Translate to...

કંગના રનૌતના ઘર પર ગોળીબાર, પોલીસ તહેનાત, એક્ટ્રેસે કહ્યું- મને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે

કંગના રનૌતના ઘર પર ગોળીબાર, પોલીસ તહેનાત, એક્ટ્રેસે કહ્યું- મને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છેસુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગના સતત પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવી છે. 31 જુલાઈના રોજ કંગનાની ટીમે મોડી રાત્રે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે મનાલી સ્થિત ઘરની પાસે ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ કુલુ પોલીસ કંગનાના ઘરે ગઈ હતી. જોકે, પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, કંગનાએ કહ્યું હતું કે તેને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસની એક ટીમ કંગનાના ઘરે તહેનાત કરવામાં આવી હતી.

કંગનાએ કહ્યું હતું, હું મારા બેડરૂમમાં હતી અને રાત્રે લગભગ 11.30 વાગે મને ફટાકડા જેવો અવાજ સંભળાયો હતો. મને પહેલાં એવું લાગ્યું કે કોઈએ ફટાકડા ફોડ્યા છે પરંતુ જ્યારે બીજીવાર આ અવાજ આવ્યો ત્યારે હું એકદમ સાવધ થઈ ગઈ હતી, કારણ કે આ ગોળીબારનો અવાજ હતો. આ સમયે મનાલીમાં ટૂરિસ્ટ બહુ આવતા નથી. આ જ કારણે કોઈ ફટાકડા ફોડે નહીં. આથી મેં તરત જ સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો હતો. સિક્યોરિટી ગાર્ડે કહ્યું હતું કે બાળકોએ ફટાકડા ફોડ્યા હોઈ શકે છે. મારા સિક્યોરિટી ગાર્ડે ગોળીબારનો અવાજ સાંભળ્યો નહોતો. જોકે, બાહર કોઈ નહોતું. અમે ઘરમાં માત્ર પાંચ લોકો છીએ. ત્યારબાદ અમે પોલીસને બોલાવી હતી.

પોલીસે શું કહ્યું? કંગનાએ કહ્યું હતું, પોલીસે તેને એમ કહ્યું હતું કે કોઈએ ચામાચીડિયાને મારવાનો પ્રયાસ કર્યો હશે, કારણ કે સફરજનની ખેતીને ચામચીડિયા નુકસાન પહોંચાડે છે. શનિવાર (પહેલી ઓગસ્ટ)ના રોજ અમે સફરજનના બગીચાના માલિકોને બોલાવ્યા હતા પરંતુ તેમાંથી કોઈએ ગોળીબાર કર્યો નહોતો. આથી લાગે છે કે આ અમને ડરાવવા માટે જ કરવામાં આવ્યું હતું.

વધુમાં કંગનાએ કહ્યું હતું કે તેની પોલિટિકલ કમેન્ટને કારણે આ બધું થઈ રહ્યું છે. કંગનાએ દાવો કર્યો હતો કે કોઈએ વિદેશી હથિયાર સાથે ગોળી ચલાવી હતી. કંગનાએ કહ્યું હતું કે તે આ ઘટના બાદ પણ ડરશે નહીં.

પોલીસે શું કર્યું? પોલીસે પોતાની એક ટીમ તપાસ અર્થે કંગનાના ઘરે મોકલી હતી. તેમણે વાહનોની તપાસ કરી હતી. કુલુના SP ગૌરવ સિંહે કહ્યું હતું કે કંગનાના ઘરે એક ટીમ તરત જ પહોંચી ગઈ હતી. પોલીસને લાગે છે કે ફાર્મહાઉસના માલિકે આવા અવાજો ક્રિએટ કર્યા હતા. ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ આવી હતી પરંતુ કોઈ કારતૂસ કે ગોળીના નિશાન મળ્યા નથી. કંગનાના ઘરની આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ આ કેસનો તપાસ રિપોર્ટ CM હાઉસ મોકલશે.

સુશાંતના નિધન બાદથી બેફામ નિવેદનો કરે છે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. સુશાંતના અવસાન બાદથી કંગનાએ બોલિવૂડના દિગ્ગજો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કંગનાએ સુશાંતના મોત પાછળ નેપોટિઝ્મ જવાબદાર હોવાનું કહ્યું હતું. હાલમાં જ કંગના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ભડકી હતી. તેણે કહ્યું હતું કે વિશ્વના સૌથી સારા CMએ મર્ડરને માત્ર બે મિનિટમાં સુસાઈડ કહી દીધું અને હવે તેઓ લોકો પાસેથી પુરાવા માગી રહ્યા છે. કંગનાએ ટ્વીટ કરીને કહ્યું હતું, બધાને ખબર છે પરંતુ કોઈ નામ લેશે નહીં. કરન જોહરનો બેસ્ટ ફ્રેન્ડ તથા દુનિયાના સૌથી સારા મુખ્યમંત્રીનો દીકરો છે. જો હું મારા ઘરે લટકતી હાલતમાં મળી આવું તો મહેરબાની કરીને ધ્યાન રાખજો કે મેં સુસાઈડ કર્યું નહીં હોય.

World’s best CM is saying give me proof,so its now up to the public now to give him proofs but ⁦@MumbaiPolice⁩ didnt even seal the crime site no hair strands or finger prints can be acquired but Movie mafia’s best CM wants us to give him proof