Translate to...

કોરોના પીડિત મહિલાના બંને ફેફસાંને નુક્સાન થયું, 112 દિવસ સુધી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રહ્યા બાદ હવે સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો




સાઉથ કોરિયાની 50 વર્ષીય કોરોના પીડિત મહિલા 112 દિવસથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમનાં સ્વાસ્થ્યમાં હવે સુધારો આવી રહ્યો છે. તેમની ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી. અર્થાત તેમના બંને ફેફસાંનું વિસ્થાપન કરવામાં આવ્યું છે. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, મહામારીની શરૂઆતથી આવા કેસો 9 છે.

મહિલાને ફેબ્રુઆરીમાં કોરોનાનું સંક્રમણ થયુ અને બંને ફેફસાંએ કામ કરવાનું બંધ કર્યું હતું. તેને લીધે મહિલાને 16 અઠવાડિયાં સુધી ઈક્મો સપોર્ટ (ફેફસાં ફેઈલ થાય ત્યારે અપાતું ઓક્સીજન) આપવામાં આવ્યો હતો. ઈક્મો સપોર્ટની મદદથી દર્દીના શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે અને RBC સુધી ઓક્સીજન પહોંચે છે. આ મામલો દુનિયાભરમાં દર્દીને સૌથી વધારે સમય સુધી લાઈફ સપોર્ટ પર રાખનારો પ્રથમ કેસ છે.

કેવી રીતે સારવાર કરવામાં આવીમહિલા જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યારે લાઈફ સપોર્ટ વગર બચવું મુશ્કેલ હતુંમહિલાની સર્જરી કરનાર ડૉ. કિમના જણાવ્યા અનુસાર, મહિલા જ્યારે હોસ્પિટલ આવી ત્યારે તે એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમથી પીડિત હતી. ઈક્મો સપોર્ટ વગર જીવિત રહેવું મુશ્કેલ હતું. ઈક્મો સપોર્ટ આપવામાં આવે છે ત્યારે જોખમ 90% ઘટી જાય છે. ઈક્મો સપોર્ટ આપ્યા બાદ દર્દી 2થી 3 અઠવાડિયા સુધીમાં રિકવર થાય છે. જો આમ ન થાય તો જ લંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. ચીન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાભરમાં આવા 9 કેસો સામે આવ્યા છે.

દવાઓથી પલ્મોનરી ફાઈબ્રોસિસમાં સુધારો આવ્યો નહીંહેલમ યુનિવર્સિટી સેક્રેડ હાર્ટ હોસ્પિટલના પલ્મોનરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસીનના પ્રોફેસર ડો. પાર્ક સૂંગ હું કહે છે કે, કોરોના પીડિત મહિલા પલ્મોનરી ફાઈબ્રોસિસથી પણ પીડિત હત. ફેફસાંની માંસપેશીઓ ખરાબ થઈ હતી અને તેના સુધારા માટે એન્ટિમલેરિયલ હાઈડ્રોક્સીક્લોરોક્વીન, HIV ડ્રગ કાલ્ટેરા અને સ્ટીરોઈડ જેવી દવાઓ આપવામાં આવી હતી, પરંતુ સ્વાસ્થ્યમાં કોઈ સુધારો આવ્યો નહીં.

8 કલાક સુધી સર્જરી ચાલીહોસ્પિટલના ડાયરેક્ટર અને મહિલાની સર્જરી કરનાર ડૉ. કિમ હાંઓગ શૂના જણાવ્યા અનુસાર, મહિલાના બંને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ટ્રાન્સપ્લાન્ટની 50% સફળતા ઈક્મો પર નિર્ભર હતી. ડોનર મળ્યાના પહેલાંથી જ મહિલાએ પોતાને સર્જરી માટે તૈયાર કરી હતી. સારવાર બાદ મહિલાએ પોતાની ઓળખ આપવા અને ઈન્ટરવ્યૂ આપવાનો ઈનકાર કર્યો હતો. ડૉ. કિમના જણાવ્યા પ્રમાણે આ સર્જરી 8 કલાક ચાલી હતી. સર્જરી દરમિયાન માલુમ પડ્યું કે મહિલાના બંને ફેફસાં ચટ્ટાનની જેમ કઠણ થઈ ગયા છે.

છાતીના સ્નાયુઓ મજબૂત બન્યા બાદ મહિલાને હોસ્પિટલમાં થી રજા અપાઈઈક્મો પ્રોગ્રામની હેડ નર્સ લી શૂં હીના જણાવ્યા અનુસાર, મહિલાએ સારવાર દરમિયાન આશા છોડી ન હતી. અન્ય દર્દીઓની સરખામણીએ મહિલા ખૂબ મક્કમ હતી. તે 2 બાળકોની માતા છે. મહિલાએ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું હતું કે, હું તમારી આભારી છું. કારણ કે, તમે મને શ્વાસ પરત કર્યા છે. સર્જરી બાદ મહિલાના છાતીના ભાગના સ્નાયુઓ મજબૂત બન્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.







Corona sufferer women had damage to both lungs, health improves after 112 days on life support system in south Korea