ગાંધીનગર ઉત્તરના કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે તેમનાં પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઇસોલેશનમાં ગયાં હતા. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા કુંવરજી બાવળિયા, સેક્શન ઓફિસર સહિતનો સ્ટાફ હોમ ક્વોરન્ટાઇન થઈ ગયો હતો. શનિવારે સી. જે. ચાવડાના પત્ની પશુપાલન નિયામક અધિકારી ફાલ્ગુનીબહેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી સી. જે. ચાવડાએ પણ આઇસોલેટ થઈ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
સી.જે. ચાવડા - ફાઇલ તસવીર