Translate to...

કોરોનાને હરાવવા સ્થાનિકોએ 35 હજારમાં ઘરેલુ વસ્તુઓથી અનોખું મશીન તૈયાર કર્યું, 700 લોકોએ લાભ લીધો

કોરોનાને હરાવવા સ્થાનિકોએ 35 હજારમાં ઘરેલુ વસ્તુઓથી અનોખું મશીન તૈયાર કર્યું, 700 લોકોએ લાભ લીધો
રાજ્યમાં હાલ કોરોના કહેર વરસી રહ્યો છે. આ મહામારીને રોકવા માટે સરકાર, તંત્ર તેમજ સ્થાનિકો પણ પોત પોતાની રીતે બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. બીજીતરફ વાઈરસથી બચવા માટે લોકો આયુર્વેદનો ઉપયોગ પણ ભરપૂર પ્રમાણમાં કરી રહ્યા છે. સવારે ઉકાળાથી લઈને અલગ-અલગ આયુર્વેદિક દવાઓ દ્વારા પોતાની ઈમ્યુનિટી વધારી રહ્યા છે. જે વાઈરસ સામે લડવામાં ખુબ જ મદદરૂપ બને છે. ત્યારે અમદાવાદના રાણીપમાં આવેલા અભિષેક એપાર્ટમેન્ટમાં વાઈરસથી બચવા માટે એક નવો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. એપાર્ટમેન્ટમાં એક સ્ટીમ કેબિન તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં દરરોજ સવારે એપાર્ટમેન્ટના તમામ લોકો સ્ટીમ કેબિનમાં જઈ આયુર્વેદિક વસ્તુઓથી નીકળતી વરાળનો નાસ લેતા હોય છે. આ પ્રોજેક્ટ પાછળ લગભગ 35000 જેટલો ખર્ચ થયો છે જે 10 દિવસ સુધી લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી બની રહે છે.

તમામ વસ્તુને મિક્સ કરી એક તપેલામાં 70 ડિગ્રી તાપમાન સાથે ગરમ કરવા આવે છે

700થી વધુ સ્થાનિકોએ આયુર્વેદિક નાસનો લાભ લીધો છે આ પ્રોજેક્ટ વિશે અભિષેક એપાર્ટમેન્ટના પ્રમુખ દશરથ પરમારે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, છેલ્લા ચાર મહિનાથી કોરોના સંક્રમણ વધતાં એક ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે તાજેતરમાં મને કડી તાલુકાના ઊંત્વા ગામના એક અનોખા પ્રોજેક્ટ વિશે જાણ થઈ હતી. ગામ સરપંચ દ્વારા એક આયુર્વેદિક વરાળ દ્વારા કોરોના સામે રક્ષણ આપતું સ્ટીમ કેબિન તૈયાર કરવામાં આવ્યું છે. જેથી આ વિષયમાં વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે અમે લોકો તેમને મળવા માટે ગયા. અમે પોતે પણ આ આયુર્વિદ વરાળનો ઉપયોગ કર્યો અને અમને તે ખુબ જ અસરકારક લાગી હતી.

સ્ટીમ કેબિનનો ઉપયોગ કરી દરેકને એક જબરજસ્ત આત્મવિશ્વાસ થયો

આયુર્વેદિક વરાળથી દરેકને એક જબરજસ્ત આત્મવિશ્વાસ થયો છે: પ્રમુખ જેથી અમે તરત જ સોસાયટીના અન્ય સભ્યો સાથે મીટિંગ કરી પોતાના એપાર્ટમેન્ટમાં પણ આવો પ્રોજેક્ટ લગાવવાનો નિર્ણય લીધો. અત્યાર સુધીમાં 700થી વધુ રહીશોએ નાશનો લાભ લીધો છે. સભ્યોના અનુભવ પણ અમે જાણ્યા છે અને તેમના પ્રતિભાવૃપે ખૂબ જ સુખદ અને તાજગી બક્ષે તેવો રહ્યો છે. દરેકને એક જબરજસ્ત આત્મવિશ્વાસ થયો છે કે અમને કોરોનાથી ચોક્કસ આ પ્રકારની વરાળથી બનેલા નાસ લેવાથી બચી શકીશું. આ પ્રોજેક્ટ પાછળ લગભગ 35,000 જેટલો ખર્ચ થયો છે, જે 10 દિવસ સુધી લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી બની રહેશે.

વરાળને પાઇપ લાઇન દ્વારા એક બંધ કેબિનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે

કેવી રીતે કામ કરે છે? આ સ્ટીમ કેબિનમાં આવતી વરાળ તમામ પ્રકારના ઘરેલુ મસાલાથી બને છે. દરેક પ્રકારના ગરમ મસાલાનો પાવડર બનાવી તેની સાથે લીમડો, સરગવો અને અરડૂસીનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામને ક્રશ કરી પાણી સાથે મિક્સ કરી તેની રેસિપી બનાવી એક મોટા તપેલામાં લગભગ 70 ડિગ્રી તાપમાન સાથે ગરમ કરવા આવે છે અને તેમાથી આવતી વરાળને પાઇપ લાઇન દ્વારા એક બંધ કેબિનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જે વરાળનો નાસ લોકો બે મિનિટ સુધી બેથી ત્રણ વાર લઈ શકે છે.

આ પ્રોજેક્ટનો આઈડિયા કેવી રીતે આવ્યો? સૌ પ્રથમ આ પ્રોજેક્ટ કડી તાલુકાના ઊંત્વા ગામમાં શરૂ કરવામાં આવ્યો હતો. ગામના સરપંચ દ્વારા એક આયુર્વેદ વરાળ ઉત્પન્ન કરી નાસ દ્વારા સારવાર કરવામાં આવે છે. જેની જાણકારી લેવા માટે દશરથભાઈ કેટલાક સભ્યો સાથે તે ગામની રૂબરૂ મુલાકાત લઈ સરપંચ મહેન્દ્ર પટેલને મળ્યા અને આખી વ્યવસ્થાનો અભ્યાસ કરી નાસ લેવાનો અનુભવ કર્યો જે ખૂબ જ અસરકારક લાગ્યો હતો. ત્યારબાદ સમય બગાડ્યા વગર પોતાની સોસાયટીમાં પણ આ પ્રકારનો પ્રોજેક્ટ લગાવવાનો નિર્ણય લીધો.Ahmedabad people new attempt to defeat Corona, a unique machine made from household items