Translate to...

કોરોનાના રિસર્ચનો ડેટા ચોરી હેકરો કરોડો રૂપિયાની ખંડણી વસૂલી રહ્યા છે, એક મહિનામાં 10 લાખ ઈમેલ મોકલી ધમકાવ્યા




કોરોના પર રિસર્ચનો ડેટા ચોરી હેકરો 5 કરોડ રૂપિયાથી લઈને 23 કરોડ રૂપિયા સુધીની ખંડણી વસૂલી રહ્યા છે. સાઈબર રિસર્ચર એજન્સી પ્રૂફપોઈન્ટ અનુસાર ગત મહિને હેકરોએ આવી ખંડણી માટે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ગ્રીક અને ઈટાલી સહિત અનેક દેશોમાં જુદી જુદી સંસ્થાઓને આશરે 10 લાખ ઈમેલ મોકલી ધમકાવ્યા હતા. હેકર ગ્રૂપ નેટવૉકરે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનાં કમ્પ્યુટરોમાં માલવેર નાખી દીધું હતું. આ કમ્પ્યુટરમાં કોરોના રિસર્ચ સંબંધિત માહિતીઓ હતી. પછી હેકરોએ ડાર્કવેબના માધ્યમથી ખંડણી માગી. ડાર્ક વેબ પર ઉપલબ્ધ આ હેકર ગ્રૂપનું પેજ એક સામાન્ય કસ્ટમર સર્વિસની વેબસાઈટ જેવો દેખાય છે. તેમાં એક તરફ સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો છે તો બીજી બાજુ પોતાના સોફ્ટવેરની ફ્રી સેમ્પલ ઓફર અને એક લાઈવ ચેટની સુવિધાનો વિકલ્પ છે. એક જગ્યાએ કાઉન્ટડાઉન ટાઈમ છે. તેના પર જેમ જેમ સમય ઓછો થાય છે, હેકરો ખંડણીની રકમ બમણી કરે છે કાં પછી માલવેરના માધ્યમથી જે ડેટા એકઠો કર્યો છે , તેને મિટાવી દે છે.

9 કરોડમાં હેકરોએ ડીલ ફાઇનલ કરીહેકરોએ યુનિવર્સિટીને મેસેજ મોકલી 23 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. યુનિવર્સિટીએ કહ્યું કે કોરોના સંકટને લીધે તે 6 કરોડ રૂપિયા જ આપી શકે છે. છેવટે 9 કરોડ રૂપિયામાં ડીલ થઈ. યુનિવર્સિટીએ બિટકોઈનના માધ્યમથી હેકર ગ્રૂપના ઈ-વૉલેટમાં ખંડણીની રકમ મોકલી. તેના પછી યુનિવર્સિટીને રેનસમવેર ડિક્રિપ્શન સોફ્ટવેર મળી શક્યું.

અમેરિકી, યુરોપિયન તપાસ એજન્સીઓએ મામલા શેર કરવા કહ્યુંસુરક્ષા એજન્સીઓ એફબીઆઈ, યુરોપોલ અને બ્રિટનની નેશનલ સાઈબર સિક્યોરિટી સેન્ટરે રિસર્ચ ટીમોને હેકરથી સાવધાન રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે તે ડિજિટલ ખંડણીના મામલા શેર કરે. રિસર્ચ એજન્સીઓ કહે છે કે ગુનાઈત સાઈબર ગેંગ એવા સોફ્ટવેરનો ઉપયોગ વધારે પસંદ કરે છે જેનાથી કમ્પ્યુટરથી એક જ વખતમાં સંપૂર્ણ ડેટા ડાઉનલૉડ થઈ જાય.







પ્રતિકાત્મક તસવીર