Translate to...

કોરોના વચ્ચે ઈંગ્લેન્ડની ટીમ 56 દિવસમાં માત્ર બે વેન્યુ પર રમશે 12 આંતરરાષ્ટ્રીય મેચ, ત્રણ ટીમ સામે ટકરાશે

કોરોના વચ્ચે ઈંગ્લેન્ડની ટીમ 56 દિવસમાં માત્ર બે વેન્યુ પર રમશે 12 આંતરરાષ્ટ્રીય મેચ, ત્રણ ટીમ સામે ટકરાશે




ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણી બુધવારથી શરૂ થઈ રહી છે. 4 મહિના પછી ઈન્ટરનેશનલ ક્રિકેટ શરૂ થઈ રહ્યું છે. ઈંગ્લેન્ડે 56 દિવસમાં 12 ઈન્ટરનેશનલ મેચ રમવાની છે. 2 વેન્યુ સાઉધમ્પ્ટન અને માન્ચેસ્ટરમાં જ આ મેચો રમાશે. બંને વેન્યુ પર મેદાનની બહાર જ હોટલ છે. આથી ખેલાડીઓને વધુ ટ્રાવેલિંગ કરવું નહીં પડે. ટીમને આયરલેન્ડ સાથે 3 વન ડે જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ 3 ટેસ્ટ, 3 ટી20ની શ્રેણી રમવાની છે.

સ્ટોક્સ ઈંગ્લેન્ડનો 81મો ટેસ્ટ કેપ્ટન હશે, પિતા બનવાના કારણે પ્રથમ મેચ નહીં રમે રૂટસીરીઝની પ્રથમ મેચમાં બેન સ્ટોક્સ કેપ્ટન રહેશે. ટીમનો કેપ્ટન જો રૂટ પિતા બનવાના કારણે પ્રથમ ટેસ્ટ રમવાનો નથી. સ્ટોક્સ ઈંગ્લેન્ડનો 81મો ટેસ્ટ કેપ્ટન હશે. મેનેજમેન્ટે પ્રથમ ટેસ્ટ માટે 13 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. મેચમાં કોરોના સબસ્ટીટ્યુટનો નિયમ બનાવાયો છે. એટલે કે જો કોઈ ખેલાડીમાં કોરોનાના લક્ષણ જોવા મળે છે કે તે પોઝિટિવ આવે છે તો તેના સ્થાને બીજા ખેલાડીને પ્લેઈંગ-11માં સ્થાન મળશે.

વિન્ડીઝની ટીમ 1988થી ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતી શકી નથીવિન્ડીઝની ટીમનું ઈગ્લેન્ડમાં ટેસ્ટમાં પ્રદર્શન છેલ્લા કેટલાક વર્ષોથી સારું રહ્યું નથી. ટીમ 1988 પછી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. 1988 પછી વિન્ડીઝે ઈંગ્લેન્ડમાં 8 ટેસ્ટ શ્રેણી રમી છે. 6 શ્રેણીમાં તેનો પરાજય થયો છે, જ્યારે બે ડ્રો રહી. અંતિમ 16 મેચમાંથી ટીમનો 13માં પરાજય થયો છે, માત્ર એક મેચ જીતી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિન્ડીઝની ટીમ હજુ સુધી એક પણ પોઈન્ટ મેળવી શકી નથી.

મેદાન પર બંને ટીમ પ્રથમ વખત ટેસ્ટમાં ટકરાશેરોસ બાઉલ મેદાન પર ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ વખત ટેસ્ટ રમાશે. ઈંગ્લેન્ડની ટીમ અહીં અત્યાર સુધી ત્રણ ટેસ્ટ રમી છે, જેમાંથી બેમાં વિજય અને એક ડ્રો રહી છે. ટોસ મહત્ત્વપૂર્ણ રહેશે, કેમ કે અંતિમ બે દિવસ સ્પિન બોલરોને મદદ મળી શકે છે. આથી, ટોસ્ટ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવા માગશે. ઈંગ્લેન્ડ અહીં ત્રણ ટેસ્ટમાંથી બે જીતી ચૂક્યું છે. એક ડ્રો રહી હતી.

લારાએ કહ્યું, વેસ્ટ ઈન્ડીઝ ટીમમાં 5 દિવસ રમવાની ક્ષમતા નથીવિન્ડીઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ કહ્યું કે, અમારી ટીમે મેચને ચાર દિવસની સમજીને રમવી પડશે. કેમ કે, આપણાં ખેલાડીઓ પાસે પાંચ દિવસ સુધી રમવાની ક્ષમતા નથી. 51 વર્ષના લારાએ કહ્યું કે, વેસ્ટ ઈન્ડીઝ પાસે મજબૂત બોલિંગ આક્રમણ છે, પરંતુ બેટિંગ લાઈન ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે, ઈંગ્લેન્ડને તેના મેદાન પર હરાવવી સરળ નથી. તેમણે ઈંગ્લેન્ડ પર દબદબો બનાવવો પડશે.







પત્રકાર પરિષદ દરમિયાન વિન્ડીઝનો કેપ્ટન હોલ્ડર દૂર-દૂર રહ્યો.