રશ્ન હોય તો તુરંત જ સોલ્વ થઇ જાય છે. વિકલ્પ તરીકે ઓનલાઇન અભ્યાસ બરોબર છે, પરંતુ, કાયમ માટે ઓનલાઇન અભ્યાસ યોગ્ ય નથી.
98.8 ટકા મેળવનાર વિદ્યાર્થી કહે છે કે, ધાર્યા કરતા સારૂ પરિણામ આવ્યુંવડોદરા શહેરની ન્યુ ઇરા સિનીયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી ક્રિડય પરમારે ધો-10ની પરીક્ષામાં 98.8 ટકા પ્રાપ્ત કર્યાં છે. ક્રિડય પરમારે જણાવ્યું હતું કે, 97 ટકા આવે તેવી મારી ધારણા હતી. પરંતુ, મારા 98.8 ટકા આવતા હું ખુબ જ ખુશ છું. મારી ધારણા મુજબ આવેલા પરિણામ પાછળ સ્કૂલના મારી મહેનત અને સ્કૂલના શિક્ષકોને શ્રેય આપું છું. આ સાથે મારા માતા-પિતાનો પણ સપોર્ટ રહ્યો છે. હું શરૂઆતમાં રોજ 3 કલાક વાંચતો હતો. તે બાદ 7થી 8 કલાક વાંચતો હતો. કોવિડ-19ના કારણે પરિણામ મોડું આવ્યું છે. પરિણામની ઉત્સુકતા રહેતી હતી, પરંતુ, પરિણામે કેવું આવશે તેની ચિંતા ન હતી.
વિદ્યાર્થીની કમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઇચ્છા છેવધુમાં તેણે જણાવ્યું કે, ધોરણ-11ના અભ્યાસની ઓનલાઇન શરૂઆત એપ્રિલ માસથી શરૂ થઇ ગઇ છે. ઓનલાઇન અભ્યાસ અંગે ઉમેર્યું કે, સ્કૂલમાં મિત્રો સાથે અભ્યાસ કરવાની મજા જ કંઇક અલગ છે. જોકે, ઓનલાઇન ભણવામાં કોઇ વાંધો નથી. ઓનલાઇન અભ્યાસ લાંબા સમય સુધી શક્ય નથી. સ્કૂલો વહેલી તકે ચાલુ થવી જોઇએ. હું ભવિષ્યમાં કમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગુ છું. મારા પિતા પ્રશાંતભાઇ કેમિકલ એન્જિનિયર છે.
વિદ્યાર્થિની નૃપુર રાજશિર્કે અને વિદ્યાર્થી ક્રિડય પરમાર