Translate to...

કેટલાક ગર્ભગૃહમાં અત્યાર સુધીમાં ક્યારેય લાઈટ કરવામાં આવી નથી, કેટલાક મંદિરોને 450 વર્ષ પછી પણ છે ઔરંગઝેબનો ભય

કેટલાક ગર્ભગૃહમાં અત્યાર સુધીમાં ક્યારેય લાઈટ કરવામાં આવી નથી, કેટલાક મંદિરોને 450 વર્ષ પછી પણ છે ઔરંગઝેબનો ભય




અહીં સવારે 4 વાગ્યે જ્યારે બજારમાં મૂકવામાં આવેલા લાઉડ સ્પીકર અને મંદિરોમાં રામધુન વાગવાની શરૂ થાય છે ત્યારથી અયોધ્યા જાગી જાય છે. રસ્તાઓ પર લોકો થાળીઓમાં ફૂલો, અગરબતી લઈને મંદિરો તરફ જતા જોવા મળે છે. એક અનુમાનના જણાવ્યા મુજબ અયોધ્યામાં 5000થી વધુ મંદિરો છે. દરેક નાની-નાની ગલીઓમાં દરેક ઘરોમાં રામ-સીતાની પૂજા થાય છે.

અમે તમને અયોધ્યાના ત્રણ એવા મંદિરોની કહાની કહેવા જઈ રહ્યાં છે, જે તેમની પરંપરા, ઈતિહાસના કારણે અન્ય મંદિરો કરતા અલગ પડે છે. તો ચાલો જાણીએ આ અનોખા મંદિરો વિશે...

પ્રથમ મંદિરઃ અહીં ગર્ભગૃહમાં 100 વર્ષથી વીજળી નથી, હમેશાં રથ પર હોય છે રામ અયોધ્યામાં રામના પૂજન માટે દેશ-વિદેશથી લોકો આવે છે. અયોધ્યામાં દક્ષિણ પંથના બે મંદિર વિજય રાધવ રામ અને અમ્મા જી મંદિર છે. આ બંને મંદિરોમાં દક્ષિણ ભારતની પરંપરાથી રામની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ બંને મંદિરોની ખાસ વાત એ છે કે અહીં ગર્ભ ગૃહમાં લાઈટ કરવામાં આવતી નથી.

અમ્મા જી મંદિરના મહંત વેંકટાચાર્ય સ્વામી કહે છે કે ગર્ભગૃહનો અર્થ ગર્ભાશય સાથે સંકળાયેલો છે. ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે તેને કોઈ પણ પ્રકારની આર્ટીફિશિયલ લાઈટથી દૂર રાખવામાં આવે છે. આજના સંદર્ભમાં જોવામાં આવે તો ગર્ભવતી મહિલાઓને એક્સરે અને સિટીસ્કેનથી દૂર રાખવામાં આવે છે.

આ વાતને ધ્યાનમાં રાખીને ગર્ભગૃહમાં શ્રીરામ ભગવાનને કોઈ તકલીફ ન થાય તે માટે લાઈટ કરવામાં આવતી નથી. કદાચ એવું બની શકે કે આ લાઈટના કારણે ભગવાનને કોઈ એકસ્માતનો સામનો કરવો પડે, આ કારણે દક્ષિણમાં જેટલા પણ મંદિર છે ત્યાં પણ ગર્ભગૃહમાં લાઈટ લગાડવામાં આવતી નથી.

વિજય રાધવ રાજ મંદિર 100 વર્ષથી વધુ જુનું છે. અહીં ગર્ભગૃહમાં લાઈટ કરવામાં આવતી નથી.

વિભીષણ કુંડ મોહલ્લામાં આવેલા વિજય રાધવ રાજ મંદિરના મહંત શ્રી ધરાચાર્ય જી મહારાજ જણાવે છે કે વિજય રાધવ રાજ મહારાજનું મંદિર 1904માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યારથી લગભગ 100 વર્ષથી વધુનો સમય વીતી ગયો છે પરંતુ અહીં ગર્ભગૃહમાં લાઈટ લગાવવામાં આવી નથી.

તેમણે જણાવ્યું કે સમગ્ર મંદિરમાં લાઈટની વ્યવસ્થા કરવામાં આવી નથી. જોકે ધીરે-ધીરે લાઈટ રોજના જીવનનો હિસ્સો બની છે, આ કારણે ગર્ભગૃહને બાદ કરતા મંદિરમાં અન્ય જગ્યાઓએ હવે લાઈટ છે. અમે હાલ પણ વીજળીવાળા પાણીના પંપની જગ્યાએ કુવાના પાણીનો ઉપયોગ કરીએ છીએ. રામજીના પ્રાગટય ઉત્સવમાં પણ શણગાર અાશોપાલવના પાંદડા અને ફૂલોમાંથી કરીએ છીએ. લાઈટના તોરણથી કરતા નથી.

વિજય રાધવ રાજ મંદિરના મહંત શ્રી ધરાચાર્ય જી મહારાજના જણાવ્યા મુજબ, પહેલા સમગ્ર મંદિરમાં લાઈટ ન હતી. જોકે હવે ગર્ભગૃહને બાદ કરતા દરેક જગ્યાએ લાઈટ છે.

મહંતે જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી મંદિરમાં અખંડ રામનામ સંર્કીતન ચાલી રહ્યું છે. અમ્મા જી મંદિરના મહંત શ્રી વેંકટાચાર્ય સ્વામી કહે છે કે અમારા રામ હમેશાં સીતા, લક્ષ્મણની સાથે રથ પર બિરાજમાન હોય છે. મંદિરની સામે ગરુણ ધ્વજ છે. એમ માનવામાં આવે છે કે તેને હનુમાનજી જ સંભાળે છે.

બીજું મંદિર : 420 વર્ષ પછી પણ આ મંદિરને ઓરંગઝેબનો ડર , મહિનામાં 2 વખત જ ખુલે છે ભક્તો માટે મંદિરના દ્વાર.

અયોઘ્યાનું ઉર્દુ બજાબજાર...ક્યારેક ત્રેતા નાથ વિસ્તાર તરીકે પ્રખ્યાત હતું. અહીંયા જ આવેલું છે ત્રેતાનાથ મંદિર. આ મંદિરની વિશેષતા છે કે આના દરવાજા ભક્તો માટે ફક્ત 2 વખત જ ખોલવામાં આવે છે. મહિનામાં આવનારી 2 એકાદશીના દિવસે સાંજે જ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે.

સાત પેઢીથી મંદિરના પૂજારીનું કામ સંભાળી રહ્યા સુનિલ મિશ્રાએ જણાવ્યું કે મારા વડવાઓએ કહ્યું હતું કે આ મંદિર 500 વર્ષ કરતા પણ જૂનું છે. ઓરંગઝેબના શાસનકાળ દરમિયાન તેને તોડી પાડવામાં આવ્યું હતું. આ સાથે કે આ વિસ્તારમાં ત્રણ મસ્જિદ પણ બનાવવામાં આવી હતી. લગભગ આ સમય 1649 થી 1707 ની વચ્ચેનો હતો. તે સમય અમારા વિસ્તારનું નામ પણ ત્રેતાનાથ હતું. પણ તેનું નામ ઉર્દુ બજાર કરવામાં આવ્યું હતું.

આ તસ્વીર ત્રેતાનાથ મંદિર બહારની છે. જે લગભગ 500 વર્ષ જૂનું છે. પરંતુ ઔરંગઝેબે તોડીપાડીને ત્યાં મસ્જિદ બનાવી દીધી હતી.

તેમણે જણાવ્યું કે જ્યારે મંદિર લગભગ 150 વર્ષ પહેલા ફરી બનાવવામાં આવ્યું ત્યારે ભગવાનને સુરક્ષિત રાખવા માટેના તમામ ઉપાય સૂચવવામાં આવ્યા હતા. તે પછી તે સૂચન કરવામાં આવ્યું હતું કે જો મંદિરમાં ભીડ નહિ થાય તો મંદિરને કોઈ નુકશાન નહિ થાય, પણ ભક્તો માટે તેને મહિનાની બે એકાદશીના દિવસે ખોલવામાં આવતું હતું.મંદિરમાં ભગવાનનું પૂજન-અર્ચન નિયમિત રૂપે સમય-સમય પર અમે અમારો પરિવાર દ્વારા કરવામાં આવતું હતું.પણ ભક્તો માટે ફક્ત બે દિવસ જ મંદિરને ખોલવામાં આવતું હતું.

ત્રેતાનાથ મંદિર મહિનામાં ફક્ત બે વખત જ ભક્તો માટે ખોલવામાં આવે છે અને તે પણ એકાદશીના દિવસે જ.

તેમને જણાવ્યું હતું ક, હવે વાતાવરણ બદલાઈ ગયું છે, પણ અમે પરંપરા યથાવત રાખી છે. આ પૂજન-અર્ચનથી અમારા પરિવારનું ગુજરાન પણ ચાલે છે. મંદિરની પણ જર્જરિત હાલત થઇ ગઈ છે.પણ રૂપિયાની કમીના કારણે તેની મરામત કરાઈ રહી ન હતી.

ત્રીજું મંદિર : લક્ષણ છે અયોધ્યાના રાજકુમાર,પણ એકમાત્ર મંદિર છે

અયોધ્યામાં સરયૂ નદીના કિનારે લક્ષ્મણ ઘાટ આવેલો છે. ત્યાં નજીક જ લક્ષ્મણનું એકમાત્ર મંદિર આવેલું છે. જેને લક્ષ્મણ કિલ્લાના નામે પણ ઓળખવામાં આવે છે. આખી અયોધ્યામાં લક્ષ્મણનું મુખ્ય મંદિર છે. અહીંયા લક્ષ્મણની શેષાવતારના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

અહિંયા લક્ષ્મણજીને શેષાવતારના રૂપમાં પૂજવામાં આવે છે.

મંદિરના મહંત મૈથિલી રમણ શરણ જણાવે છે કે રામાયણમાં એક પ્રસંગ છે, જેમાં ભગવાન શ્રીરામને કાળ વ્યક્તિના રૂપમાં આવીને મળે છે અને તેમના પ્રાણ ત્યાગવાની વાત કરે છે. કાળે ભગવાન રામની સામે શરત મૂકી હતી કે જો કોઈ આપણી વાત સાંભળશે તો તેણે પોતાનો જીવ ગુમાવવો પડશે. ત્યારે ભગવાન શ્રીરામે લક્ષ્મણને બહાર પહેરો ભરવા માટે કહ્યું હતું.

વાત શરુ જ થઇ હતી કે, ઋષિ દુર્વાસા શ્રીરામને મળવા આવી પહોંચ્યા હતા. લક્ષ્મણે તેમને રોકવાના પ્રયાસ કર્યા, પરંતુ તે ક્રોધિત થઇ જતા શ્રાપ આપવા મક્કમ થઇ ગયા હતા. બાદમાં લક્ષ્મણ આ બાબતે સૂચના આપવા માટે ભગવાનની કાળ સાથે જ્યા વાતચીત ચાલી રહી હતી ત્યાં પહોંચી ગયા હતા. જેના કારણે તેઓ દંડના ભાગીદાર સ્વયં બની ગયા. બાદમાં લક્ષ્મણે સરયૂ ઘાટ પાર માનવ દેહનો ત્યાગ કરીને શેષાવતારના દર્શન કરાવ્યા હતા. આ ઘાટને સહસ્ત્રધારા ઘાટ પણ કહેવામાં આવે છે.

અયોધ્યામાં આવેલું લક્ષ્મણજીનું એક માત્ર મંદિર, જેને લક્ષ્મણ કિલ્લાના નામે પણ ઓળખવામાં આવે છે.

મહંતે જણાવ્યું કે રીવા નરેશના દીવાનને 150 વર્ષ પહેલા આ મંદિર બનાવ્યું હતું. તેમણે જણાવ્યું કે મહારાણી વિકટોરિયાએ રિવા નરેશને આ 52 વીઘા જમીન દાનમાં આપી હતી. એટલું જ નહિ રીવા નરેશે મંદિરમાં ખાવા-પીવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે મધ્યપ્રદેશમાં 52 એકર જમીન પણ આપી હતી.

તેમણે જણાવ્યું કે મારી સાથે અહીંયા ઘણા સંતો-મહાત્મા રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ રહે છે.દરેકની રહેવા ,ખાવા-પીવાની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે માન્યતા છે કે આ મંદિરમાં જો કોઈ ખોટા સોગંદ ખાય છે તો તેની સાથે અણગમતું થવું નક્કી જ છે. કેમ કે લક્ષ્મણજીએ શ્રીરામને આપેલ વચન ખાતર પોતાના દેહનો ત્યાગ કરી દીધો હતો.







Some sanctuaries have never been lit, some temples are still in danger of Aurangzeb 450 years later