કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, બે દિવસમાં ખાડિયાના બે કોર્પોરેટરને સંક્રમણ લાગ્યું

કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, બે દિવસમાં ખાડિયાના બે કોર્પોરેટરને સંક્રમણ લાગ્યું



શહેરમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. તેમાં પણ દિવસેને દિવસે સંક્રમિત કોર્પોરેટરની સંખ્યા વધી રહી છે. આજે વધુ એક કોર્પોરેટર કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. ખાડીયાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ( કોકાભાઈ)નો કોરોના રિપોર્ટ પીઝિટિવ આવ્યો છે. જ્યારે ગઈકાલે(25 જુલાઈ)પણ ખાડિયાનાકોર્પોરેટર એવા મયુર દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાછે. તેઓ છેલ્લા 15 દિવસથી તેમના વોર્ડ અને માર્કેટના લોકોના કોરોના ટેસ્ટ કરાવતા હતા. આમ બે દિવસમાં જ ખાડિયાના બે કોર્પોરેટરને કોરોના સંક્રમણ લાગ્યું છે.

કુલ કેસ 25,529 અને મૃત્યુઆંક 1572 શહેર-જિલ્લામાં એક સમયે કોરનાના 250થી વધુ કેસ નોંધાતા હતા. પરંતુ હવે નવા કેસો 180થી 200ની વચ્ચે સ્થિર થઈ રહ્યા છે. 24 જુલાઈની સાંજથી 25 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 162 જ્યારે જિલ્લામાં 18 કેસ મળીને કુલ 180 કેસ નોંધાયા છે. શહેરમાં 4 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત શહેરમાં 149 અને જિલ્લામાં 21 દર્દી મળી કુલ 170 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કુલ કેસ 25,529 અને મૃત્યુઆંક 1572 થયો છે. તેમજ કુલ 20,323 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

18 દિવસમાં 11 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા આ પહેલા 7 જુલાઈ, 11 જુલાઈ, 12 જુલાઈએ 4-4 મોત, 13 જુલાઈએ 3 મોત, 14 જુલાઈ 3 મોત, 15 જુલાઈએ 2, 16 જુલાઈએ 5, 17 જુલાઈએ 5, 18 જુલાઈએ 4, 19 જુલાઈએ 6, 20 જુલાઈએ 4, 21 જુલાઈએ 6, 22 જુલાઈએ 3 અને 23 જુલાઈએ 5, 24 જુલાઈએ 3, 25 જુલાઈએ 4 દર્દીના મોત થયા હતા. આમ 18 દિવસમાં 11 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા છે.

30 દિવસમાં 26 વાર 10થી ઓછા મોત શહેર અને જિલ્લામાં 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત, 29 જૂને 9, 30 જૂને 9 મોત, 1 જુલાઈએ 8 મોત, 2 જુલાઈએ 7 મોત,3 જુલાઈએ 10 મોત, 4 જુલાઈએ 9 મોત, 5 જુલાઈએ 9 મોત, 6 જુલાઈએ 7 મોત, 7 જુલાઈએ 4 મોત, 8 જુલાઈએ 5 મોત, 9 જુલાઈએ 5 મોત, 10 જુલાઈએ 5 મોત,11 જુલાઈએ 4 મોત, 12 જુલાઈએ 4 મોત, 13 જુલાઈએ 3,14 જુલાઈએ 3,15 જુલાઈએ 2, 16 જુલાઈએ 5, 17 જુલાઈએ 5,18 જુલાઈએ 4, 19 જુલાઈએ 6, 20 જુલાઈએ 6, 21 જુલાઈએ 6, 22 જુલાઈએ 3, 23 જુલાઈએ 5, 24 જુલાઈએ 3, 25 જુલાઈએ 4 દર્દીના મોત થયા છે. આમ 30 દિવસમાં 26 વખત 10થી ઓછા મોત નોંધાયા છે.

આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ 17 જૂન 330 22 223 18 જૂન 317 22 281 19 જૂન 312 21 206 20 જૂન 306 16 418 21 જૂન 273 20 427 22 જૂન 314 16 401 23 જૂન 235 15 421 24 જૂન 215 15 401 25 જૂન 238 12 216 26 જૂન 219 8 210 27 જૂન 211 12 218 28 જૂન 211 13 181 29 જૂન 236 9 171 30 જૂન 197 9 137 1 જુલાઈ 215 8 125 2 જુલાઈ 211 7 161 3 જુલાઈ 204 10 131 4 જુલાઈ 172 9 228 5 જુલાઈ 177 9 216 6 જુલાઈ 183 7 240 7 જુલાઈ 187 5 124 8 જુલાઈ 156 5 170 9 જુલાઈ 162 5 139 10 જુલાઈ 165 5 161 11 જુલાઈ 178 4 126 12 જુલાઈ 172 4 133 13 જુલાઈ 164 3 125 14 જુલાઈ 167 3 180 15 જુલાઈ 173 2 212 16 જુલાઈ 181 5 188 17 જુલાઈ 184 5 165 18 જુલાઈ 199 4 169 19 જુલાઈ 212 6 167 20 જુલાઈ 193 4 200 21 જુલાઈ 199 6 205 22 જુલાઈ 196 3 203 23 જુલાઈ 210 5 203 24 જુલાઈ 176 3 205 25 જુલાઈ 180 4 170 કુલ આંક 8230 341 8257





કૃષ્ણવદન બ્રહ્મભટ્ટની ફાઈલ તસવીર