Translate to...

કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિત સ્ટાફના ત્રણ વ્યક્તિ હોમ ક્વોરન્ટીન થયા

કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિત સ્ટાફના ત્રણ વ્યક્તિ હોમ ક્વોરન્ટીન થયા




કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આગામી 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન થયા છે. પશુપાલન નિયામકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાવચેતીના ભાગરૂપે તેમની સાથે બેઠકમાં હાજર રહેનારા ત્રણ અન્ય લોકો સાથે કેબિનેટ મંત્રી બાવળિયા પણ હોમ ક્વોરન્ટીન થયા છે. જસદણના અમરાપુર ગામમાં આવેલા તેમના નિવાસસ્થાને કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન થયા છે.

અન્ય સ્ટાફ પણ ક્વોરન્ટીન થયો ઉલ્લેખનીય છે કે, ગઢડામાં યોજાનારી આગામી ચૂંટણીના તેઓ ઇન્ચાર્જ પણ છે. ક્વોરન્ટીન થયા હોવાને કારણે તેમનો ગઢડા પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે. કુંવરજી બાવળિયા પશુપાલક નિયામક ફાલ્ગુનીબહેન સાથે મિટિંગમાં હાજર રહ્યાં હતા. સેક્શન ઓફિસર સંપર્કમાં આવ્યા હોવાથી હોમ ક્વોરન્ટીન થયા છે.







એક દિવસ પહેલા જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ બેઠકમાં ભાગ લીધો હતો