ક્યાંક 1 લાખ રુ. તો ક્યાંક ફક્ત 50 રુ.નો દંડઃ માસ્ક ન પહેરવા કે જાહેરમાં થૂંકવાના દંડ અંગે દેશભરમાં લાલિયાવાડી

ક્યાંક 1 લાખ રુ. તો ક્યાંક ફક્ત 50 રુ.નો દંડઃ માસ્ક ન પહેરવા કે જાહેરમાં થૂંકવાના દંડ અંગે દેશભરમાં લાલિયાવાડી



કોરોના મહામારીને નાથવા અંગે દરેક રાજ્યો વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે તે પૈકી જાહેરમાં થૂંકવા અને માસ્ક ન પહેરવા અંગે દરેક રાજ્યોએ લાગુ કરેલ દંડની જોગવાઈમાં ભારે અંતર જોવા મળે છે. ઝારખંડ જેવા ટચૂકડા અને પછાત ગણાતાં રાજ્યે રૂ. 1 લાખના દંડની અતિશય આકરી જોગવાઈ લાગુ કરી છે તો કેટલાંક રાજ્યોમાં ફક્ત 200 રૂપિયાના દંડની જોગવાઈ છે.

સ્થાનિક કાયદા હેઠળ જોગવાઈડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ નીતિ વિષયક બાબતો કેન્દ્ર સરકાર હસ્તક હોય છે પરંતુ તેનું અમલીકરણ રાજ્યોના કાર્યક્ષેત્રમાં આવે છે. અમલીકરણ માટે આવશ્યક કાયદાઓનો અમલ કરાવવા માટે પણ રાજ્યો સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે છે. આથી જાહેરમાં થૂંકવું નહિ, જાહેર સ્થળોએ માસ્ક બાંધવો વ. સુચનાઓ કેન્દ્ર સરકાર આપે છે પરંતુ તેનો અમલ ન થાય તો કેટલો દંડ ફટકારવો તેની જોગવાઈ દરેક રાજ્ય સરકાર પોતપોતાની રીતે અને સ્થાનિક કાયદા મુજબ નક્કી કરે છે. એમાં ફેરફાર કરવાનો પણ રાજ્યોનો હક છે.

દંડની મનઘડંત જોગવાઈઝારખંડે રૂ. 1 લાખના દંડની જોગવાઈ રાખી છે તો તેનાંથી તદ્દન સામેના છેડે પ. બંગાળે માત્ર રૂ. 50નો દંડ રાખ્યો છે. ગુજરાતમાં હાલમાં રૂ. 500ના દંડની જોગવાઈ છે, જ્યારે સૌથી વધુ સંક્રમણ કેસ ધરાવનારા મહારાષ્ટ્ર તેમજ દિલ્હીમાં અનુક્રમે રૂ.500થી રૂ.1000 નો દંડ તબક્કાવાર થાય છે. કેરળે ત્રણ તક આપી છે. એ મુજબ, જાહેરમાં થૂંકનાર કે માસ્ક ન પહેરનારને પ્રથમ 3 વખત રૂ.2 હજારથી 10 હજાર સુધી દંડ થાય છે અને ચોથી વખત 6 મહિનાની જેલની સજાની પણ જોગવાઈ છે.







different type of fine in the country for not wearing a mask or spitting in public, News and update