કોરોનાના ગંભીર દર્દીઓને આપવામાં આવતા ટોસિલિઝુમેબની જગ્યાએ ઈટોલીઝુમેબ ઈન્જેક્શનની ગુજરાતે ખરીદી કરી

કોરોનાના ગંભીર દર્દીઓને આપવામાં આવતા ટોસિલિઝુમેબની જગ્યાએ ઈટોલીઝુમેબ ઈન્જેક્શનની ગુજરાતે ખરીદી કરી



ગુજરાતમાં કોરોનાનાં ગંભીર દર્દી માટે વપરાતા ટોસિલિઝુમેબ જેવા જ ઇટોલીઝુમેબ ઇન્જેક્સન આપવામાં આવશે. જેની કિંમત ટોસિલિઝુમેબ કરતા 25 ટકા ઓછી છે.ગુજરાતને હવે 500 ઇટોલીઝુમેબ ઈન્જેક્શન મળ્યા છે.બેંગ્લોરમાં બનતા આ ઇન્જેક્સન હવે ગુજરાતમાં મળશે. જેના 4 ડોઝનો કોર્સ હોય છે.ઇટોલીઝુમેબ નામના નવા ભારતીય ઈન્જેકશન ભારત સરકારની મંજૂરી બાદ ગુજરાતને સ્ટોક મળ્યો છે. કેન્દ્ર સરકારે મજૂરી આપ્યા બાદ ગુજરાત સરકારે તેની ખરીદી કરી છે.

સાઈટોકીન સ્ટોર્મ અટકાવે છે ટોસિલિઝુમેબ નામના ઈન્જેકશન સાઇટોકીન સ્ટોર્મ અટકાવી દર્દીને સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે. પરંતુ હાલ ઈટોલીઝુબામ નામના ઈન્જેકશન પણ સાઈટોકીન સ્ટોર્મ અટકાવી ગંભીર પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓને સારા થવામાં એટલા જ મદદરૂપ થાય છે, તથા તેની અસર પણ ટોસિલિઝુમેબ જેવી જ હોય છે એમ તબીબી અધિક્ષક, નવી સિવિલ હોસ્પિટલ, સુરતની યાદીમાં જણાવાયું છે.

કોવિડ-19ના દર્દી માટે મંજૂરી અપાઈ બાયોકોન કંપની મૂળ બેગ્લોરની છે ઇટોલીઝુમેબ ઇન્જેક્સન બનાવે છે, જે સોરાયસીસ માટે વપરાતુ ડ્રગ છે. કેન્દ્ર સરકારે મજૂરી આપ્યા બાદ ગુજરાત સરકારે તેની ખરીદી કરી છે. ડીસીજીઆઈ (ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા)એ તેના કોવિડ-19 દર્દી માટે ઉપયોગને મંજૂરી પણ આપી દીધી છે.







પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે