Translate to...

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને CBI તપાસની માગણી કરી, બિહારના મંત્રીએ રિયાને વિષ કન્યા કહી

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને CBI તપાસની માગણી કરી, બિહારના મંત્રીએ રિયાને વિષ કન્યા કહી




સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હવે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને CBI તપાસની માગણી કરી છે તો બીજી બાજુ બિહારમાં DGPએ એક મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પટના IG તથા SSP સામેલ હતા. બિહારના ડેપ્યુટી CM સુશીલ કુમારે મોદીએ પણ કહ્યું હતું કે ભાજપને લાગે છે કે આ કેસની તપાસ CBIએ જ કરવી જોઈએ. મુંબઈ પોલીસ બિહાર પોલીસની તપાસમાં અવરોધો ઊભા કરી રહી છે. બીજી બાજુ બિહારના મંત્રી મહેશ્વર હઝારીએ રિયા ચક્રવર્તીને વિષ કન્યા કહી હતી

મંત્રીએ રિયાને વિષ કન્યા કહી JDU નેતા તથા બિહાર સરકારના મંત્રી મહેશ્વર હઝારીએ રિયા ચક્રવર્તીને વિષ કન્યા કહી હતી. હઝારીએ કહ્યું હતું કે રિયાને સુશાંતની હત્યાની સોપારી મળી હતી. તેણે સોપારી કિલરની જેમ કામ કર્યું અને સુશાંતને પ્રેમની જાળમાં ફસાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

રિયાને ષડયંત્રના ભાગરૂપે સુશાંત પાસે મોકલવામાં આવી હતી હઝારીએ કહ્યું હતું કે મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દેશભરના ટેલેન્ટેડ યુવક-યુવતીઓ આવે છે. અહીંની ગેંગ આવા યુવાઓ વિરુદ્ધ ષડયંત્ર કરે છે. રિયાને આવા જ એક ષડયંત્રના ભાગરૂપે સુશાંતની પાસે મોકલવામાં આવી હતી. રિયાએ સુશાંતને પ્રેમના ચક્કરમાં ફસાવ્યો હતો. કોઈ કેવી રીતે કોઈના પર વિશ્વાસ કરે?

હઝારીનો દાવો, હું જે કહું છું તે જ સત્ય સામે આવશે હઝારીએ દાવો કર્યો હતો, પોલીસ આ કેસની તપાસ કરી રહી છે પરંતુ હું જે કહું છું તે સાચી વાત છે અને તે સામે આવશે. અનેક ટેલેન્ટેડ યુવાનો સાથે આમ થયું છે. બિહાર સરકાર સુશાંતના પરિવાર તથા કરોડો ચાહકોને ન્યાય અપાવવા માગે છે. આથી જ અમે CBI તપાસના પક્ષમાં છીએ.

CBI તપાસ માટે પટના હાઈકોર્ટમાં અરજી વકીલ પવન પ્રકાશ પાઠક તથા ગૌરવ કુમારે પટના હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસ તથા પટના પોલીસની તપાસમાં કોઈ તાલમેલ નથી. આથી જ CBI જેવી કોઈ કેન્દ્રીય એજન્સીએ આ કેસની તપાસ કરવી જોઈએ. આ પહેલાં સુપ્રીમ કોર્ટે CBI તપાસની માગણી કરતી જનહિતની અરજી ફગાવી દીધી હતી.

બિહારમાં મહત્ત્વની બેઠક બિહારના DGPના નેતૃત્વમાં એક મહત્ત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં પટનાના IG તથા SSP સામેલ થયા હતા.







sushant suicide case Union Minister Ram Vilas Paswan demands CBI probe, Bihar minister calls Rhea is a vish kanya