Translate to...

કંગના રનૌત મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે પર ભડકી, કહ્યું- વિશ્વના સૌથી સારા મુખ્યમંત્રી લોકો પાસેથી પુરાવા માગી રહ્યા છે

કંગના રનૌત મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે પર ભડકી, કહ્યું- વિશ્વના સૌથી સારા મુખ્યમંત્રી લોકો પાસેથી પુરાવા માગી રહ્યા છે




સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન પર કંગના રનૌત ભડકી ઊઠી હતી. કંગનાની ટીમ તરફથી ત્રણ ટ્વીટ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે વિશ્વના સૌથી સારા CMએ મર્ડરને માત્ર બે મિનિટમાં સુસાઈડ કહી દીધું અને હવે તેઓ લોકો પાસેથી પુરાવા માગી રહ્યા છે. આ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ પોલીસનો બચાવ કરતાં કહ્યું હતું કે પોલીસ આ કેસની તપાસ કરવા માટે સક્ષમ છે.

આ મુદ્દે શનિવાર (પહેલી ઓગસ્ટ)ના રોજ કંગનાની ટીમે ત્રણ ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું, કંગનાને ચૂપ કરાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. મૂવી માફિયા તથા રાજકિય માફિયાઓએ આ મર્ડર માટે ભેગા થયા છે. જોકે, કંગના કોઈ પણ બાબતથી ડરતી નથી, ત્યાં સુધી કે તે મોતથી પણ ડરતી નથી અને આથી જ આવી નાની-મોટી ચાલ ચાલવાની જરૂર નથી.

Many things are being done to silence Kangana, movie mafia and politics mafia has joined hands in this murder, they are under estimating Kangana nothing scares her not even death no need to do small tricks... https://t.co/a8VXAnBzIx

— Team Kangana Ranaut (@KanganaTeam) August 1, 2020

મુંબઈ પોલીસની કામગીરી પર સવાલ બીજી ટ્વીટમાં કંગનાની ટીમે કહ્યું હતું, વિશ્વના સૌથી સારા મુખ્યમંત્રી કહી રહ્યા છે કે મને પુરાવા આપો. તો હવે આ જનતા પર છે કે તેમને પુરાવા આપવામાં આવે પરંતુ મુંબઈ પોલીસ ક્રાઈમ સાઈટને સીલ સુદ્ધા કરી શકી નહોતી અને ત્યાંથી વાળ, ફિંગર પ્રિન્ટ્સ વગેરે તપાસ માટે ભેગું પણ કર્યું નહોતું. મૂવી માફિયાના બેસ્ટ CM આપણી પાસેથી પુરાવા ઈચ્છે છે.

World’s best CM is saying give me proof,so its now up to the public now to give him proofs but ⁦@MumbaiPolice⁩ didnt even seal the crime site no hair strands or finger prints can be acquired but Movie mafia’s best CM wants us to give him proof