કાજોલ, જૂહી સહિત ઘણી એક્ટ્રેસને સરોજ ખાનનો ઠપકો પડ્યો છે, કરીનાને ગુસ્સામાં કહ્યું હતું, ‘એ લડકી કમર હિલા’

કાજોલ, જૂહી સહિત ઘણી એક્ટ્રેસને સરોજ ખાનનો ઠપકો પડ્યો છે, કરીનાને ગુસ્સામાં કહ્યું હતું, ‘એ લડકી કમર હિલા’



બોલિવૂડના ફેમસ ડાન્સ કોરિયોગ્રાફર સરોજ ખાને મુંબઈની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા છે. સરોજ ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં. કાર્ડિયાક અરેસ્ટ આવવાને લીધે તેમનું મૃત્યુ થયું છે. કોરિયોગ્રાફર સરોજે પોતના બોલિવૂડ કરિયરમાં ઘણા સ્ટાર્સને પોતાના ઈશારે ડાન્સ કરાવ્યો છે. તેઓ પોતાની કડકાઈને લીધે પણ ઘણીવાર ચર્ચામાં રહ્યા છે. કરીના કપૂર હોય કે જૂહી ચાવલા એમ દરેક સેલિબ્રિટી માસ્ટરજીનો ઠપકો સાંભળી ચૂક્યા છે.

કરીનાને બધાની સામે સરોજનો ઠપકો પડ્યો હતોસરોજ ખાને કરીના કપૂરના પોપ્યુલર સોન્ગ ‘યે ઈશ્ક હાયે’ અને ‘દિલ મેરા મુફ્ત કા’ને કોરિયોગ્રાફ કર્યા હતાં. આ બંને સોન્ગ ઘણા ફેમસ થયા હતા. હાલમાં જ ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટ પર કરીનાએ સરોજ ખાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું કે, ‘દિલ મેરા મુફ્ત કા’ સોન્ગના શૂટિંગ વખતે મને ઠપકો મળ્યો હતો. રાતે એક વાગ્યે પણ જ્યારે કરીનાએ યોગ્ય રીતે સ્ટેપ ન કર્યા ત્યારે સરોજે ગુસ્સામાં કહ્યું હતું, ‘એ લડકી કમર હિલા, નહિ તો શોટ ઓકે નહિ હોંગે.’ આ ઉપરાંત કરીનાએ જબ વી મેટ અને અજનબી ફિલ્મના સોન્ગના શૂટિંગનો અનુભવ પણ કહ્યો અને તેમાં પણ તેને સરોજથી ફટકાર પડી હતી.

View this post on Instagram

All these songs are evergreen but do you know the story behind their glory? Tune in to #ZeeTV this Sat-Sun at 8 pm to watch #SarojKhan in India's biggest dance battle. #DanceKaJungistaan #DanceIndiaDance #BattleOfTheChampions #KareenaKapoorKhan #KaranWahi #Raftaar #Bosco @raftaarmusic @boscomartis @therealkareenakapoor @karanwahi @sarojkhanofficial @zeetvdid

A post shared by ZEE TV (@zeetv) on Sep 19, 2019 at 9:53am PDT

કાજોલ, આમિર અને જૂહીને બેશરમ કહ્યા હતાવર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઈશ્ક’ના દરેક સોન્ગ સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યા હતાં. એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ ફિલ્મ સાથે જોડાયેલા અનુભવો વિશે કાજોલે કહ્યું હતું કે, દરેક સ્ટાર્સને માસ્ટરજીનો બરાબર ઠપકો પડ્યો હતો. ફિલ્મમાં એક સોન્ગમાં ચારેય લીડ એક્ટર્સ હતા અને તેને સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું. ચારેય સ્ટેજ પર સ્ટેપ કરી રહ્યા હતાં તે દરમિયાન સરોજે ખીજાઈને કહ્યું, ‘કટ....કટ....કેટલા બેશરમ છો તમે લોકો. તમારે અજયની જેમ ડાન્સ કરવાનો છે. તમે લોકો શું કરી રહ્યા છો. માત્ર અજય જ મારા સ્ટેપને ફોલો કરે છે.’ અજય દેવગણ હંમેશાં એક ખરાબ ડાન્સર રહ્યો છે તેવામાં સરોજ ખાનની વાત સાંભળીને બધાને નવાઈ લાગી હતી.

શાહરુખ ખાનને થપ્પડ માર્યો હતોકરિયરની શરૂઆતમાં શાહરુખે ઘણા સારા સોન્ગમાં સરોજ સાથે કામ કર્યું છે. એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખે કહ્યું હતું કે, તે સમયે વધારે કામ હોવાથી હું ત્રણ શિફ્ટમાં કામ કરતો હતો. એકવારમેં સરોજ ખાનને કહ્યું હતું કે, હું થાકી ગયું છું. તેના જવાબમાં તેમણે મને ધીરેથી થપ્પડ મારીને કહ્યું કે, ‘એવું ક્યારેય ન કહેવું જોઈએ કે મારી પાસે વધારે કામ છે.’







Many actresses including Kajol and Juhi have been reprimanded by Saroj Khan, had said angrily to Kareena 'Aye ladki kamar hila'