સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈમાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ કંગનાએ દાવો કર્યો છે કે સુશાંતે આવું પગલું બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મ અને કેમ્પિંગના કારણે ભર્યું હતું. કંગના જાહેરમાં ઘણા સેલેબ્સ પર ગંભીર આરોપ લગાવી રહી છે. સુશાંત અને કંગનાએ કોઈપણ ફિલ્મમાં સાથે કામ કર્યું ન હતું પરંતુ હવે આ બાબતે કંગનાએ એક મોટો ખુલાસો કર્યો છે. અંગ્રેજી મીડિયમ ફેમ ડિરેક્ટર હોમી અડાજણીયાએ તેમની એક ફિલ્મ માટે બંને એક્ટર્સને અપ્રોચ કર્યા હતા.
ઇકોનોમિક ટાઈમ્સને આપેલ ઇન્ટરવ્યૂમાં કંગનાએ જણાવ્યું કે, તે સુશાંત સાથે એક ફિલ્મમાં કામ કરવાની હતી જે એક અર્બન કપલની હતી. મને હજુ યાદ છે કે હોમી અડાજણીયાએ મને તેમની ઓફિસ ફોન કરી બોલાવી હતી. મને ત્યારે લીગલ નોટિસ મળી હતી જે મને ક્રિમિનલ ચાર્જ માટે હ્રિતિક રોશને મોકલી હતી. ત્યારે હું એકદમ સ્તબ્ધ હતી અને તેવી સ્થિતિમાં હું હોમી પાસે ગઈ હતી. તેમણે મને લવ સ્ટોરી નરેટ કરી પણ હું તેમાં ધ્યાન આપી જ શકી નહિ કારણકે હું એકદમ તૂટી ગઈ હતી. મેં તેમને કહ્યું હતું કે હું ફરીવાર આના પર નજર ફેરવીશ પણ કોઈ મારી મનોદશા જાણતું ન હતું. ત્યારબાદ મેં એક વર્ષ સુધી ઘણું સહન કર્યું, મેં તે વર્ષે એકપણ ફિલ્મ સાઈન કરી ન હતી. પણ મને થોડું થોડું યાદ છે કે તે અર્બન કપલની લવ સ્ટોરી હતી.
સુશાંત આત્મહત્યા કેસમાં સ્ટેટમેન્ટ આપશેકંગના સુશાંતના મૃત્યુ બાદથી ઘણા મુદ્દે ચર્ચા કરી રહી છે. તેણે મહેશ ભટ્ટ, કરણ જોહર, આદિત્ય ચોપરા સહિત ઘણા સેલેબ્સને સુશાંતના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા છે. તેમના પર આરોપ લગાવ્યો છે કે તેઓ ઇન્ડસ્ટ્રીમાં કેમ્પિંગ અને ગૃપીઝમ કરે છે. મુંબઈ પોલીસે કંગના રનૌતને આ કેસમાં સ્ટેટમેન્ટ આપવા માટે સમન્સ મોકલ્યું છે. કંગના તેનું સ્ટેટમનેટ મનાલીથી મેલમાં મોકલી શકે છે.
કંગનાએ તો એવો પણ દાવો કર્યો છે કે, જો તે તેની એકપણ વાત સાબિત નહીં કરી શકે તો તે તેનો પદ્મ શ્રી અવોર્ડ પરત કરવા તૈયાર છે. આટલું જ નહીં કંગનાએ તાપસી પન્નુ, રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કરને બી ગ્રેડ એક્ટ્રેસ કહી તેમને પણ આડે હાથ લીધા છે.
Kangana Ranaut & Sushant Singh Rajput Were Being Considered For A Movie By Homi Adajania