Translate to...

કોરોનાકાળમાં કોઇને ખુશ કરતા પહેલા તમારું વિચારો, કોઇનો પ્રેમ-સન્માન મેળવવા માટે મર્યાદા બહાર જઇને તેમને ખુશ રાખવા જરૂરી નથી

કોરોનાકાળમાં કોઇને ખુશ કરતા પહેલા તમારું વિચારો, કોઇનો પ્રેમ-સન્માન મેળવવા માટે મર્યાદા બહાર જઇને તેમને ખુશ રાખવા જરૂરી નથી
કોરોના વાઈરસ પછી જ્યારથી અનલૉકનો સમય શરૂ થયો છે ત્યારથી જ લોકો પર કોઈ પણ કાર્યક્રમમમાં મહેમાનોને બોલાવવા પર એક અલગ પ્રકારનું દબાણ થઈ રહ્યું છે. એક્સપર્ટ્સના મતે, આમંત્રણ માટે ના પાડવી અને પોતાના આરામ માટે આસપાસ બાઉન્ડ્રી બનાવવી હવે લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. ખાસ કરીને જે લોકો બીજાને ખુશ જોવા માગે છે તેમના પર હાલ અલગ જ પ્રકારનું દબાણ છે.

લેખિકા, પોડકાસ્ટર તથા સેલ્ફ હેલ્પ બ્લોગ બૅગેજ રિ-ક્લેમની ફાઉન્ડર નતાલી લ્યૂએ કહ્યું કે, જ્યારે આપણે આપણાં કામની પાછળના ‘કેમ’ને લઈ પ્રામાણિક બની જઈશું ત્યારે આપણને એ વાતનો ખ્યાલ આવશે કે આ સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક બની જાય છે. તેમણે કહ્યું કે, કેમનો અર્થ એવો થઈ શકે કે આપણે આ કંટ્રોલ કરવા માગીએ છીએ કે લોકો આપણને કેવી રીતે સમજશે અને આપણે સામે કંઈક પરત મેળવવાની અપેક્ષા રાખીએ છીએ અથવા તો ડરનો અનુભવ કરીએ છીએ.

સાઈકોલૉજિસ્ટ મૉર્ગન મેકેનના મતે, જન્મથી કોઈ લોકોને ખુશ રાખવાનું શીખીને આવતા નથી. વ્યક્તિ સમયની સાથે આ બાબત શીખે છે. કદાચ વ્યવહારિક જીવનના ભાગરૂપે આ બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. શિપન્સબર્ગ યુનિવર્સિટીના સાઈકોલૉજી પ્રોફેસર તોરુ સાતોએ કહ્યું કે, બીજા પ્રત્યે દયાળુ બનવામાં કંઈ જ ખોટું નથી. મુદ્દો એ છે કે શું આપણે આત્મ પ્રેમ તથા આત્મસન્માનના અભાવમાં વળતર તરીકે આમ કરીએ છીએ કે પછી માત્ર દયા ખાતર કરીએ છીએ.

ડિપ્રેશનનું જોખમ જ્યાં એક વ્યક્તિ પોતાના સંતોષ માટે બીજા પર વધુ નિર્ભર હોય છે. આ સોશિયલ સાઈકોલૉજિસ્ટ સોશિયોટ્રોપી કહેવાય છે. એક અભ્યાસ પ્રમાણે, જે લોકો સોશિયોટ્રોપીનું પ્રદર્શન કરતા હોય તેમને ડિપ્રેશનનું જોખમ વધુ રહેલું હોય છે.

પોતાની નામરજી હોવા છતાંય માત્રને માત્ર બીજાને ખુશ કરવા માટે લોકો આવા કામ કરવા તૈયાર થઈ જાય ત્યારે આ લોકો માટે આવી પેટર્ન તોડવી મુશ્કેલ બની જાય છે. જ્યારે આ બાબત તપાસને પાત્ર છે. આ પ્રકારની આદતને પડકાર આપવાથી તમારો સમય, સ્વાસ્થ્યની સુરક્ષા તથા સંબંધોને મજબૂત બનાવવાની તક મળશે.

તમે પહેલેથી જ સારા છો તે વાત જાણો અન્ય લોકોને ખુશ કરનાર વ્યક્તિએ પહેલાં પોતાની સાથેના સંબંધોને નવી દિશા આપવાની જરૂર છે. ડૉક્ટર સાતોએ કહ્યું હતું કે તમે સારા છો અને તમારી સંભાળ રાખવા માટે યોગ્ય છો. તમારે પ્રેમને પાત્ર બનવા માટે કંઈક કરવું અથવા કંઈક બનવાની જરૂર નથી.

સાઈકોથેરપિસ્ટ અકીરા પીટરકિને અનેકવાર પોતાના ક્લાયન્ટ્સને તેમનું મહત્ત્વ બતાવવા માટે કહે છે કે, તેઓ હીરો છે અને તમામ લોકો તેમને ખરીદી શકે તેમ નથી. તેમણે કહ્યું કે લોકોને તમારી લાયકાત પ્રાપ્ત કરવાની જરૂર છે અને તમારી દુકાન પર આવેલા દરેક ગ્રાહકને હીરો વેચવાનો નથી.

વધારે સાચા બનવાનું વચન આપો લોકોને ખુશ કરવા એ છેવટે એક દગો છે. લ્યુએ કહ્યું કે લોકોને ખુશ રાખનારા લોકો ફક્ત તેમની જરૂરિયાતો અને લાગણીઓ પર તો માસ્ક પહેરે જ છે પરંતુ સાથે તે પોતાની જાતને અને બીજાને પણ જૂઠું બોલે છે. આ જૂઠ્ઠાણા સંબંધોના સત્યને નુકસાન પહોંચાડે છે.

લ્યુ આપણને આપણો ડર દૂર કરવા અને પારદર્શક બનવાની સલાહ આપે છે. તેમણે કહ્યું કે, આ રીતે આપણે ચિંતા અને તણાવ ઓછો કરી શકીશું અને આપણા જીવનનો આનંદ માણી શકીશું.

તમારા શરીરનું સાંભળો અકીરા સલાહ આપે છે કે, જ્યારે પણ તમને કોઈ આમંત્રણ મળે ત્યારે તમારા શરીરની પ્રતિક્રિયાઓ જુઓ. જો તમારું શરીર થાકી ગયું હોય તો તેને ના પાડો અને આરામ કરો. જે લોકો તમને સમાન પ્રેમ અને આદર આપતા હોય તેમના ઇન્વિટેશનને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરો. અકીરાએ કહ્યું કે જે લોકોએ આપણામાં રોકાણ કર્યું છે તેમનામાં આપણે વધુ ઇન્વેસ્ટ કરવું જોઈએ.

એવું માની લો કે તમે લોકોને નિરાશ કરી શકો છો

લ્યુએ જણાવ્યું કે, એક આદર્શ વિશ્વમાં લોકોને ખબર હશે કે શું કામ નહીં કરે અને પૂછશે પણ નહીં. પરંતુ વાસ્તવિક જીવનમાં આવું નથી. તેણે કહ્યું કે, જ્યારે તમે તમારી જાતને પ્રાથમિકતા આપશો અને ઇન્વિટેશન લેવાનું બંધ કરશો ત્યારે તમને આંચકો લાગશે. કારણ કે તમને જે નકારાત્મક પ્રતિક્રિયાઓ મળશે તે તમારા ઘણા સંબંધોનું સત્ય જાહેર કરશે.

તેમણે કહ્યું કે, જો કોઈ તમારા ના કહેવાને કારણે તે તમારો સાથે છોડી દે તો તે સંકેત છે કે તમારી 'ના' કહેવી બહુ જરૂરી હતી. ડોક્ટર મેકેને જણાવ્યું કે, લોકોને ખુશ કરનારાઓને એ જાણ હોવી જોઇએ કે અમે ન તો તેને કન્ટ્રોલ કરી શકીએ છીએ કે લોકો શું અનુભવે છે અને ન તો આપણે અન્યની લાગણી માટે જવાબદાર છીએ. તેમણે કહ્યું કે આને માનવાથી ભવિષ્યમાં લોકોને ખુશ કરવાની તમારી આદત ઓછી થઈ જશે.

પ્રેમથી ના પાડી દો

લ્યુ કોઈ ઇન્વિટેશનને ના પાડવા માટે આ પ્રતિક્રિયાઓની સલાહ આપે છે. જો તમે નર્વસ હો તો પ્રતિક્રિયાઓ માટે અગાઉથી તૈયાર કરો અને પ્રેક્ટિસ કરો.હું નહીં આવી શકું પણ આમંત્રણ આપવા બદલ આભાર.આમંત્રણ માટે આભાર. પરંતુ હું હજી સમારોહમાં ભાગ લેવા માટે તૈયાર નથી. ભવિષ્યમાં તેના આયોજન વિશે શું વિચાર છે.હું જાણું છું કે હું સામાન્ય રીતે તમારા આમંત્રણને હા કહીશ, પરંતુ આ વખતે હું આવું નહીં કરી શકું.હું જાણું છું કે તમે નિરાશ છો. પરંતુ હું જોડાવા માટે અસ્વસ્થ છું. હું જાણું છું કે દરેક સામાન્ય વાતાવરણ મળવાની ઉતાવળમાં છે. પરંતુ મને આ બહુ ઉતાવળ લાગી રહી છે.

માની લો કે તમે પ્રગતિ કરી રહ્યા છો તમે લોકોને ખુશ કરનાની તમારી ટેવને એક દિવસ, અઠવાડિયાં અથવા મહિનામાં ભૂંસી નહીં શકો. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે હિંમત છોડી દેવી જોઈએ. વધુ સાચું જીવન જીવવાનો પ્રયત્ન કરો. જો તમે સતત તમારી જાતની આગળ બીજાની જરૂરિયાતોને આગળ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા હો તો મેડિકલ એક્સર્ટ સાથે વાત કરો.

ડોક્ટર મેકેને કહ્યું કે, તમે જેટલું ના કહેવાની વધારે પ્રેક્ટિસ કરશો આ એટલું જ સરળ બની જશે. તમારી જાત સાથે નમ્ર બનો કારણ કે, તમે જે વસ્તુનો પ્રયત્ન કરી રહ્યા છો તેના ફાયદા પણ તમને દેખાશે.Think before you please someone in the Corona period, you don't have to go beyond the limits to get someone's love and respect and keep them happy