Translate to...

કંગનાએ હવે સ્વરા-તાપસીને B ગ્રેડ એક્ટ્રેસ કહેવાના નિવેદન પર સ્પષ્ટતા આપી, કહ્યું- તેમને ક્યારેય આલિયા-અનન્યા જેટલું મહત્ત્વ મળ્યું નથી

કંગનાએ હવે સ્વરા-તાપસીને B ગ્રેડ એક્ટ્રેસ કહેવાના નિવેદન પર સ્પષ્ટતા આપી, કહ્યું- તેમને ક્યારેય આલિયા-અનન્યા જેટલું મહત્ત્વ મળ્યું નથી




સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ કંગના રનૌતે ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ હસ્તીઓ પર બેફામ નિવેદનો આપ્યા છે. આ દરમિયાન કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં સ્વરા ભાસ્કર તથા તાપસી પન્નુને B ગ્રેડ એક્ટ્રેસ કરી હતી. તાપસી-સ્વરાએ કંગના પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. હવે કંગનાએ પોતાના આ નિવેદન પર ખુલાસો આપ્યો હતો. કંગનાનાં મતે સ્વરા તથા તાપસીને આલિયા ભટ્ટ તથા અનન્યા પાંડે જેટલું મહત્ત્વ આપવામાં આવતું નથી અને તેથી તેણે આ બંને એક્ટ્રેસિસને B ગ્રેડ એક્ટ્રસ કહી હતી.

કંગનાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલાં ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્વરા ભાસ્કર તથા તાપસી પન્નુએ ભલે ગમે તેટલી મહેનત કરી હોય પરંતુ તેમને ક્યારેય આલિયા તથા અનન્યા જેટલું મહત્ત્વ આપવામાં આવ્યું નથી. તે તો માત્ર એ વાત સમજાવા માગે છે કે જ્યારે સ્વરા ભાસ્કર એમ કહે છે કે તે સોનમ કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે તો દુનિયા તેને સોનમની જેમ ટ્રિટ કરતી નથી. પછી તાપસી ભલે ગમે તેટલી વાર કહે કે લોકો તેને બહુ જ પ્રેમ કરે છે અને ઈન્ડસ્ટ્રીમાં તેને બરાબરની તક મળે છે પરંતુ લોકો તેને આલિયા ભટ્ટ તથા અનન્યા પાંડેની જેમ ક્યારેય મહત્ત્વ આપતા નથી.

વધુમાં કંગનાએ કહ્યું હતું, તમે ભલે ગમે તેટલી મહેનત કરો પરંતુ તેનાથી કોઈ ફેર પડતો નથી. તમને એ જગ્યાએ ક્યારેય નહીં મળે, જેના તમે હકદાર છો. જો તમને આ વાત સમજમાં નથી આવતી તો તે જરૂરથી આ વાત કહેશે. ઈનસાઈડર્સ માટે તમે B ગ્રેડ એક્ટ્રેસ જ છો. તે આ સમયમાંથી પસાર થઈ ચૂકી છે અને તેને ખ્યાલ છે કે આ કેવું હોય છે. જો તમને એમ લાગે છે કે તમે અહીંયા જગ્યા બનાવી લીધી છે અને તમે ઈનસાઈડર છો, તો આ વાત તદ્દન ખોટી છે.

સુશાંત ઈચ્છતો હતો કે ઈન્ડસ્ટ્રી તેને અપનાવેઃ કંગના સુશાંત તથા અંકિતા પર વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું કે અંકિતાએ તેને એકવાર કહ્યું હતું કે સુશાંત ઈચ્છતો હતો કે ઈન્ડસ્ટ્રીના લોકો તેને અપનાવે. સુશાંતની આત્મહત્યા બાદથી ઈનસાઈડર્સ તથા આઉટસાઈડર્સનો મુદ્દો ગરમાયો છે. કંગનાએ રિપબ્લિક ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્વરા તથા તાપસી B ગ્રેડ એક્ટ્રેસ છે અને કામ માગવા માટે ચાપલુસી કરે છે. ત્યારબાદ ટ્વિટર પર બંનેએ કંગના પર આક્ષેપો મૂક્યાં હતાં. સ્વરાએ એક ટ્વીટમાં કહ્યું હતું કે કંગનાએ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન’ના સેટ પર 200 લોકોની સામે અપશબ્દો કહ્યાં હતાં. જોકે, ફિલ્મનાં અન્ય કો-સ્ટાર નવીન પરિહારે આ વાતને ખોટી ગણાવી હતી.







Kangana has now clarified her statement calling Swara-Taapsee B-grade actress