Translate to...

કોરોના સંક્રમણની વચ્ચે શપથગ્રહણ સમારંભ 22 જુલાઈએ યોજાશે, દિગ્વિજિય-સિંધિયા સહિત 61 નેતાઓને પત્ર મોકલવામાં આવ્યો

કોરોના સંક્રમણની વચ્ચે શપથગ્રહણ સમારંભ 22 જુલાઈએ યોજાશે, દિગ્વિજિય-સિંધિયા સહિત 61 નેતાઓને પત્ર મોકલવામાં આવ્યો




રાજ્યસભામાં 22 જુલાઈએ શપથગ્રહણ સમારંભ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ન્યુઝ એજન્સીએ જણાવ્યું કે રાજ્યસભા ચેમ્બરમાં શપથગ્રહણ માટે 61 સભ્યોને પત્ર મોકલવામાં આવ્યા છે. કોરોનાવાઈરસના પગલે સમારંભ દરમિયાન દરેક પ્રકારનાસાવચેતીના પગલા ભરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રથમ વખત શપથગ્રહણ સમારંભ હાઉસની ચેમ્બરમાં સત્રની વચ્ચે કરવામાં આવશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરી શકાય. તાજેતરમાં જ થયેલી ચૂંટણીમાં 20 રાજ્યોમાંથી 61 સભ્યો રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

સિંધિયા, દિગ્વિજય, વેણુગોપાલ જેવા મોટા નેતા ચૂંટાયા હતામોટા ચહેરાઓની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના દિગ્વિજય સિંહે રાજ્યસભા ચૂંટણી જીતી હતી. આ બંને નેતાઓ 2019ની લોકસભા ચૂંટણી હારી ગયા હતા. જ્યારે કોંગ્રેસના સંગઠન જનરલ સેક્રેટરી કે સી વેણુગોપલ રાજસ્થાનમાંથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં હતા.

19 સીટ માટે જૂનમાં થઈ હતી ચૂંટણીરાજ્યસભાની 19 સીટો પર 19 જૂને થયેલી ચૂંટણીમાં ભાજપને 8 અને કોંગ્રેસને 4 સીટ મળી હતી. ગત વખતે આ 19 સીટોમાંથી ભાજપને 9 અને કોંગ્રેસને 6 સીટ મળી હતી. એટલે કે ભાજપને 1 અને કોંગ્રેસને 2 સીટનું નુકસાન થયું હતું.

ભાજપની ભલે રાજ્યસભાની એક સીટ ઘટી ગઈ હોય પરંતુ તેમના નેતૃત્વવાળી એનડીએને આ ચૂંટણીથી કોઈ નુકસાન થયું નથી. રાજ્યસભાની આ 19 સીટમાંથી એનડીએ ગત વખતે 10 સીટ જીત્યું હતું. આ વખતે પણ ભાજપને 8 અને એમડીએ-એમએનએફને 1-1 સીટ મળી હતી. આ રીતે 10 સીટનો એનડીએનો આંકડો યથાવત રહ્યો છે.

બીજી તરફ યુપીએને 2 સીટનું નુકસાન થયું છે. અગાઉ યુપીએ 19માંથી 7 સીટ જીતી હતી. કોંગ્રેસની પાસે 6 અને રાજદની પાસે 1 સીટ હતી. આ વખતે કોંગ્રેસે 4 અને ઝામુમોએ 1 સીટ જીતી છે. આ રીતે યુપીએને આ વખતે 5 સીટમળી છે.







The swearing-in ceremony will take place on July 22 amid the Koro transition, a letter was sent to 61 leaders, including Digvijay-Scindia.