Translate to...

કોંગ્રેસના આઠ ધારાસભ્ય ભાજપમાં જોડાયા પછી અન્ય 5 લાઇનમાં હતા, ભાજપ ઈચ્છત તો 15 રાજીનામાં પાડી શકત

કોંગ્રેસના આઠ ધારાસભ્ય ભાજપમાં જોડાયા પછી અન્ય 5 લાઇનમાં હતા, ભાજપ ઈચ્છત તો 15 રાજીનામાં પાડી શકત




રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યનાં રાજીનામાં પડ્યાં અને કોંગ્રેસના એક ઉમેદવાર જીતી શકે તેમ હતા છતાં હારી ગયા. જો ભાજપે ઈચ્છ્યું હોત તો આઠને બદલે 15 ધારાસભ્યનાં રાજીનામાં પડી શક્યાં હોત. ભાજપના એક મોટાગજાના નેતાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીના એક દિવસ અગાઉ પણ ફોન કરીને ભાજપમાં જોડાઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ નેતાએ જણાવ્યું કે, પાંચ ધારાસભ્યો સતત અમારા સંપર્કમાં રહી અમને કોંગ્રેસની પળેપળની માહિતી પણ પહોંચાડતા હતા. આ પાંચ સિવાય બીજા બે ધારાસભ્યો તો 2017માં ચૂંટાઇને આવ્યા પછી ચાર-પાંચ મહિના બાદ જ સંપર્ક કરીને ભાજપમાં જોડાઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને હજુ પણ તેઓ સતત તેમ કરી રહ્યા છે.

સાત ધારાસભ્યોનો સમય આવ્યે સંપર્ક કરાશેઆ સાત ધારાસભ્યમાં 3 કોંગ્રેસી ધારાસભ્યો સૌરાષ્ટ્ર, બે ઉત્તર ગુજરાત, એક મધ્ય ગુજરાત અને એક દક્ષિણ ગુજરાતના છે. ભાજપના નેતાના જણાવ્યા અનુસાર, આ પાંચ ધારાસભ્યોને આગામી સમયમાં ભાજપમાં જોડાવવા માટે નિર્ણય લેવામાં આવશે.

વિધાનસભા ચૂંટણી પહેલા જ નંબર લાગશેઆ ધારાસભ્યો આગામી વિધાનસભાની યોજાનારી ચૂંટણી પૂર્વે જ જોડાશે. રાજ્યસભાની ચૂંટણી હવે ત્રણ વર્ષે 2023માં આવશે અને તે દરમિયાન કોઇ જરૂર પડશે નહીં. આ સિવાય ચૂંટણીમાં લોકો પર માહોલ ઊભો કરવા માટે આવી જરૂર પડતી હોવાથી હવે વિધાનસભાની ચૂંટણી ટાણે જ પ્રવેશ થશે.







After Eight Congress MLAs joining BJP, other 5 Congress MLAs was in the line