Translate to...

ક્રાઇમ બ્રાન્ચે રેપર બાદશાહની પૂછપરછ કરી, આ કેસમાં અત્યારસુધી 20 લોકોની પૂછપરછ થઇ અને બે લોકોની ધપરકડ

ક્રાઇમ બ્રાન્ચે રેપર બાદશાહની પૂછપરછ કરી, આ કેસમાં અત્યારસુધી 20 લોકોની પૂછપરછ થઇ અને બે લોકોની ધપરકડ




ફેક ફોલોઅર્સ કેસમાં મુંબઈ પોલીસે શુક્રવારે રેપર બાદશાહને ક્રાઇમ બ્રાન્ચે ઓફિસમાં પૂછપરછ માટે બોલાવ્યો. બાદશાહ પર તેના ઇન્સ્ટા અકાઉન્ટ @badboyshah પર નકલી ફોલોઅર્સ વધારવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે તેની પૂછપરછ કરી છે. આ પહેલાં બાદશાહને 3 ઓગસ્ટે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ તે અંગત કારણનો હવાલો આપીને તપાસ માટે પહોંચ્યો ન હતો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર આ કેસમાં અત્યારસુધી 20 લોકોની પૂછપરછ થઇ ચૂકી છે.

Mumbai: Rapper Badshah arrives at Crime Branch for questioning in fake followers racket case. https://t.co/UFZDDgTv1n pic.twitter.com/lYMka18DBf

— ANI (@ANI) August 7, 2020

ફેક ફોલોઅર્સ કેસમાં બોલિવૂડના અમુક ટોપ એક્ટર અને એક્ટ્રેસને પણ તપાસ માટે બોલાવવામાં આવી શકે છે. તેમાં પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, એક્ટ્રેસ સિવાય મેકઅપ આર્ટિસ્ટ, કોરિયોગ્રાફર, અસિસ્ટન્ટ ડિરેક્ટરથી લઈને રાજકારણીઓના નામ પણ સામેલ છે. ફેક ફોલોઅર્સને ઇન્સ્ટાગ્રામની ભાષામાં "Bots" કહેવામાં આવે છે.

ગૃહમંત્રી અનિલ દેશમુખે કેસમાં તપાસના આદેશ આપ્યા ઇન્ડિયન આઇડલમાં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી ભૂમિ ત્રિવેદીએ તેના નામથી ચાલી રહેલા એક ફેક અકાઉન્ટની ફરિયાદ પોલીસને કરી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે તેની તપાસ કરી અને જાણવા મળ્યું કે ઘણા સેલિબ્રિટીઝના લાખો ફોલોઅર્સ PR એજન્સી દ્વારા વર્ચ્યુઅલ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ બાબતે વાત કરી સાઇબર સેલ અને ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપવાનો આદેશ આપ્યો છે.

View this post on Instagram