Translate to...

કુંબલેએ કહ્યું- DRS હોત તો પહેલા જ 10 વિકેટ પૂરી કરી લીધી હોત, 9મી વિકેટ પડ્યા પછી દર્શકો આગોતરી શુભેચ્છાઓ આપવા લાગ્યા હતા

કુંબલેએ કહ્યું- DRS હોત તો પહેલા જ 10 વિકેટ પૂરી કરી લીધી હોત, 9મી વિકેટ પડ્યા પછી દર્શકો આગોતરી શુભેચ્છાઓ આપવા લાગ્યા હતા




પૂર્વ ભારતીય લેગ સ્પિનર ​​અનિલ કુંબલેએ કહ્યું કે, જો તેમના સમયમાં ડિસીઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) હોત, તો તેમણે 10 વિકેટ વહેલી પૂર્ણ કરી હોત. કુંબલેએ 4 ફેબ્રુઆરી 1999ના રોજ રમાયેલી પાકિસ્તાન સામેની દિલ્હી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારત 212 રને મેચ જીત્યું હતું. તેમણે કહ્યું કે, 9મી વિકેટ લીધા બાદ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોએ તેમને આગોતરી શુભેચ્છાઓ આપવાનું શરૂ કરી દીધું હતું.

રવિચંદ્રન અશ્વિનના યુટ્યુબ શો પર કુંબલેએ કહ્યું કે, "મેચમાં ટી-બ્રેક પહેલા મેં 6 વિકેટ લીધી હતી. તે પછી, જ્યારે હું મેદાન પર પરત ફર્યો ત્યારે ઘણો થાકેલો હતો. કારણકે મેં લંચ અને ટી-બ્રેક વચ્ચે સતત બોલિંગ કરી હતી. ત્યારે મને લાગ્યું કે મારી પાસે પાછલા રેકોર્ડને સુધારવાની અને વધુ સારું પ્રદર્શન કરવાની તક છે. જોકે, મેં 10 વિકેટ લેવાનું વિચાર્યું નહોતું."

દર્શકોએ કહ્યું હતું, 10મી વિકેટ પણ મળશે

તેમણે કહ્યું, હું નથી માનતો કે તમે 10 વિકેટ લેવાનો વિચાર કરીને મેદાનમાં જાઓ. હું ફક્ત 1થી 11 સુધીના ખેલાડીઓની બોલિંગ કેવી રીતે કરવી જોઈએ તે જાણતો હતો.મેં મારી ઓવર (26 મી)ના પાંચમા અને છઠ્ઠા બોલે 8મી અને 9મી વિકેટ લીધી. તે પછી હું થર્ડ મેન પોઝિશન પર ફિલ્ડિંગ કરવા ગયો.મને સ્ટેન્ડ પર બેઠેલા દર્શકોએ આવકાર આપ્યો હતો અને કહ્યું હતું કે ચિંતા કરશો નહીં, તમે 10મી વિકેટ પણ લેશો."કુંબલેને છેલ્લી વિકેટ મળે તે માટે તેના સાથી જવાગલ શ્રીનાથે પોતાની ઓવરના બધા બોલ ઓફ સ્ટમ્પની બહાર નાખ્યા હતા. તેમજ ખેલાડીઓને કેચ કરવાની ના પાડી હતી.આ સવાલનો જવાબ આપતા કુંબલેએ કહ્યું- "મારી આ અંગે શ્રીનાથ સાથે કોઈ વાત નહોતી થઈ. મને ખબર હતી કે બધા ઇચ્છતા હતા કે હું 10 વિકેટ લઉં, તેથી મેં શ્રીનાથ સાથે વાત કરી નહોતી.મારુ માનવું છે કે તે શ્રીનાથના જીવનની સૌથી અઘરી ઓવર રહી હશે કારણકે બોલર હંમેશા સ્ટમ્પને ટાર્ગેટ કરે છે અને તેણે આખી ઓવર વાઇડ ઓફ સ્ટમ્પ બોલિંગ કરી હતી.

વસીમ અકરમને આઉટ કરીને 10મી વિકેટ લીધી

કુંબલેએ કહ્યું કે, જ્યારે હું મારી આગલી ઓવર નાખવા આવ્યો, ત્યારે મેં વસીમ અકરમને સિંગલ આપીને સ્ટ્રાઈક બદલવા દઈશ તેવો પ્લાન બનાવ્યો હતો. ત્યારે મેં મિડ-ઓન અને મિડ-ઓફને પાછળ મોકલી દીધા હતા.જોકે બે બોલ પછી હું સમજી ગયો હતો કે અકરમ સિંગલ રન નહિ લે. ત્યારે મેં રણનીતિ બદલીને બધાને આગળ બોલાવ્યા હતા. ત્યારબાદ અકરમને શોર્ટ લેગ પર લક્ષ્મણના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

અમ્પાયર પર પક્ષપાતનો આરોપ ખોટો

મેચમાં અમ્પાયર રહેલા જયપ્રકાશ કુંબલેના શહેર બેંગ્લુરુના જ છે. આવી સ્થિતિમાં અમ્પાયર પર મેચમાં પક્ષપાતનો આરોપ લગાવવામાં આવ્યો હતો.આ અંગે કુંબલેએ કહ્યું, "આ બરાબર નથી. મેચમાં દરેક તે ક્ષણનો સાક્ષી બનવા માંગતો હતો. તે આરોપો ખોટા હતા. હું માનું છું કે બેંગ્લુરુમાં જયપ્રકાશને લઈને ઘણા પ્રકારની વાતો થાય છે, પરંતુ તે અમ્પાયર હતા. બધી વાતો બકવાસ છે."આ અંગે અશ્વિને કહ્યું કે તે મેચમાં અમ્પાયર દ્વારા કોઈ વિવાદિત નિર્ણય આપવામાં આવ્યો નથી. તે હવે સાફ થઈ ગયું છે. તેનો અર્થ તે સ્પષ્ટ ક્લિયર DRS થઈ ગયું.કુંબલેએ જવાબ આપ્યો, "જો DRS હોત, તો બધા આઉટ જ હતા. એકદમ આઉટ. જો DRS તે મેચમાં હોત, તો હું પહેલા જ 10 વિકેટ પૂર્ણ કરત."





અનિલ કુંબલેએ 132 ટેસ્ટમાં 619 વિકેટ લીધી છે. સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર્સની સૂચિમાં તે વિશ્વમાં ત્રીજા સ્થાને છે. કુંબલેના નામે 271 વનડેમાં 337 વિકેટ છે. -ફાઇલ ફોટો