કોરોના કાબૂ તરફ, 67 દિવસ બાદ પહેલીવાર નવા કેસ 175થી પણ નીચે, 9 દિવસમાં 6 વાર સિંગલ ડિજિટમાં મોત

કોરોના કાબૂ તરફ, 67 દિવસ બાદ પહેલીવાર નવા કેસ 175થી પણ નીચે, 9 દિવસમાં 6 વાર સિંગલ ડિજિટમાં મોત



શહેર અને જિલ્લા સહિત સતત 12માં દિવસે 250થી ઓછા અને 5 દિવસમાં બીજીવાર 200થી ઓછા 172 કેસ નોંધાયા છે અને 9 દર્દીના મોત થયા છે. 3જુલાઈની સાંજથી 4 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 165 જ્યારે જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. જ્યારે 28 એપ્રિલ બાદ પહેલીવાર 24 કલાકમાં નોંધાયેલા કેસનોઆંકડો 175થી પણ નીચે ગયો છે. આ પહેલા 28 એપ્રિલે 164 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત શહેરમાં 211 અને જિલ્લામાં 17 દર્દી મળીને કુલ 228 દર્દી ડિસ્ચાર્જથયા છે. આ સાથે જ અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 21,715 જ્યારે મૃત્યુઆંક 1,475 થયો છે. તેમજ શહેર-જિલ્લામાં કુલ 16,613 દર્દી સાજા થઇઘરે પરત ફર્યા છે.બોડકદેવ વોર્ડના કોર્પોરેટર દિપ્તીબેન અમરકોટીયા કોરોના પોઝિટિવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

9 દિવસમાં 6 વાર 10થી નીચે મોત નોંધાયાશહેર અને જિલ્લામાં આ પહેલા 27 જૂને 197 અને 28 જૂને 198 કેસ નોંધાયા હતા. 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત, 29 જૂને 9, 30 જૂને 9 મોત,1 જુલાઈએ 8 મોત અને 2 જુલાઈએ 7 મોત, 3 જુલાઈએ 10, 4 જુલાઈએ 9 દર્દીના મોત થયા છે. આમ 9 દિવસમાં 6 વખત 10થી ઓછા મોત નોંધાયા છે.

આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

મહિનો તારીખ કેસ મોત માર્ચ 2020 21 05 00 25 01 01 30 01 00 એપ્રિલ 2020 5 08 00 10 55 00 15 78 03 20 152 06 25 182 03 26 178 19 30 249 12 મે 2020 1 267 16 10 278 18 20 271 26 30 284 24 જૂન 2020 5 324 30 15 327 23 20 306 16 23 235 15 24 215 15 25 238 12 26 219 08 27 211 12 28 211 13 29 236 9 30 197 9 જુલાઈ 2020 1 215 8 2 211 7 3 204 10 4 172 9

છેલ્લા 19દિવસમાં નોંધાયેલા કેસ, મૃત્યુ અને ડિસ્ચાર્જ

તારીખ નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 15 જૂન 327 23 225 16 જૂન 332 21 235 17 જૂન 330 22 223 18 જૂન 317 22 281 19 જૂન 312 21 206 20 જૂન 306 16 418 21 જૂન 273 20 427 22 જૂન 314 16 401 23 જૂન 235 15 421 24 જૂન 215 15 401 25 જૂન 238 12 216 26 જૂન 219 08 210 27 જૂન 211 12 218 28 જૂન 211 13 181 29 જૂન 236 9 171 30 જૂન 197 9 137 1 જુલાઈ 215 8 125 2 જુલાઈ 211 7 161 3 જુલાઈ 204 10 131 4 જુલાઈ 172 9 228 કુલ આંક 4871 278 4885





Corona Ahmedabad LIVE Less than 250 cases were reported on the 11th day in a row