Translate to...

કોરોનાકાળમાં TV-OTT પ્લેટફોર્મનો દબદબો, એવરેજ ટાઇમ સ્પેન્ટમાં માર્ચથી લઇને અત્યાર સુધી 60%નો વધારો નોંધાયો

કોરોનાકાળમાં TV-OTT પ્લેટફોર્મનો દબદબો, એવરેજ ટાઇમ સ્પેન્ટમાં માર્ચથી લઇને અત્યાર સુધી 60%નો વધારો નોંધાયો
દેશમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયા બાદ આજે એકપણ ઇન્ડસ્ટ્રી એવી નથી જેને નુકસાન ન પહોંચ્યું હોય. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ પણ કરોડોનું નુકસાન વેઠ્યું છે. તેમજ, ટીવી પર ઘણા શો બંધ કરવાની નોબત આવી ગઈ છે. પરંતુ કોરોનાકાળમાં TV-OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મને મોટો ફાયદો થયો છે. કેટલીક એવી ફિલ્મો છે જે થિયેટર્સને બદલે આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે અને ભવિષ્યમાં થવા જઈ રહી છે. આ બદલાતા ટ્રેન્ડના કારણે દર્શકોની સાથે નવા પ્લેટફોર્મને પણ ફાયદો પહોંચ્યો છે.

OTT માર્કેટ લેન્ડસ્કેપ રિપોર્ટ 2020માં જણાવ્યાનુસાર, ભારતમાં અત્યારે વીડિયો, મ્યૂઝિક, પોડકાસ્ટ અને ઓડિયો સ્ટ્રીમિંગ કેટેગરીના 95 OTT પ્લેટફોર્મ છે. લોકડાઉન શરૂ થતાં માર્ચથી શરૂ થઇને અત્યાર સુધી OTT પ્લેટફોર્મ પર ઇન્ડિયન યુઝર્સના એવરેજ ટાઇમ સ્પેન્ડમાં આશરે 60%નો વધારો થયો છે.

દરેક પ્રકારના યુઝર્સ માટે તેમને ગમે એવું કન્ટેન્ટકોરોના લોકડાઉનને કારણે ત્રણ મહિનામાં જ્યારે થિયેટર્સ બંધ થઈ ગયા તો લોકો માટે ટીવી અને મોબાઇલ-લેપટોપ પર ચાલનારા OTT પ્લેટફોર્મ એન્ટરટેઇનમેન્ટનું સાધન બન્યા. આ દરમિયાન તેના દર્શકોમાં ઘણો વધારો નોંધાયો. ત્રણ મહિના લોકો સતત તેમના ઘરમાં બંધ રહ્યા. એવામાં ટીવી શોઝ સાથે મહિલાઓ અને ગૃહિણીઓએ ન્યૂઝ ચેનલોમાં પણ રસ દાખવ્યો.

ઓરમેક્સ મીડિયાના શૈલેષ કપૂરનુંમાનવું છે કે, આવનારા બે વર્ષો સુધી ન્યૂઝ ચેનલ્સને ફાયદો થવાનો છે. જ્યાં સુધી કોરોના વાઇરસ સાથે સંકળાયેલા સમાચારો ન્યૂઝ ચેનલો પર બતાવવામાં આવશે, લોકોનો રસ તેમાંથી ઓછો નહીં થાય.

ડેટા લેબ્સના રિપોર્ટ અનુસાર, એપ્રિલ 2020માં લોકડાઉન દરમિયાન ઓનલાઇન કન્ટેન્ટનો ખર્ચ 35% વધ્યો.

OTT પ્લેટફોર્મને ફાયદોલોકડાઉન સાથે જ દેશભરમાં થિયેટર્સને પણ તાળાં લાગી ગયાં છે. એવામાં તમામ થિયેટર્સ લવર્સ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર અને અને અન્ય OTT પ્લેટફોર્મ તરફ વળ્યા છે.

પરિણામે હવે મહિનાઓથી અટકેલી ફિલ્મોને પણ આ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. તેમજ, ઘણા મોટા OTT પ્લેટફોર્મવાળાઓએ પણ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા ફિલ્મોના રાઇટ્સ ખરીદવા માટેમોટી રકમ ઇન્વેસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે.

આ ફિલ્મો ડિજિટલી રિલીઝ થશે

આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ગુલાબો-સિતાબો 12 જૂનના રોજ એમેઝોન પ્રાઇન પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ પેલા થિયેટરમાં રિલીઝ થવાની હતી. પરંતુ લોકડાઉનની પરિસ્થિતિ જોતા મેકર્સે આ ફિલ્મને ડિજિટલી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત, આ ફિલ્મો પણ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

દિલ બેચારા – ડિઝ્ની પ્લસ હોટસ્ટાર – 24 જુલાઈ શકુંતલા દેવી – એમેઝોન પ્રાઇમ – 31 જુલાઈ 2020 ગુંજન સક્સેના – નેટફ્લિક્સ ઝુંડ – એમેઝોન પ્રાઇમ લુડો – એમેઝોન પ્રાઇમ લક્ષ્મી બોમ્બ – ડિઝ્ની પ્લસ હોટસ્ટાર સડર 2 – ડિઝ્ની પ્લસ હોટસ્ટાર ભુજ – પ્રાઇડ ઓફ ઇન્ડિયા – ડિઝ્ની પ્લસ હોટસ્ટાર બિગ બુલ - ડિઝ્ની પ્લસ હોટસ્ટાર લુટકેસ - ડિઝ્ની પ્લસ હોટસ્ટાર ખુદા હાફિઝ - ડિઝ્ની પ્લસ હોટસ્ટારOTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી અપકમિંગ ફિલ્મો.

આ ફિલ્મો સિવાય ઇંદુ કી જવાની, રૂહી અફ્ઝા, મિમી વગેરે જેવી ફિલ્મો પણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનની ફિલ્મ રાધે પણ ડિજિટલી રિલીઝ થશે. જો કે, મેકર્સે મોટું બજેટ રિકવર ન થઈ શકવાને કારણે આ વિચાર માંડી વાળ્યો છે.

IPL ન થવાથી હોટસ્ટારને નુકસાન

ઓરમેક્સ મીડિયાના શૈલેષ કપૂર જણાવે છે કે, દર વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવતી હતીસ જેને કારણે યુવાનો દ્વારા બહુ સબ્સ્ક્રિપ્શન્સ મેળતાં હતાં. પરંતુ આ વર્ષે આ રોગચાળાને કારણે IPL ન યોજાઈ અને હોટસ્ટારને બહુ નુકસાન વેછવું પડ્યું. હવે હોટસ્ટારે ડિઝ્નીનું કન્ટેન્ટ પણ બતાવવાની શરૂઆત કરી, જેનાથી થોડું ઘણું બેલેન્સ જળવાઈ રહ્યું. હોટસ્ટારે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર VIP શરૂ કર્યું છે, જેમાં ઘણી મોટી ફિલ્મો દર્શાવવામાં આવશે. જેથી, વધુ દર્શકોને આકર્ષિત કરી શકાય.

હવે પ્રોડ્યુસર્સના ધક્કા નહીં ખાવા પડે – સુભાષ ઘાઈનેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને અભિલાષા પ્રોડક્શને તાજેતરમાં જ ઇન્ટરનેશનલ વેબીનાર ઇનસાઇટ 8.0નું આયોજન કર્યું હતું. તેમાં બોલિવૂડ અને હોલીવુડની હસ્તીઓ સામેલ થઈ હતી. તેમાં ડિજિટલ મીડિયાના વિસ્તરણ દ્વારા સર્જાયેલી તકો અને સિનેમા દ્વારા આવતા પડકારોની ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇએ જણાવ્યું હતું કે, કોવિડ -19 દરમિયાન OTT પ્લેટફોર્મ વિસ્તર્યું હોય પરંતુ દેશમાં મલ્ટીપ્લેક્સ અને થિયેટર્સનો કોઈ વિકલ્પ નથી.

વેબ સિરીઝ અથવા ફિલ્મ દરેક માટે સૌથી મહત્ત્વપૂર્ણ કન્ટેન્ટ છે. લોકો લોકલ કન્ટેન્ટ પસંદ કરે છે. પરંતુ તેને કહેવાની રીત આવવી જોઇએ. સુભાષ ઘાઇના કહેવા પ્રમાણે, ડિજિટલ પ્લેટફોર્મ હોવાને કારણે કોઈ પણ પ્રોડક્શન હાઉસના હવે ધક્કા ખાવાની જરૂર નથી. જો કન્ટેન્ટ મજબૂત હશે તો તેને બતાવવા કોઇપણ તૈયાર થઈ જશે અને પછી તે આવકનું સાધન બનશે.

જૂના શોના ફરીથી પ્રસારણને કારણે ચેનલની TRP વધી છે

કોવિડ 19 ને કારણે તમામ ટીવી શોનું શૂટિંગ 19 માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ દૂરદર્શન સહિત અનેક ચેનલોએ 90 ના દાયકાના લોકપ્રિય શોને ફરીથી પ્રસારિત કરવાનું નક્કી કર્યું હતું. 'રામાયણ' અને 'મહાભારત' શોને એટલો પ્રેમ મળ્યો કે ટોપ 10 ચેનલોના લિસ્ટમાં બહાર નીકળી ગયેલા દૂરદર્શનના શો એકવારમાં જ પ્રથમ નંબર પર પહોંચી ગયા. તેમજ, આ શો BARCની TRP રિપોર્ટ લિસ્ટમાં પણ ફર્સ્ટ આવ્યો.

એપ્રિલમાં જાહેર કરવામાં આવેલીBARCની TRP રિપોર્ટ

રામાયણ શોના ફરી પ્રસારણે વર્લ્ડ રેકોર્ડ તોડ્યોલોકડાઉન પછી, રામાનંદ સાગરનો લોકપ્રિય શો 'રામાયણ' 27 માર્ચથી ફરીથી પ્રસારણ કરવામાં આવ્યો હતો. શોનો પહેલો એપિસોડ 1 કરોડ 70 લાખ લોકોએ જોયો. આ શોને એટલો પ્રેમ મળ્યો કે તેણે વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. ચેનલને ટ્વિટર પર જાણ કરવામાં આવી હતી કે રામાયણના રિપ્લેએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આ શોને 7.7 કરોડ દર્શકોએ જોયો છે. આ સાથે તે વિશ્વનો સૌથી વધુ જોવાયેલ શો પણ બની ગયો. દૂરદર્શન બાદ હવે તેને સ્ટાર ભારત પર બતાવવામાં આવી રહેયો છે અને તે હજી પણ TRPના લિસ્ટમાં ટોપ પર છે.

ટોપ 5 હાઇ રેટિંગવાળા શોમાં ત્રણ જૂના શો સામેલ હતા.

લોકડાઉનના કારણે આ શો ઓફ એર થશેત્રણ મહિનાના લોકડાઉનને કારણે હવે ઘણા શો ટૂંક સમયમાં બંધ થઈ રહ્યા છે. આમાં 'એક્સ્ટ્રીમ 2', 'નજર 2', 'દિલ જૈસે ધડકને દો', 'પટિયાલા બેબ્સ', 'ઇશારો-ઇશારો મેં', 'દાદી અમ્મા દાદી અમ્મા માન જાઓ', 'ઇશ્ક સુભન અલ્લાહ', 'યે જાદૂ હૈ જીન્ન કા' વગેરે સામેલ છે.

મેકર્સનું માનવું છે કે, ત્રણ મહિના પછી શો શરૂ કરવા પર દર્શકોને ફરીથી વાર્તા સાથે કનેક્ટ કરી શકવા બહુ મુશ્કેલ હશે. તેથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે બીજા સમાચાર એ પણ છે કે એકતા કપૂરનો શો 'નાગિન 4' પણ ટૂંક સમયમાં પૂરો થઈ જશે અને 'નાગિન 5' શરૂ થશે. તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.The dominance of the TV-OTT platform in the Corona period, the average time span has increased by 60% since March