કોરોના મહામારીના લગભગ 7 મહિના પછી પ્રથમ શંકાસ્પદ દર્દી મળ્યો, દ.કોરિયાની નજીક આવેલા શહેરને લોકડાઉન કરવા આદેશ

કોરોના મહામારીના લગભગ 7 મહિના પછી પ્રથમ શંકાસ્પદ દર્દી મળ્યો, દ.કોરિયાની નજીક આવેલા શહેરને લોકડાઉન કરવા આદેશ



કોરોના મહામારી શરૂ થયાના લગભગ 7 મહિના પછી ઉત્તર કોરિયામાં સંક્રમણનો પ્રથમ શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવ્યો છે. આ બાબતને ગંભીરતાથી લેતા તાનાશાહ કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાની નજીકના કીસોન્ગ શહેરને લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. સરકારી મીડિયાના જણાવ્યુ મુજબ, શંકાસ્પદ સક્રમિત એક ભાગેડું છે. તે ત્રણ વર્ષ પહેલા નાર્થ કોરિયા છોડીને ભાગી ગયો હતો. તે 19 જુલાઈએ ગેરકાયદેસર રીતે સીમા પાર કરીને દેશમાં પહોંચ્યો હતો.

આ કેસ પ્રકાશમાં આવતા જ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને શનિવારે પોલિત બ્યુરોની ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમાં કીસોન્ગમાં ઈમરજન્સી લગાવવાની સાથે ટોપ ક્લાસ અલર્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, જે લોકો શંકાસ્પદ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છે. આ તમામને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.

પુષ્ટિ થયા પછી દેશનો પ્રથમ અધિકારિક મામલો હશે જો કેસની પુષ્ટિ થાય છે તો આ નોર્થ કોરિયાનો પ્રથમ અધિકારિક મામલો હશે. નોર્થ કોરિયા આ વર્ષે જાન્યુઆરીમાં પડોશી દેશ ચીનમાં સંક્રમણ ફેલાયા પછી અલર્ટ થઈ ગયું હતું. કિમે તમામ બોર્ડર સીલ કરી દીધી હતી. આ કારણે હજારો લોકો આઈસોલેશનમાં ચાલ્યા ગયા હતા. રાજધાની પ્યોંગયંગમાં કામ કરનારા તમમા અધિકારીઓ માટે પણ એક મહિનો ક્વોરેન્ટાઈન થવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન અહીં સંક્રમણ પહોંચ્યું હોવાના પુષ્ટિ થયા વગરના સમાચારો પણ આવ્યા હતા.

મહામારીની દેશ પર પડી શકે છે અસર ઉત્તર કોરિયા વિશ્વના એ સિલેક્ટેડ દેશોમાં સામેલ છે, જ્યાં મહામારીથી બચવા માટે સૌથી પહેલા પગલા લેવામાં આવ્યા હતા. દેશની અર્થવ્યવસ્થા ચીન સાથે થનારા બિઝનેસ પર ચાલે છે. તેમ છતાં તેણે ખતરાને જોતો ચીન સાથે થતો વેપાર સંપૂર્ણ રીતે રોકી દીધો. જોકે આ કારણે તેની કમાણી પહેલા કરતા ઓછી થઈ છે. અહીં મેડિકલ સુવિધાઓ બીજી દેશોની સરખામણીમાં સારી નથી. જો હવે મહામારી ફેલાઈ તો ઉત્તર કોરિયા પર તેની ખરાબ અસર થશે.







Suspected patient found about 7 months after epidemic, dictator Kim declares emergency in city near South Korea