કોરોનાવાયરસ વચ્ચે 138 દિવસ પછી ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ સીરિઝથી વનડે ક્રિકેટની વાપસી થઈ રહી છે. બંને દેશો વચ્ચે 3 વનડે રમાશે. ત્રણેય મેચ સાઉથહેમ્પટનના રોઝ બાઉલ મેદાન પર રમવામાં આવશે. પહેલી મેચ 30 જુલાઈ, બીજી 1 ઓગસ્ટ અને ત્રીજી 4 ઓગસ્ટે રમાશે. 13 માર્ચે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અંતિમ વનડે રમાઈ હતી. તે મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.
આ ભારતમાં થનાર વનડે વર્લ્ડ કપના ક્વોલિફાયર ટૂર્નામેન્ટ સુપર લીગ હેઠળ પ્રથમ સીરિઝ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સોમવારે જ આ ટૂર્નામેન્ટને લોન્ચ કરી છે.
આવું છે લીગનું ફોર્મેટ
આ લીગમાં વર્લ્ડની ટોપ 12 ટીમો અને નેધરલેન્ડસ્ રમશે. દરેક દેશ ઘરઆંગણે અને વિદેશમાં 3 વનડેની 4-4 સીરિઝ રમશે. લીગના અંતે ભારતને બાદ કરતાં વર્લ્ડની ટોપ 7 ટીમો ઓક્ટોબર-નવેમ્બર 2023માં થનાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થશે.યજમાન હોવાથી ભારતને 2023ના વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી છે. જ્યારે નેધરલેન્ડસ્ 2015-17 વર્લ્ડ ક્રિકેટ સુપર લીગ જીતીને ક્વોલિફાય કરવાની રેસમાં જોડાયું છે.ઇંગ્લેન્ડ બેન્ચ સ્ટ્રેન્થ ચેક કરશે
વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરિઝ સમાપ્ત થયાના એક દિવસ પછી જ સીરિઝ શરૂ થતી હોવાથી ઘણા મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.ઓઈન મોર્ગનની વનડે ટીમમાં ફાસ્ટ બોલર રીસ ટોપલીની 4 વર્ષ પછી વાપસી થઈ છે. પીઠમાં ઇજાના કારણે ટોપલી ટીમની બહાર થયો હતો.તેના સિવાય સેમ બિલિંગ્સ, લિયમ ડોસન અને ડેવિડ વિલીને પણ તક મળી છે. સીરિઝમાં બેન સ્ટોક્સ, માર્ક વુડ, જોફરા આર્ચર જેવા ખેલાડીઓ જોવા મળશે નહિ.આયર્લેન્ડ કોઈપણ ટીમને હરાવવા સક્ષમ છે: મોર્ગન
ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને કહ્યું કે આયર્લેન્ડ એક ઉત્તમ ટીમ છે. તાજેતરનાં વર્ષોમાં, તેણે સાબિત કર્યું છે કે તે કોઈપણ મોટી ટીમને હરાવી શકે છે.તે જ સમયે, આયર્લેન્ડના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબર્નીએ કહ્યું કે વર્લ્ડ કપ વિજેતા ટીમની સામે રમવું અમારા માટે મોટો પડકાર હશે. અમે સારી તૈયારી કરી છે.હેડ-ટૂ-હેડ
ઇંગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 10 વનડે મેચ થઈ છે. આમાં ઇંગ્લેન્ડે 8, જ્યારે આયર્લેન્ડે 1 મેચમાં જીત મેળવી હતી. 1 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.ઇંગ્લેન્ડમાં બંને દેશો વચ્ચે 2 મેચ થઈ છે અને યજમાને બંને વખત બાજી મારી છે.પિચ અને વેધર રિપોર્ટ
સાઉથહેમ્પટનની મેચમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતુ વરસાદની સંભાવના નથી.રોઝ બાઉલની પિચ હંમેશા બેટ્સમેન માટે ફાયદાકારક રહી છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ પસંદ કરશે. કારણકે અત્યાર સુધી અહીં કુલ 28 વનડે રમાઈ છે.જેમાંથી 14 વાર પહેલી બેટિંગ કરનાર ટીમ જીતી છે, જ્યારે 12 વાર બીજી બેટિંગ કરનાર ટીમ જીતી છે. બે મેચમાં રિઝલ્ટ આવ્યું નથી.ઇંગ્લેન્ડની ટીમ: ઓઈન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેરસ્ટો, ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ, ટોમ કરન, લિયમ ડોસન, જો ડેન્લી, સાકીબ મહેમૂદ, આદિલ રાશિદ, જેસન રોય, રીસ ટોપલી, જેમ્સ વિન્સ અને ડેવિડ વિલી.
આયર્લેન્ડ ટીમ: એન્ડ્ર્યૂ બાલબર્ની (કેપ્ટન), કુર્ટિસ કેફર, જેરેથ ડેલની, જોશ લિટલ, એન્ડ્રુ મેકબ્રાઇન, બેરી મેકાર્ટી, કેવિન ઓ બ્રાયન, વિલિયમ પોર્ટરફિલ્ડ, બોયડ રેન્કિન, સિમી સિંઘ, પોલ સ્ટર્લિંગ, હેરી ટેક્ટર, લોર્કન ટકર, ક્રેગ યંગ.
After 138-day ODI return between Corona, first series under the 2023 ODI World Cup Qualifier Tournament Super League