Translate to...

કેનેડા જવા માટેની પરીક્ષા રદ થતા તણાવગ્રસ્ત યુવાને જાહેરમાં નગ્ન થઈને તમાશો કર્યો

કેનેડા જવા માટેની પરીક્ષા રદ થતા તણાવગ્રસ્ત યુવાને જાહેરમાં નગ્ન થઈને તમાશો કર્યો




શહેરના અડાજણ વિસ્તારમાં એક યુવાન અચાનક નગ્ન થઈને તમાશો કરવા લાગ્યો હતો. જોકે, સારા ઘરના દેખાતા યુવાને એક કલાક તમાશો કર્યા બાદ પોલીસે તેની અટકાયત કરી હતી. દરમિયાન યુવાનના પરિવારની પૂછપરછ કરતા જાણ થઈ હતી કે, યુવાન કેનેડા જવા માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. જોકે, પરીક્ષા રદ થયા બાદ આ યુવાન પોતાનું માનસિક સંતુલન ગુમાવતા તમાશો કર્યો હતો.

યુવાને રસ્તા પર નગ્ન થઈને એક કલાક તમાશો કર્યો અડાજણ વિસ્તારમાં એક યુવાન અચાનક પોતાના કપડાં કાઢી નાખીને તમાશો શરુ કર્યો હતો. જોત જોતામાં લોકો એકત્ર થઈ જતા આ યુવાન અભદ્ર ભાષા સાથે ગાળો બોલવાની શરૂ કરી હતી. જોકે, સ્થાનિક લોકોએ આ મામલે પોલીસને જાણકારી આપી હતી. જેને લઈને પોલીસ દોડી આવી હતી અને યુવાનને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. યુવાને રસ્તા પર નગ્ન થઈને એક કલાક તમાશો કર્યો હતો.

22 વર્ષીય યુવાન માનસિક રીતે હતાશ થઈ ગયો હતો પોલીસે તપાસ કરતા યુવાનને પરિવારે જણાવ્યું હતું કે, યુવાનનું નામ વિજય ધનવન ગોહિલ છે. વિજય છેલ્લા લાંબા સમયથી કેનેડા જવા માટે પરીક્ષાની તૈયારી કરતો હતો. 22 વર્ષીય યુવાન હાલમાં અભ્યાસ કરતો હતો પણ પોતાની મહેનત વચ્ચે કોરોના લોકડાઉન આવી જતા તેની પરીક્ષા રદ થઈ હતી. જેથી તે માનસિક રીતે હતાશ થઈ ગયો હતો અને સતત ટેન્શનમાં રહેતો હતો. દરમિયાન આજે આજ ટેન્શનમાં આવી જઈ પોતાના કપડાં કાઢીને તમાશો કર્યો હતો.

પોલીસે યુવાને તેના પરિવારને સોંપ્યો તમાશો કરનાર યુવાનની સારવાર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન યુવાનનું પરિવાર આવતા સમગ્ર મામલે વિગતો પોલીસને આપતા સમગ્ર બાબત બહાર આવી હતી. હાલમાં અડાજણ પોલીસે યુવાને તેના પરિવારને સોંપ્યો છે.







યુવાને તમાશો કરતા જોત જોતામાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા