Translate to...

કેબલ બ્રિજ પરથી મહિલાએ પોતાના 20 દિવસના પુત્ર સાથે નદીમાં છલાંગ લગાવી, માતાનો બચાવ, પુત્રની શોધખોળ

કેબલ બ્રિજ પરથી મહિલાએ પોતાના 20 દિવસના પુત્ર સાથે નદીમાં છલાંગ લગાવી, માતાનો બચાવ, પુત્રની શોધખોળ




શહેરના કેબલ બ્રિજ પરથી મહિલાએ પોતાના 20 દિવસના પુત્ર સાથે નદીમાં છલાંગ લગાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે મહિલાને તો બચાવી લીધી છે. જોકે, તેના પુત્રનો હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલી રહી છે.

દુપટ્ટો, ચપ્પલ અને પર્સ મૂકી પુત્ર સાથે બ્રિજ પરથી છલાંગ લગાવીમળતી માહિતી પ્રમાણે, અડાજણ પાલ વિસ્તારમાં SMC આવાસમાં કામિની કમલેશ પરમાર(ઉ.વ.31) રહે છે. કામિનીએ 22 જૂનના રોજ સિવિલ હોસ્પિટલમાં સિઝરથી પ્રસુતીમાં પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, 1.9 કિલોનો પુત્ર અશક્ત હોવાને કારણે તણાવમાં હતી. દરમિયાન બાળક NICU દાખલ હતો, દરમિયાન આજે કામિની પોતાના 20 દિવસના પુત્રને લઈને સિવિલ હોસ્પિટલમાંથી નીકળી ગઈ હતી. કેબલ બ્રિજ પર પહોંચી હતી અને દુપટ્ટો, ચપ્પલ અને પર્સ મૂકી પુત્ર સાથે બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

હજુ સુધી બાળકની કોઈ ભાળ મળી નથીમહિલાએ બાળક સાથે છલાંગ લગાવી હોવાની જાણ થતા લોકો દોડી આવ્યા હતા. જોકે, મહિલા તાપી નદીમાં કીચડમાં ફસાઈ ગઈ હતી. જ્યારે બાળક પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. મહિલાને કીચડમાંથી બહાર કાઢી લીધી હતી. ત્યારબાદ તેના પુત્રની તાપી નદીમાં શોધખોળ હાથ ધરી છે. 3.08ની ઘટના બાદથી ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલી રહી છે. જોકે, હજુ સુધી બાળકની કોઈ ભાળ મળી નથી.

પુત્ર સાથે નદીમાં કૂદવાનું કારણ અકબંધબહેન વૈશાલી રાઠોડે જણાવ્યું હતું કે, કામિનીને 7 મહિનાની દીકરી હતી પણ મૃત્યુ થયું હતું. પતિ રીક્ષા ચાલક છે. આવું કૃત્ય કરવા પાછળનું કોઈ કારણ ખબર નથી. હાલ કામિની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ છે.

માનસિક તણાવમાં પગલું ભર્યુંઃ પતિકમલેશ પરમાર (પતિ) એ જણાવ્યું હતું કે, પ્રસુતિના સમયે કામિનીને ખેંચ આવી ગઈ હતી. જેને લઈ એના મગજમાં શરીરના એક બાજુ લકવો થઈ જશે એવો વિચાર ઘર કરી ગયો હતો. મારૂ અને મારા બાળકનું કોણ ખ્યાલ રાખશે એવા માનસિક તણાવમાં એ બાળક સાથે નદીમાં કૂદી પડી હતી. હાલ કામિની સારવાર હેઠળ છે.







મહિલા કીચડમાં ફસાઈ જતા બચી ગઈ