Translate to...

કુપવાડાની 23 વર્ષીય નાદિયા બેગની સક્સેસ સ્ટોરી, પોતાનાં ગામમાં આટલી મોટી પરીક્ષા ક્લિયર કરનારી પ્રથમ કાશ્મીરી યુવતી બની

કુપવાડાની 23 વર્ષીય નાદિયા બેગની સક્સેસ સ્ટોરી, પોતાનાં ગામમાં આટલી મોટી પરીક્ષા ક્લિયર કરનારી પ્રથમ કાશ્મીરી યુવતી બની
ઈદનો ઉત્સવ હજુ પૂરો નહોતો થયો ત્યાં કાશ્મીરની 23 વર્ષીય નાદિયા બેગે કાશ્મીર ખીણમાં અને પરિવારને વધુ એક ઉત્સવનું કારણ આપ્યું છે. 4 ઓગસ્ટે જાહેર કરેલા UPSC પરીક્ષાના પરિણામમાં નાદિયાએ 350મો ક્રમ મેળવ્યો છે. પોતાના વિસ્તારમાં UPSC પાસ કરનારી નાદિયા પ્રથમ યુવતી છે.

પોતાના બીજા પ્રયત્નોમાં સફળ ન રહેનારી નાદિયાનું માનવું છે કે, જો યોગ્ય સમયે સાચી દિશામાં આગળ વધવામાં આવે તો મહેનત રંગ લાવે છે. આ પ્રયત્નોમાં માત્ર ટેલેન્ટ જ જીતે છે અને બાકીના તફાવત તેની જાતે જ નષ્ટ થઇ જાય છે.

નાદિયાની કહાની તેના જ શબ્દોથી જાણીએ..

‘હું નોર્થ કાશ્મીરના કુપવાડા જીલ્લાના પૂંજવા ગામમાં રહું છું. મારા પિતા ટીચર છે અને બે બહેનો શ્રીનગર મેડિકલ કોલેજની સ્ટુડન્ટ છે.

મેં મારું પ્રાઈમરી એજ્યુકેશન વિલગામની પબ્લિક સ્કૂલ અને સેકન્ડરી એજ્યુકેશન સરકારી સ્કૂલમાંથી પૂરું કર્યું. મને અને મારી બહેનોને અમારે જે કરવું હોય તેની આઝાદી છે. કરિયર બાબતે મારા પેરેન્ટ્સે હંમેશાં મારી અને બહેનોની મદદ કરી છે.

ત્યારબાદ દિલ્હી આવીને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું. અભ્યાસ દરમિયાન મને લાગ્યું કે મારો રસ પોલિસી મેકિંગ અને એડમિનિસ્ટ્રેશનમાં છે. મારા સપનાંએ જામિયા મિલિયામાં ઉડાન ભરી. મારા વિચારો પણ અહિ અભ્યાસ કરતી વખતે બદલાયા. મને આગળ વધવામાં જે લોકોએ મદદ કરી તેવા દુનિયાભરના લોકોને હું મળી.

જ્યારે મેં UPSC માટે મનમાં ગાંઠ વાળી લીધી હતી ત્યારે જ મેં વિચારી લીધું હતું કે, પરીક્ષામાં સફળ થવા માટે કઠીન અભ્યાસ ઘણો જરૂરી છે. વર્ષ 2017 પછીથી મેં રોજ 12 કલાક અભ્યાસ કર્યો. જ્યાં સુધી મને મારા પર વિશ્વાસ ન આવ્યો ત્યાં સુધી મેં અભ્યાસ સિવાય અન્ય કઈ વસ્તુ ન કરી.

લોકો મને પૂછતા હતા કે, શું મને મારા પર વિશ્વાસ છે કે આ પરીક્ષા પાસ કરી દઈશ. ત્યારે હું તેમને કહેતી કે, આ જ વાત UPSC માટે ખાસ છે. જે વિદ્યાર્થીને નંબર વન રેન્કિંગ મળ્યો છે તેને પણ ખબર નહિ હોય કે તે અહિયા સુધી પહોંચી જશે. હું પ્રથમ પ્રયત્નમાં પહેલા રાઉન્ડમાંથી બહાર થઇ ગઈ હતી, પરંતુ મેં મહેનત કરી અને સફળ થઈ.

મારી મહેનતનું પરિણામ મને મળી ગયું અને આવું દરેક વિદ્યાર્થી સાથે થઇ શકે છે. આજના સમયમાં ટેક્નોલોજીએ આપના બધાનું જીવન સરળ બનાવી દીધું છે અને તેના ચોક્કસથી આવનારા દિવસોમાં સફળતા મેળવી શકાય છે.

કાશ્મીર ખીણનું વાતાવરણ પ્રોત્સાહન આપે તેવું નથી. જો હું અહિ રહીને અભ્યાસ કરત તો મારા માટે અઘરું બની જતું આ કારણે મેં જામિયા મિલિયા એકેડમીનું રેસિડેન્શિયલ કોચિંગ જોઈન કર્યું. મારી સક્સેસ ક્રેડિટ પણ તેને જ જાય છે.

હું આવતા વર્ષે ફરીથી પરીક્ષા આપીશ અને રેન્કિંગમાં આગળ વધીશ. આ પરીક્ષાની તૈયારી કરતા મારા દરેક મિત્રોને હું સલાહ આપું છું કે, તમારી અંદર લગન, વિશ્વાસ અને હિંમત જરૂરી છે. આ ત્રણ વસ્તુઓને તમારી તાકાત માની લેશો તો ચોક્કસથી સફળતા મળશે.’

અને છેલ્લે નાદિયાના પેરેન્ટ્સની દિલની વાત નાદિયાના પેરેન્ટ્સ માટે તેની દીકરીની આ સિદ્ધિ નવી ઊંચાઈ જેવી છે. તેના પિતાએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે બાળકોના નિર્ણયને ક્યારેય ખોટા ન માનવા જોઈએ. દરેક વિદ્યાર્થી પોતાના આવનારા ભવિષ્યનો નિર્ણય લેવામાં સક્ષમ છે. પેરેન્ટ્સે તેનો સાથ આપીને હિંમત વધારવી જોઈએ.Success Story Of 23 year old Nadia Baig Of Kupwara, The First Kashmiri Girl To Clear The Biggest Exam From Her Village