Translate to...

કાઠમંડૂમાં ચીનના રાજદૂત યાંગકીની સત્તાધારી નેતાઓ સાથેની મુલાકાતનો વિરોધ, ચીન ગો બેકના પોસ્ટરથી દેખાવ કર્યાં

કાઠમંડૂમાં ચીનના રાજદૂત યાંગકીની સત્તાધારી નેતાઓ સાથેની મુલાકાતનો વિરોધ, ચીન ગો બેકના પોસ્ટરથી દેખાવ કર્યાં




નેપાળની રાજધાનીમાં મંગળવારે સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ ચીનના રાજદૂત સામે વિરોધ પ્રદર્શન કર્યો છે. આ વિદ્યાર્થી ચીનના રાજદૂત હાઉ યાંગકીની સત્તાધારી પક્ષના નેતાઓ સાથે મુલાકાતને લઈ વિરોધ કરી રહ્યા હતા. તેમણે ચીન ગો બેકના સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોસ્ટર કર્યા છે.યાંગકી પર નેપાળની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના આંતરિક બાબતમાં દરમિયાનગીરીનો આરોપ છે, જ્યારે આ પાર્ટીના આંતરિક મતભેદોમાં ઘેરાયેલ છે અને પાર્ટીના નેતાઓએ જ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી પાસે રાજીનામાની માંગ કરી છે.બહારની દરમિયાનગીરીથી સત્તાધારી પાર્ટીનો ઈન્કારયાંગકી નેપાળની સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓ સાથે મુલાકાત, સરકારી વિભાગોમાં તેમની દરમિયાનગીરીને લઈ સમાચારોમાં છે. એવી પણ માહિતી આવી છે કે મે મહિનામાં જ્યારે ઓલીની ખુરશી સંકટમાં આવી ત્યારે યાંગકીએ જ ખુરશી બચાવી હતી. જોકે, ઓલીના પક્ષના નેતાએ આ વાતને નકારી દીધી છે.

પાર્ટીના સ્પોક્સપર્સન નારાયણ કાજી શ્રેષ્ઠે કહ્યું કે નેપાળની આંતરિક રાજનીતિને લઈ ષડયંત્રની દરેક વાતને નકારી દીધી છે. એવું પણ કહેવામાં આવે છે કે નેપાળની રાજનીતિને વિદેશી શક્તિ ચલાવી રહી છે. અમે તેને નકારી છે. નેપાળ સ્વતંત્ર દેશ છે અને તે પોતાનો નિર્ણય કરવા માટે સક્ષમ છે. જો કોઈ અમારી બાબતમાં દરમિયાનગીરી કરવાનો ઈરાદો ધરાવે છે તો અમે તેનો વિરોધ કરી છીએ.

વિદ્યાર્થીઓએ કહ્યું- યાંગકી દૂતાવાસ સુધી મર્યાદિત રહેઈન્ડિપેન્ડેન્ટ સ્ટૂડેન્ટ યુનિયને યાંગકીના વિરોધમાં પ્રદર્શન સમયે પોસ્ટર લગાવ્યા. વિદ્યાર્થીઓએ કહ્યું કે યાંગકીને દૂતાવાસ સુધી મર્યાદિત રહેવુ જોઈએ,આપણા નેતાઓને ઘરોમાં નહીં. તેમણે ચુપ રહેવું જોઈએ.

યાંગકીએ આ નેતાઓ સાથે મુલાકાત લીધીકાઠમંડૂ પોસ્ટના એક અહેવાલ પ્રમાણે યાંગકીએ મંગળવારે પણ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી, પ્રધાનમંત્રી ઓલી, ભૂતપુર્વ પ્રધાનમંત્રી માધવ નેપાળ તથા ઝાલાનાથ ખનલનીમુલાકાત કરી હતી. પોસ્ટને ચીનના દૂતાવાસના એક અધિકારીએ કહ્યું કે અમે સત્તાધારી પાર્ટીને મુશ્કેલીમાં જોવા ઈચ્છતા નથી. અમે ઈચ્છીએ છીએ કે પાર્ટીના નેતા પોતાના મતભેદ આંતરિક રીતે ઉકેલવા જોઈએ.







Chinese Ambassador to Kathmandu Yang Ki's meeting with the ruling party leaders protested, with a poster of China Go Back.