Translate to...

કોરોના મહામારીમાં 4 મહિના બાદ અર્જુન કપૂરે એડ માટે શૂટિંગ કર્યું, લખ્યું - બધું બદલાઈ ગયું છે, આ નવા નોર્મલને સ્વીકારવાનું છે

કોરોના મહામારીમાં 4 મહિના બાદ અર્જુન કપૂરે એડ માટે શૂટિંગ કર્યું, લખ્યું - બધું બદલાઈ ગયું છે, આ નવા નોર્મલને સ્વીકારવાનું છે



કોરોના મહામારીને કારણે લોકડાઉન કરી દેવાયું હતું જેને કારણે શૂટિંગ બંધ થઇ ગયા હતા. અનલોક થયા બાદ હવે પ્રોપર ગાઇડલાઇન્સ સાથે શૂટિંગ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. આવામાં સેલેબ્સ ફરી શૂટિંગ શરૂ કરી રહ્યા છે. આયુષ્માન ખુરાના, વિદ્યા બાલન બાદ હવે અર્જુન કપૂરે પણ શૂટ કર્યું. અર્જુન કપૂરે એડ માટે શૂટિંગ કર્યું હતું.

અર્જુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું કે, આપણે બધાએ આ નવા નોર્મલ સાથે એડજસ્ટ કરવાનું રહેશે અને ધીરે ધીરે આપણું જીવન ફરી પહેલાંની જેમ જીવવાનું શરૂ કરવાનું રહેશે. મારી વર્ક લાઈફ ફરી શરૂ થઇ ગઈ અને મેં 4 મહિનામાં પહેલીવાર શૂટ કર્યું. બધું બદલાઈ ગયું છે. નવો દુનિયાનો ઓર્ડર સ્વીકારી લીધો છે.

View this post on Instagram

Everyone of us will have to adjust to the new normal and slowly start resetting our lives. My work life restarted and I shot for the first time after 4 months... सब बदल चुका है New World Order "Accepted"