Translate to...

કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવે, શાળાઓ ખોલવાનો નિર્ણય વાઈરસ ટ્રાન્સમિશન પર આધારિત હોવો જોઈએ-અમેરિકાના ચેપી રોગ નિષ્ણાત

કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવે, શાળાઓ ખોલવાનો નિર્ણય વાઈરસ ટ્રાન્સમિશન પર આધારિત હોવો જોઈએ-અમેરિકાના ચેપી રોગ નિષ્ણાતઅમેરિકાના ચેપી રોગ નિષ્ણાત ડો. એન્થની સ્ટીફન ફોસીએ કોરોનાવાઈરસના વધતા કેસોને અટકાવવા માટે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ભલામણ કરી છે. ફોસીએ સલાહ આપી છે કે, કોરોનાના વધતા જતા કેસોવાળા રાજ્યોએ ખાસ કરીને દક્ષિણ રાજ્યોએ ગાઈડલાઈનનું કડક પાલન કરવાની જરૂર છે.

વોશિંગ્ટન પોસ્ટને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ફોસીના જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ સ્કૂલોમાં બાળકોને રાખવા માટે "શક્ય એટલા શ્રેષ્ઠ" પ્રયાસ કરવા જોઈએ. સાથે તે વાત પર પણ ભાર મૂક્યો કે સ્કૂલો ફરી ખોલવાનો નિર્ણય વ્યક્તિગત સમુદાયોમાં વાઈરસ ટ્રાન્સમિશનના સ્તર પર આધારિત હોવો જોઈએ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી ઝુંબેશમાં સ્કૂલ ખોલાવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. અમેરિકામાં ત્રણ મહિના બાદ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે.

ફ્લોરિડા, ટેક્સાસા અને કેલિફોર્નિયામાં સૌથી કફોડી પરિસ્થિતિ વોશિંગ્ટન પોસ્ટના ડેટાના જણાવ્યા પ્રમાણે, ફ્લોરિડા, ટેક્સાસ અને કેલિફોર્નિયામાં સૌથી ખરાબ હાલત છે. આ ત્રણેય રાજ્યોમાં ગુરુવારે 500થી વધુ લોકોના મૃત્યુ થાય હતા. ફ્લોરિડા અને ટેક્સાસે એક દિવસમાં સૌથી વધારે મૃત્યુઆંકનો નવો રેકોર્ડ બનાવ્યો છે. વ્હાઇટ હાઉસના કોરોનાવાઈરસ ટાસ્ક ફોર્સના કો-ઓર્ડિનેટર ડેબ્રો બ્રિક્સે આ રાજ્યોની તુલના ન્યૂયોર્ક સાથે કરી રહ્યા છે, જે પહેલા અમેરિકાનું એપિસેન્ટર હતું.

અસરગ્રસ્ત લોકોમાં લાંબા સમય સુધી કોરોના રહે છે સંક્રમણથી અસરગ્રસ્ત લોકોમાં કોરોનાવાઈરસ લાંબા સમય સુધી રહે છે. આ સ્થિતિમાં એ લોકોમાં પણ જોવા મળી રહ્યા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. CDCના નવા રિપોર્ટમાં સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19થી પ્રભાવિત 35 ટકા લોકો જેઓ પોતાની સારવાર જાતે કરવામાં સક્ષમ હતા, તેઓની સ્થિતિ ટેસ્ટના બે ત્રણ સપ્તાહ બાદ સામાન્ય નથી થઈ.

રાહત પેકેજ સમાપ્ત થતા છટણીમાં વધારો થયો કોરોના મહામારીથી બચવા માટે શરૂ કરવામાં આવેલા પે-ચેક પ્રેટેક્શન પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. રાહત પેકેજ સમાપ્ત થયા પછી સમગ્ર દેશમાં છટણીમાં વધારો થયો છે. ઘણા મહિનાઓ પછી નવા બેરોજગારોની સંખ્યા ગયા મહિને વધી ગઈ હતી. હવે વ્હાઈટ હાઉસ અને રિપબ્લિકેશન એક નવા રાહત પેકેજને લઈને મૂંઝવણમાં છે.

20 ટકા લોકોને ભાડાનું મકાન ખાલી કરવાનું જોખમ બેરોજગારીના વધારા સાથે ફેડરલની તરફથી આપવામાં આવેલ મોરાટોરિયમની મુદત પણ પૂરી થવા આવી છે. લગભગ 110 મિલિયન (11 કરોડ) અમેરિકન ભાડાના મકાનમાં રહે છે. તેમાંથી 20 ટકા પર 30 સપ્ટેમ્બર સુધી ઘર ખાલી કરવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

કોણ છે ડો. ફોસી ડો. એન્થની ફોસી મહામારીના નિષ્ણાત છે અને છેલ્લા ચાર દાયકાથી અમેરિકામાં કામ કરી રહ્યા છે. ફોસી છેલ્લા ત્રણ દાયકાથી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફીસિયસ ડિસીઝના ડાયરેક્ટર છે. 1980માં એડ્સનો સામનો કરવામાં ડો. ફોસી ફ્રન્ટલાઈન પર હતા. ઈબોલા અને ઝિકા વાઈરસ જેવી મહામારીનો સામનો કરવામાં પણ ડો. ફોસીનું મોટું યોગદાન છે.Should lockdowns be re-imposed in states most affected by corona, decision to open schools should be based on virus transmission: US Infectious Diseases Specialist