શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા માતૃ સંસ્થાના ઉપક્રમે રાજ્યના અલગ-અલગ સ્થળેથી પાંચ હજારથી વધુ બ્રાહ્મણ ઓનલાઈન જનોઈ બદલશે. સંસ્થાના પ્રમુખ અનિલ શુક્લાના જણાવ્યાનુસાર દર વર્ષે સમગ્ર રાજ્યમાંથી આશરે પાંચ હજારથી વધુ ભૂદેવો યજ્ઞોપવીત ધારણ કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના જેવી મહામારીના કારણે ઝૂમ એપ્લિકેશનથી રાજ્યના વિવિધ સ્થળેથી ભૂદેવો નવી જનોઈ ધારણ કરશે. આ વર્ષે ભદ્રા યોગ હોવાથી 09:25 કલાકે બાદ યજ્ઞોપવીતની વિધિ શરૂ કરવામાં આવશે. સમગ્ર વિધિ 2 કલાકમાં પૂર્ણ થશે.
એકી સંખ્યામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો લોકભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ચાલતા પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ ઉપર શુદ્ધ જળ સાથે કાચા દૂધમાં કાળા તલ નાખીને દેવાધિદેવ મહાદેવને ચઢાવવાથી ભૌતિક જગતનું સુખ સાથે મોક્ષ મળે છે. તેમજ કમળના પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા આજના દિવસે શિવપુરાણમાં આલેખાયો છે. વિદ્યાર્થીગણે આજના દિવસે વિદ્યાની પ્રાપ્તિ માટે ગાયના દૂધનો અભિષેક કરવો તેમજ વિદ્વાનો પાસે રુદ્રાભિષેક પણ કરાવી શકાય. એકી સંખ્યામાં “મહામૃત્યુંજય જપ”કરવાથી આયુ, આરોગ્ય ની સુખાકારી વધશે તેમ જ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. સાથો સાથ રુદ્રી પાઠનું શ્રવણ કે વાંચન પણ કરવાનું વિશિષ્ટ બનશે.
તપોધન અને ખેડવાબાજ યુવા બ્રહ્મ સમાજના 500થી વધુ સભ્ય ઓનલાઈન યજ્ઞોપવીતમાં જોડાશે તપોધન બ્રહ્મ સમાજ દ્વારા ફેસબુકના માધ્યમથી ઓનલાઈન યજ્ઞોપવિતનો કાર્યક્રમ કરવામાં આવશે. તપોધન બ્રાહ્મણ સમાજના પ્રમુખ પાર્થ રાવલના જણાવ્યાનુસાર વહેલી સવારે 10 વાગ્યા બાદ સમગ્ર વિધિ શરૂ કરવામાં આવશે. આ વિધિમાં 50થી વધુ બ્રહ્મ સમાજના અગ્રણીઓ જોડાશે. સાથે સાથે ખેડવાબાજ બ્રહ્મ સમાજના 500થી વધુ ભૂદેવો દ્વારા પણ ઓનલાઇન યજ્ઞોપવીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શાસ્ત્ર મુજબ બહેન, માતા અને ગુરુ રક્ષા બાંધી શકે શાસ્ત્ર મુજબ માતા,ગુરુ અને બહેન એ રક્ષાસૂત્ર બાંધી શકે છે. આ ઉપરાંત ભૂદેવ પોતાના યજમાનને રાજપુરોહિત રાજાને પણ રક્ષા સૂત્ર બાંધે છે.રક્ષાસૂત્ર એ સામાન્ય નથી પરંતુ શ્રદ્ધાપૂર્વક પહેરવામાં આવેલું રક્ષાસૂત્ર વ્યક્તિને અનેક મુશ્કેલીઓમાં ઉગારી છે.તેનું ઉત્તમ ઉદાહરણ મહાભારતમાં જોવા મળે છે જેમાં કુંતા માતાએ પોતાના પૌત્ર અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને તેનાથી છ-છ કોઠા હેમખેમ પાર ઊતર્યો હતો. > પ્રદ્યુમન ભટ્ટ, જ્યોતિષિ
ફાઇલ તસવીર