Translate to...

કુરિયર કંપનીઓએ પ્લેનથી પહોંચાડી રાખડી, કોરોનાને કારણે રક્ષાબંધન માટેના પાર્સલ બુકિંગ 50% ઘટ્યાં

કુરિયર કંપનીઓએ પ્લેનથી પહોંચાડી રાખડી, કોરોનાને કારણે રક્ષાબંધન માટેના પાર્સલ બુકિંગ 50% ઘટ્યાં




કોરોનાવાઈરસસના કારણે લાગુ થયેલા લૉકડાઉનમાં અનેક વેપાર-ધંધા પર અસર પડી હતી. પરંતુ અનલોક શરૂ થયા પછી પણ હજુ સ્થિતિ સામાન્ય થઈ નથી. ત્યારે કોરોનાની અસર રક્ષાબંધન પર પણ જોવા મળી છે. ત્યારે કુરિયર કંપનીઓ ભાઈ-બહેનના પ્રેમને મહત્ત્વ આપી રહી છે. પોતાના ગ્રાહકોને સાચવવા માટે તેમજ એક બહેનની લાગણી સચવાઈ રહે તે માટે કુરિયર કંપનીઓએ ખાસ આયોજન કર્યું છે અને તેના માટે તેઓ ગુજરાત બહાર વિમાન મારફતે રાખડીઓ મોકલી રહ્યા છે.

આ અંગે નંદન કુરિયરના ડાયરેક્ટર રમેશભાઈએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું, ‘આ વખતે રક્ષાબંધનમાં રાખડીઓ ઓછી કુરિયર થઈ રહી છે. તેના કારણે કુરિયર બિઝનેસમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાંથી દરરોજ 15થી 20 હજાર રાખડીઓનું બુકિંગ અમે ગુજરાતમાંથી દરરોજ 15થી 20 હજાર રાખડીઓનું બુકિંગ કર્યું હતું. જોકે, આ વખતે કોરોનાના કારણે સુરતમાંથી રાખડીઓ ઓછી કુરિયર થઈ છે. તેથી એવું કહી શકાય કે કોરોનાના કારણે હાલમાં કુરિયર કંપનીઓની સ્થિતિ ખરાબ છે. ગત વર્ષ કરતાં આ વખતે 60 ટકા જેટલો ધંધો ઓછો થયો છે.’

તેમણે વધુમાં ઉમેર્યું હતું, ‘સામાન્ય રીતે જે બહેનોના ભાઈ તેમનાથી દૂર રહેતા હોય છે, બહેનો તેમને રાખડી મોકલતી હોય છે, પરંતુ આ વખતે કોરોનાના કહેરને કારણે બહેનોને અન્ય રાજ્યમાં કે અન્ય શહેરમાં વસતા ભાઈને રાખડી મોકલવામાં મુશ્કેલી પડી રહી છે.’

રાખડી મોકલવાના બિઝનેસમાં 40થી 50 ટકાનો ઘટાડો

રમેશભાઈએ આગળ વાત કરતાં કહ્યું હતું, ‘ગયા વર્ષ કરતાં આ વર્ષે રક્ષાબંધનમાં રાખડી મોકલવાના બિઝનેસમાં 40થી 50 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાતથી ઉત્તર ભારતના રાજ્યોમાં વધુ રાખડીઓ કુરિયર કરવામાં આવી છે. જોકે, લુધિયાણા, દિલ્હી જેવા રાજ્યોમાં રાખડી મોકલવામાં આ વખતે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. તેનું પાછળનું કારણ એ છે કે અત્યારે 50 ટકા જ ફ્લાઈટ ઉડાન ભરી શકે છે, અને તેમાંથી પણ અમુક ફ્લાઈટને પેસેન્જર ન મળતાં ફ્લાઈટ કેન્સલ થાય છે. તેથી સમયસર જે જગ્યાએ રાખડી પહોંચવી જોઈએ તે પહોંચી શકતી નથી.

અત્યારે ફ્લાઈટની ફ્રિકવન્સી ઓછી છે, તેથી પહેલા પેસેન્જરને પ્રાયોરિટી આપવામાં આવે છે અને પછી કાર્ગો ફ્લાઈટને, તેના કારણે કુરિયર કંપનીને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી ડોમેસ્ટિક ફ્લાઈટમાં મોકલવામાં આવતી રાખડી પણ સમયસર પહોંચશે કે નહીં તે પણ અનિશ્ચિત હતું.’

સામાન્ય શિડ્યુઅલમાં પણ 5થી 6 દિવસમાં રાખડી પહોંચી રમેશભાઈએ કહ્યું હતું, ‘બીજા રાજ્યોમાં જે દિવસે રાખડી પહોંચવી જોઈએ, એના કરતાં બે દિવસ પછી રાખડી પહોંચી રહી છે. એટલે કે સામાન્ય શિડ્યુઅલમાં પણ 5થી 6 દિવસમાં રાખડી પહોંચી હતી. આમ કુરિયર કંપની માટે સમયસર રાખડી મોકલવી એક સમસ્યા બની ગઈ હતી. તે ઉપરાંત અત્યારે બહેનો પણ ચેપના ભયથી માર્કેટમાં જવા માગતી નથી અને તેઓ પોતાના ભાઈને વીડિયો કોલ કરીને વર્ચ્યુઅલ રક્ષાબંધન મનાવવાનું પસંદ કરી રહી છે. આવી ઘણી સમસ્યાનો સામનો કુરિયર કંપનીઓને કરવો પડે છે. હાલમાં તો રાખડી કેમ પહોંચાડીશું, તે અમારી સમસ્યા નથી પણ રાખડી કેમ લેવી તે એક મોટી સમસ્યા છે. કારણ કે, આ વૈશ્વિક મહામારીને કારણે બહેનો માર્કેટમાં રાખડી લેવા જવાનું ટાળ્યું હતું.’

તે ઉપરાંત કુરિયર કંપનીઓએ એક સુવિધા પણ શરૂ કરી છે, જેમાં તમે આજે કુરિયર માટે તમારા ભાઈને રાખડી મોકલાવી છે તો અમે ફરજિયાત કુરિયર કરતી બહેનનો નંબર અને તેમના ભાઈનો નંબર બુકિંગ લિસ્ટમાં લખવામાં આવતો. જેથી જેવી કુરિયરની રિસિપ્ટ બને એવો જ તેમના ભાઈના મોબાઈલ નંબર પર મેસેજ જતો રહેતો કે તમારી બહેનને તમારા માટે રાખડી કુરિયર કરી છે. ધારો કે કોઈ બહેન અમદાવાદ રહેતી હોય અને તેમનો ભાઈ બરોડા રહેતો હોય તો મેસેજમાં લખાઈને આવતો કે તમારા અમદાવાદવાળા બહેને તમારા માટે રાખડી મોકલી છે. જેથી ભાઈને પણ ખબર પડે કે, રાખડી કુરિયર થઈ ગઈ છે.







Parcel bookings for Rakshabandhan fall by 50% due to courier companies