Translate...

કેન્દ્રની ગાઈડલાઈનનો ભંગ કરી કોવિડ-19 માટે શ્રેય જેવી ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરાયાની શંકા

કેન્દ્રની ગાઈડલાઈનનો ભંગ કરી કોવિડ-19 માટે શ્રેય જેવી ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરાયાની શંકા



કોવિડ-19ની ગાઈડલાઈનના નામે સામાન્ય જનતા અને વેપારીઓને દંડ ફાટકારતી અને સીલ કરી દેતી સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કરી દે છે. ત્યારે આ બંને તંત્રએ જ કેન્દ્રની કોવિડ-19 ગાઈડલાઈનની ઐસીતૈસી કરી ખાનગી હોસ્પિટલો સાથે કરારો કર્યા હતા. જેના કારણે આજે શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં 8 નિર્દોષ દર્દીના મોત થયા હતા,

રાજ્ય સરકાર અને AMCએ NOC વિનાની શ્રેય હોસ્પિટલ સાથે કરાર કર્યા વૈશ્વિક મહામારી કોરોના સામે ભારત પણ લડી રહ્યું છે. ત્યારે કોરોનાથી સાવચેતી રાખવા કેન્દ્રના ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગે દેશના તમામ રાજ્યો માટે ચોક્કસ ગાઈડલાઈન અનુસાર કામગીરી કરવાના આદેશો વારંવાર આપ્યા હતા. આમ છતાં રાજ્ય સરકારે ફાયર સેફ્ટીની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વિનાની શ્રેય હોસ્પિટલ સાથે કોવિડ-19 હોસ્પિટલના કરારો કર્યા હતા, જેમાં શ્રેય હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં આગ લાગતા કોરોનાના 8 નિર્દોષ દર્દીઓના મોત થયા છે, આમ, આ ઘટનામાં હોસ્પિટલની સાથે સરકારે પણ કેન્દ્રની કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન ના કર્યું હોવાનું મનાય છે.

ફાયર સેફ્ટીની તપાસ વિના જ હોસ્પિટલને મંજૂરી આપી દીધી કેન્દ્રના આરોગ્ય અને ગૃહ વિભાગ દ્વારા કોવિડ-19 માટેની ગાઈડલાઈન જાહેર કરીને દરેક રાજ્યોને તેનો અમલ કરવા સૂચના આપી હતી. છતાં રાજ્ય સરકારે કોરોના કાબુમાં લેવા ખાનગી હોસ્પિટલો સાથે આડેધડ કરારો કરી દીધા હતા. એમાં પણ સારવારના ખર્ચ તો ઠીક હોસ્પિટલની ફાયર સેફ્ટીની પણ તપાસ કર્યા વિના મંજૂરી આપી દીધી હતી. જેના કારણે આજે શ્રેય હોસ્પિટલમાં વિકરાળ આગમાં 8 કોરોના દર્દીના મોત થયા હતા.

શ્રેય હોસ્પિટલ સાથે કરારો કરી નિયમો નેવે મૂક્યા સામાન્ય રીતે હાલ કોરોનાના નામે નાના વેપારીઓ અને સામાન્ય જનતાને દંડ ફાટકારતી અને દુકાનો સીલ કરતા તંત્રએ નિયમો અને કોવિડ-19 ગાઈડલાઈનને નેવે મૂકી શ્રેય જેવી હોસ્પિટલ સાથે કરારો કર્યા છે.







agreement with private hospital violation of government of india covid 19 guideline