Translate to...

કુંકાવાવ તાલુકામાં 2 ઈંચ, ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર, આટકોટમાં ધીમી ધારે વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા

કુંકાવાવ તાલુકામાં 2 ઈંચ, ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર, આટકોટમાં ધીમી ધારે વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા




અસહ્ય બફારા અને ગરમી વચ્ચે આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત થઈ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા ખેતરમાં ઉભા પાકને ફાયદો થશે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાય ગયા છે. બીજી તરફ આટકોટમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. કુંકાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કુંકાવાવના અનીડા, તાલાળીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉજળાની ચોટકીયાળી નદીમાં પૂર આવ્યું છે. કુંકાવાવના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી શહેર અને કુંકાવાવ પંથકમાં વરસાદ વરસ્યો હતો. લાઠી, દામનગર અને ગ્રામ્યમાં ભીંગરાળ, આસોદર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીરપુર, માધુપુર, જીરા, ગઢીયા, સહિત આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

લાઠીમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા

ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ અગીયાળી, બેકડી, ગુંદાળા, થાળા, બોરડી, વાવડી અને રાજપરા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા કપાસ અને મગફળીના પાકને ફાયદો થશે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ અમરેલીના લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લાઠીના દામનગર, ભીગરાડ અને આસોદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે રોડ-રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. ભીંગરાડમાં વરસાદને પગલે ખેતરો પાણી-પાણી થઈ ગયા હતા.

લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

આટકોટ પંથકમાં ધીમી ધારે વરસાદ આજે આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત બન્યા હતા. ત્યારે બપોરે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું. હાલમાં ખેડૂતો ધોધમાર વરસાદની વાટ જોઈ રહ્યાં છે. કારણ કે નદી-નાળા છલકાઈ જાય તેટલા વરસાદની આટકોટ પંથકમાં જરૂર છે. હાલમાં પાકને પણ વરસાદની તાતી જરૂર છે.

(ભરત વ્યાસ-ભાવનગર, જયદેવ વરૂ-અમરેલી, કરશન બામટા-આટકોટ, રાજુ બસિયા-બાબરા/જયદેવ વરૂ, અમરેલી)







ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદથી ખેતર બહાર પાણી નીકળી ગયા