Translate to...

કોરોનાને કારણે આ વખતે નવરાત્રિમાં ક્લબો, પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજૂરી મળવાની શક્યતા નથી, દહેશતને કારણે ખેલૈયાઓ ઓછા આવશે

કોરોનાને કારણે આ વખતે નવરાત્રિમાં ક્લબો, પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજૂરી મળવાની શક્યતા નથી, દહેશતને કારણે ખેલૈયાઓ ઓછા આવશે
કોરોના મહામારીને કારણે આ વર્ષે શહેરની ક્લબો, પાર્ટીપ્લોટો અને ફાર્મહાઉસમાં નવરાત્રિના ગરબાનું આયોજન નહિ થઈ શકે. ઓક્ટોબરમાં આવનારી નવરાત્રિના આયોજન માટે શહેરના કેટલાક મોટાગજાના આયોજકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી રજૂઆત કરી હતી. જોકે મુખ્યમંત્રીએ રજૂઆત સાંભળ્યા બાદ જુલાઈના અંત સુધીમાં યોગ્ય નિર્ણય લેવા માટે જણાવ્યું હતું, પરંતુ જે રીતે સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતાં રમજાન ઇદ, રથયાત્રા, બાદ નવરાત્રીમાં પણ સરકાર ક્લબો, પાર્ટી પ્લોટોમાં રાસ-ગરબા યોજવા માટે મંજૂરી નહિ આપે તેવું ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે.

ગરબા યોજશે તો આયોજકને નુકસાન થશેશહેરમાં દર વર્ષે ક્લબો, પાર્ટી પ્લોટ્સ, ફાર્મ હાઉસ મળી 80થી 90 જગ્યાએ રાસ-ગરબા યોજાતા હતા. ગયા વર્ષે દિવાળી સુધી વરસાદ ચાલુ રહ્યો હોવાથી 65 આયોજકોએ રાસ-ગરબાનું આયોજન કર્યું હતું. જ્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે એક પણ ક્લબ, પાર્ટી પ્લોટમાં ગરબા નહિ યોજાય તેવો સૂર પોલીસની સાથે આયોજકોનો પણ છે. તેમાં પણ જો સરકાર સોશિયલ ડિસ્ટન્સ સાથે એટલે કે ગ્રાઉન્ડની કેપિસિટી કરતાં 30થી 40 ટકા ઓછા લોકો સાથે ગરબા યોજવાની મંજૂરી આપે તો તે રીતે ગરબા યોજવામાં પણ આયોજકોને નુકસાન થાય તેમ છે.

દહેશતને કારણે કોઇ રમવા નહીં આવેઆયોજકોનું માનવું છે કે, જો જુલાઈ મહિનાના અંત સુધીમાં ગરબા યોજવા અંગે નિર્ણય લેવાય તો પણ છેલ્લી ઘડીના નિર્ણયથી રાસ-ગરબા યોજવાનું અઘરું સાબિત થઈ શકે છે. સરકાર રાસ-ગરબાના આયોજનની મંજૂરી આપશે તો પણ ખેલૈયા ગરબા રમવા નહીં આવે તેવી દહેશતને કારણે પણ ઘણા આયોજકો રાસ-ગરબા યોજવાના મૂડમાં નથી.

‘છેલ્લી ઘડીએ મંજૂરી મળશે તો પણ અમે ગરબા નહીં યોજીએ’સિંધુ ભવન રોડ પર આવેલા પાર્ટી પ્લોટના આયોજકોએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જો સરકાર છેલ્લી ઘડીએ રાસ ગરબા યોજવા માટે મંજૂરી આપશે તો પણ અમારા મારે આયોજન કરવું અઘરું પડી જશે. સામાન્ય રીતે અમારે 3 મહિના પહેલાથી નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવી પડે છે. છેલ્લી ઘડીએ સ્પોન્સર શોધવાથી માંડીને તમામ તૈયારીઓ કરવી અશક્ય છે.

‘સરકારે મેમ્બરો માટે પણ ક્લબો બંધ રાખી છે, તો નવરાત્રિમાં ગરબા માટે તો કેવી રીતે મંજૂરી આપશે’કોરોનાના કારણે છેલ્લા 4 મહિનાથી ક્લબો મેમ્બરો માટે પણ બંધ રાખવામાં આવી છે. જોકે સરકાર મેમ્બરોને પણ ક્યારે ક્લબમાં જવા માટે મંજૂરી આપશે તે હજુ નક્કી નથી ત્યારે આ વર્ષે સરકાર ગરબા માટે મંજૂરી આપે તેવું લાગતું નથી. - રક્ષિત પટેલ, ડિરેક્ટર, રાજપથ ક્લબ

‘જો મંજૂરી મળશે તો ગરબા યોજવા અંગે વિચાર કરીશું’આમ તો સરકાર રાસ-ગરબા યોજવા માટે મંજૂરી આપે તેવું લાગતું નથી તેમ છતાં પણ જો સરકાર મંજૂરી આપશે તો ગરબા યોજવા અંગે વિચારીશું, પરંતુ લોકોમાં કોરોનાનો ડર એટલો બધો છે કે ખેલૈયા પણ ગરબા રમવા જતા વિચારશે. - મિશાલ પટેલ, સેક્રેટરી, રાજપથ ક્લબફાઇલ તસવીર