સુરત શહેરમાં યોજાયેલા શુભેચ્છા મુલાકાતના કાર્યક્રમમાં રાજ્યના ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સંબોધનમાં કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં ન જોડવા અંગે ઇશારો કર્યો છે. તેમણે સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે, કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય અથવા આપણે એમને જોડવા પડે પછી આપણે ઇલેક્શન જીતીએ તેવા સંજોગો ન ચલાવી લેવાય. તેમણે જણાવ્યું હતું કે, ભાજપનો કાર્યકર્તા પોતાની તાકાત પર લડે અને ભવ્ય જીત હાંસલ કરે એ જ એની આવડત છે. આમ, તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે ભાજપના દરવાજા બંધ કરી દીધાં હોય તે તરફ ઇશારો કર્યો છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સંબોધન કરી રહ્યાં હતા ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું