Translate to...

કાંગ્રેસના બે MLAને 25-25 કરોડ ઓફર કરાયા હતા: તપાસમાં ખુલાસો




રાજસ્થાનમાં રાજકીય ષડયંત્રનો મોટો બનાવ સામે આવ્યો છે. અહી ધારાસભ્યોની ખરીદી કરીને કોંગ્રેસની સરકાર પાડવાના ષડયંત્રનો ખુલાસો કરતો કેસ શુક્રવારે નોંધાયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ જણાવ્યું હતું કે હથિયારોની હેરાફેરી સાથે જોડાયેલા બે મોબાઈ નંબર (9929229909 અને 8949065678) સર્વિલન્સ ઉપર હતા. આ નંબરો ઉપર થયેલી વાતચીતમાં સામે આવ્યું કે રાજ્યસભાની ચૂંટણી પહેલા સરકાર પાડવાનું ષડયંત્ર રચાયું હતું. ધારાસભ્યોને 25-25 કરોડ આપવાની માહિતી પણ સામે આવી છે. કોંગ્રેસના મહેશ જોશીના રિપોર્ટ પર તપાસ પછી SOGએ આ ખુલાસો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ આ FIRમાં બાંસવાડા જિલ્લામાં કુશલગઢથી મહિલા ધારાસભ્ય રમીલા ખડિયા અને પૂર્વ મત્રી અને વર્તમાન બાંસવાડા જિલ્લાથી કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રજીત સિંહ માલવીયનું નામ સામેલ હતું. તેઓને વિપક્ષ દ્વારા મોટી રકમ આપીને ખરીદવાની કોશિશ કરાઈ હતી. આ કેસ મુખ્યમંત્રી ગહલોત સુધી પહોંચી ગઈ. ત્યાર પછી મહેશ જોશીએ રાજ્યસભા ચૂંટણી પહેલા એક લેખિત રિપોર્ટ SOG, જયપુરમાં આપ્યો હતો.

SOGને કરાયેલી ફરીયાદમાં આ આરોપ લગાવાયો હતોજોશીનો આરોપ હતો કે વર્તમાન કોંગ્રેસ સરકારના ધારાસભ્યો અને સમર્થન આપી રહેલા ધારાસભ્યોને લાલચ આપીને રાજ્યસભા ચૂંટણીમાં મતદાનને પ્રભાવિત કરવાનો અને સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ રિપોર્ટમાં બે મોબાઈલ નંબર અપાયા હતા. આક્ષેપ છે કે આ નંબરોથી ફોન કરીને ધારાસભ્યોને ખરીદીને સરકાર પાડવાની કોશિશ કરાઈ હતી.

બે મોબાઈલ નંબરથી ખુલાસો થશે કે ખરીદવાની કોશિશ કરોણે કરી હતીસૂત્રો મુજબ વાતચીતમાં એ પણ કહેવાયું છે કે વર્તમાન સરકારને પાડીને આ લોકો નવી સરકાર બનાવીને 1000-2000 કરોડ રૂપિયા કમાઈ શકે છે. આ વાતચીતમાં એ પણ કહેવાયું છે કે મુખ્યમંત્રી અશોક ગહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યોને તોડીને સરકાર પાડવામાં આવે.ટ

રિપોર્ટ મુજબ ફોન ઉપર થયેલી ચર્ચામાં એ પણ સામે આવ્યું છે કે વર્તમાન સકાર પાડીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે. પરંતુ ભાજપે કહ્યું કે મુખ્યમંત્રી અમારો હશે અને નાયબ મુખ્યમંત્રીને કેન્દ્રમાં મંત્રી બનાવાશે. ઉલ્લેખનિય છે કે ગહલોતે પણ રાજ્યસભા ચૂંટણી પહેલા કહ્યું હતું કે ભાજપ દ્વારા ધારાભ્યોને 25-25 કરોડ રૂપિયાનું પ્રલોભન આપીને ખરીદવાની કોશિશ થઈ રહી છે. ત્યાર પછી કેસ તપાસ માટે SOG પાસે પહોંચ્યો.

મોડી રાત્રે લગભગ 26 ધારાસભ્યોનું સંયુક્ત નિવેદન બહાર પડ્યુંધારાસભ્યોની ખરીદીના કેસમાં શુક્રવાર મોડી રાતે 26 ધારાસભ્યોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. તે મહેશ જોશી અને મહેન્દ્ર ચૌધરી દ્વારા જાહેર કરાયું હતું. તેમાં ભાજપ ઉપર આરોપ લગાવાયો કે તે સરકાર તોડવાની કોશિશ કરી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આ ષડયંત્રમાં ભાજપના ટોચના નેતા સામેલ હોવાની વાત કહી હતી.







ગહલોતે પણ રાજ્યસભા ચૂંટણી પહેલા કહ્યું હતું કે ભાજપ દ્વારા ધારાભ્યોને 25-25 કરોડ રૂપિયાનું પ્રલોભન આપીને ખરીદવાની કોશિશ થઈ રહી છે. ત્યાર પછી કેસ તપાસ માટે SOG પાસે પહોંચ્યો