કોરોનાના દર્દીઓના અંતિમ વિધિ કરતા કર્મીઓની માંગ, કહ્યું: 'અમને વીમા કવચ આપો અથવા પાલિકામાં સમાવો, સતત મોતનો ભય સતાવે છે'

કોરોનાના દર્દીઓના અંતિમ વિધિ કરતા કર્મીઓની માંગ, કહ્યું: 'અમને વીમા કવચ આપો અથવા પાલિકામાં સમાવો, સતત મોતનો ભય સતાવે છે'



વડોદરાના ખાસવાડી સહિતના સ્મશાનમાં કોરોનાના દર્દીઓની ગેસ ચિતામાં અંતિમ ક્રિયા કરનાર કર્મચારીઓએ વીમા કવચ અથવા પાલિકાના સ્ટાફમાં સમાવવાની માંગણી કરી છે. કર્મચારીઓએ જણાવ્યું કે, અમને રૂપિયા 9 હજાર પગારમાં પોસાતું નથી. અમને સતત મોતનો ભય સતાવે છે.

ખાસવાડી સ્મશાનમાં કર્મચારીઓએ દેખાવો કર્યાં વડોદરામાં કોરોનાનો ભોગ બનેલા દર્દીઓના મોતનો આંક દિવસે-દિવસે વધી રહ્યો છે. કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ વડોદરામાં નિર્ધારીત કરેલા સ્મશાનો સ્થિત ગેસ ચિતામાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આ ગેસ ચિતા ઉપર માસિક 9 હજાર રૂપિયાના પગારમાં કામ કરી રહેલા 25 જેટલા કર્મચારીઓએ વીમા કવચ આપવા અથવા પાલિકામાં સમાવી લેવાની માંગ સાથે આજે ખાસવાડી સ્મશાનમાં જલારામ સેવા ટ્રસ્ટના સુપરવાઇઝર અનુરાગ પાંડેની આગેવાનીમાં દેખાવો કર્યાં હતા અને પોતાની માંગ માટે સૂત્રોચ્ચાર કર્યાં હતા.

કર્મચારીઓ અંતિમ વિધિ કરતી વખતે દાઝી પણ ગયા છે જલારામ સેવા ટ્રસ્ટના સુપરવાઇઝર અનુરાગ પાંડેએ જણાવ્યું હતું કે, વડોદરાના ખાસવાડી, અકોટા, નિઝામપુરા, ગોત્રી અને વાસણા સ્મશાનની ગેસ ચિતા ઉપર કોવિડ-19 દર્દીઓની અંતિમ ક્રિયા માટે 25 જેટલા કર્મચારીઓ માસિક રૂપિયા 9 હજારના પગારમાં નોકરી કરી રહ્યા છે. આ કર્મચારીઓને હવે મોતનો ભય સતાવી રહ્યો છે. કર્મચારીઓ કામ કરતી વખતે દાઝી પણ ગયા છે. પરંતુ, કામ કરી રહ્યા છે. જેથી અમારા કર્મચારીઓને વીમા સુરક્ષા કવચ પરૂ પાડવા માંગ છે. જો કર્મચારીઓને સુરક્ષા કવચ પૂરું પાડવું ન હોય તો પાલિકામાં તેમનો સમાવેશ કરી લેવા માંગણી છે.

પ્રશ્ન નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી સુપરવાઇઝરે ચીમકી આપતા જણાવ્યું હતું કે, 24 કલાક ગેસ ચિતા ઉપર કોવિડ-19ના મૃતકોની અંતિમ ક્રિયા કરી રહેલા કર્મચારીઓનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો, ન છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. અને આ કામ બીજા કોન્ટ્રાક્ટર સાથે કરાવી લેવા જણાવ્યું છે.







Funeral employee demand of Give us insurance cover or include us in the municipality constant fear of death haunts us