Translate to...

કોઝિકોડમાં વિમાન દુર્ઘટના માટે ભારે વરસાદ જવાબદાર, સુશાંત કેસ ઘેરાતો જાય છે, રાજસ્થાનમાં કોંગ્રેસ બાદ હવે ભાજપની વાડાબંધી

કોઝિકોડમાં વિમાન દુર્ઘટના માટે ભારે વરસાદ જવાબદાર, સુશાંત કેસ ઘેરાતો જાય છે, રાજસ્થાનમાં કોંગ્રેસ બાદ હવે ભાજપની વાડાબંધી
આજે 09 ઓગસ્ટ 2020ને રવિવાર છે.કેરળ વિમાન દુર્ઘટનાને લગતા સમાચારથી શરૂઆત કરશું. કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે સાંજે જે દુર્ઘટના સર્જાઈ હતી તેની પાછળનું મૂળ કારણ ભારે વરસાદ તથા ઓછી વિઝિબિલિટી હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)નું કહેવું છે કે ભારે વરસાદને લીધે પાયલટને રનવે જોવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. જેને પગલે પ્લેન રનવે પરથી આશરે 1000 મીટર પહેલા વિમાન ટેક્સિ વે પર લેન્ડ થઈ ગયુ. ત્યારબાદ 2700 મીટરના રનવેને પાર કર્યા બાદ એક ખાઈમાં પડી ગયુ હતું. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 18 લોકોના જીવ ગયા હતા. કેન્દ્ર તથા કેરળ સરકારે માર્યા ગયેલા યાત્રીઓને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ રાંચી એરપોર્ટ પર પણ ઉડ્ડાન ભરવાના સમયે પ્લેન પક્ષી સાથે અથડાઈ ગયુ હતું. બર્ડ હિટ બાદ પાયલટે ઈમર્જન્સી બ્રેક લગાવી,જેને લીધે ટાયરમાં આગના તણખા નિકળવા લાગ્યા હતા. આ સ્થિતિમાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ​​​​​​રાજસ્થાનમાં હવે ભાજપની વાડાબંધી રાજસ્થાનના રાજકારણમાં ભાજપ-કોંગ્રેસનો ખેલ અટકવાનું નામ નથી લેતો. કોંગ્રેસના ધારાસભ્યોની જેસલમેરની હોટેલમાં વાડાબંધી થયા બાદ ભાજપે પણ પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. ચર્ચા એવી પણ છે કે સરકાર પર સંકટને જોતા ગેહલોત છાવણીના નેતાઓએ ભાજપના ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે. ત્યારબાદ ભાજપ સાવચેત થઈ ગઈ છે અને પોતાના 18 ધારાસભ્યોને ગુજરાત શિફ્ટ કર્યાં છે. અગાઉ એવી વાત ચાલતી હતી કે આ ધારાસભ્યો તેમની ઈચ્છાથી સોમનાથ દર્શન કરવા ગયા છે. પણ બાદમાં પક્ષ તરફથી સુર બદલાયો અને કહેવામાં આવ્યુ કે ધારાસભ્યો પર માનસિક દબાણ કરવામાં આવી રહ્યુ છે.

આ રાજકીય ઉથલ-પાથલને લગતા વધુ એક સમાચાર પણ રાજસ્થાનથી જ આવી રહ્યા છે. ભાજપના કેટલાક નેતાઓના નિવેદનોને લીધે નારાજ બનેલા વસુંધરા દિલ્હી પહોંચ્યા છે. રાજસ્થાન ભાજપના કેટલાક નેતાઓએ આડકતરી રીતે ગેહલોત-પાયલટ લડાઈમાં વસુંધરા ગેહલોતને સમર્થન આપી રહ્યા હોવાનું કહી રહ્યા છે. હવે વસુંધરા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળી આ પ્રકારના નિવેદનો કરનાર નેતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુશાંત કેસ ગૂંચવાતો જાય છે સુશાંત કેસમાં ED રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકની બે દિવસ પૂછપરછ કરી ચુકી છે. રિયાની અગાઉ પૂછપરછ થઈ ગઈ છે. રિયા અને તેના પરિવાર પર આરોપ છે કે સુશાંત પાસેથી 15 કરોડ રૂપિયા લીધા હતા. બિહાર સરકારે આ કેસ સીબીઆઈને સોંપવા માટે ભલામણ કરી છે. જોકે, મહારાષ્ટ્ર સરકારે તેનો વિરોધ કર્યો છે. સુશાંત સિંહની મેનેજર રહી ચુકેલી સાલિયાનનો એક વીડિયો પણ વાઈરલ થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો દિશા સાલિયાનના મૃત્યુના કેટલાક દિવસ અગાઉનો છે. સોશિયલ મીડિયામાં પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે કે વીડિયોમાં દિશા ખૂબ જ ખુશ દેખાય છે તો તે આત્મહત્યા શા માટે કરશે? આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતના મૃત્યુની તપાસમાં આ ઘટનાનો પણ સમાવેશ કરી લેવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંતના મૃત્યુના કેટલાક દિવસ અગાઉ તેની ભૂતપુર્વ મેનેજર દિશાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. કોરોનાઃ અભિષેક બચ્ચનને હોસ્પિટલમાંથી રજા મળી, કેન્દ્રીય પ્રધાન કોરોના સંક્રમિત થયા દેશમાં કોરોનાથી સંક્રમિતોનો આંકડો 21 લાખને પાર પહોંચ્યો છે. કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને જોધપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ કોરોના સંક્રમણને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અભિષેક બચ્ચનને 28 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે. અન્ય એક વાત કોરોનાની વેક્સીનને લગતી છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની વેક્સીન તૈયાર કરી લીધી છે. 12 ઓગસ્ટ સુધીમાં આ વેક્સીનનું રજિસ્ટ્રેશન કરવાની પણ વાત કરવામાં આવી છે. WHOએ કહ્યું છે કે ફાઈનલ ટ્રાયલ વગર આમ કરવું જોખમી છે. યુજવેન્દ્ર ચહલના લગ્ન નક્કી ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્પિનર યુજવેન્દ્ર ચહલ લગ્ન કરવા જોઈ રહ્યા છે. ચહલે ટ્વિટર પર તેની મંગેતર ધનશ્રી વર્મા સાથેનો ફોટો શેર કર્યો છે. ચહલે અહીં પણ લખ્યુ છે કે 'રોકા સેરેમની માટે બન્નેના પરિવારે મંજૂરી આપી છે' ચહલની મંગેતર ધનશ્રી વ્યવસાયિક રીતે યૂટ્યૂબર અને કોરિયોગ્રાફર છે અને મુંબઈમાં રહે છે. આ સમાચાર બાદ હાર્દિક પંડ્યા અને સુરેશ રૈનાએ ચહલને અભિનંદન પાઠવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે તેના સંદેશમાં કહ્યું- રાણી સમક્ષ સરન્ડર કરવું, અન્યથા હાર નક્કી. રવિવારે ગ્રહોની શુ ચાલ રહેશે રાશિફળઃ રવિવાર, 9 ઓગસ્ટ 2020. જ્યોતિષાચાર્ય ડો.અજય ભામ્બીના મતે આજે ત્રણ શુભ અને એક અશુભ યોગ રહેશે. ચંદ્રમાંની રાશિ પરિવર્તનથી રાશિયો પર સીધી અસર થશે. મેષ, વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને મીન રાશિવાળા માટે સમય અનુકૂળ રહી શકે છે. બીજી બાજુ કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિઓ માટે થોડો સંઘર્ષભર્યો દિવસ રહી શકે છે. ટેરો રાશિફળઃ ટેરો કાર્ડ રીડર શીલા એમ.બજાજના મતે 12 પૈકી 8 રાશિયઓ માટે આજનો દિવસ અનેક બાબતમાં સફળતા અને આર્થિક લાભ આપનારો રહી શકે છે. 4 રાશિઓ માટે આર્થિક નુકસાન અને આરોગ્યની સ્થિતિ બગડી શકે છે. મેષ રાશિવાળાને આર્થિક લાભ મળી શકે છે. વૃષભ રાશિવાળાને કેટલીક જવાબદારી મળી શકે છે.Heavy rains responsible for plane crash in Kozhikode, Sushant's case goes awry, BJP fence in Rajasthan