કો-ઓપરેટિવ ડેરીમાંથી FMCG કંપની બનવા તરફ અમૂલની આગેકુચ, ઘઉંના લોટ બાદ જન્મય બ્રાંડ હેઠળ ખાદ્યતેલો લોન્ચ કર્યા

કો-ઓપરેટિવ ડેરીમાંથી FMCG કંપની બનવા તરફ અમૂલની આગેકુચ, ઘઉંના લોટ બાદ જન્મય બ્રાંડ હેઠળ ખાદ્યતેલો લોન્ચ કર્યાદૂધ અને ડેરી પ્રોડક્ટ્સ માટે દેશ અને દુનિયામાં જાણીતું નામ બની ગયેલી અમૂલ હવે કો-ઓપરેટિવ ડેરીમાંથી FMCG કંપની બનવા તરફ આગળ વધી રહી છે. કંપનીએ થોડા સમય પહેલા ઘઉંનો લોટ લોન્ચ કર્યો હતો અને હવે આજે 9 જુલાઈએ જન્મય બ્રાંડનેમ સાથે પાંચ પ્રકારના ખાદ્યતેલો બજારમાં લોન્ચ કર્યા છે. અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, બનાસ, નોર્થ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તેલીબિયાં ઉત્પાદક ખેડૂતોને સારું વળતર આપવાના ઈરાદે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લીમીટેડે (GCMMF) આજે જન્મય બ્રાંડનેમ સાથે ખાદ્યતેલો લોન્ચ કર્યા છે.

GCMMF happy to launch "Janmay"range of edible oils in gujarat to provide remunerative price to edible oilseeds growers in Banas , North Gujarat and southh gujarat . @[email protected]/tnHSt4herx

— R S Sodhi (@Rssamul) July 9, 2020

પાંચ પ્રકારના ખાદ્યતેલો લોન્ચ કર્યાઅમુલે આજે સિંગતેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ, સોયાબીન અને રાયડાનું તેલ લોન્ચ કર્યું છે. આ તેલ એક લીટરના પાઉચ પેક અને 5 લિટરના જાર પેકમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેલીબિયા ઉગાડનારાઓ માટે પણ, અમૂલ તેના ડેરી મોડેલનું પુનરાવર્તન કરવાની તૈયારી કરી રહ્યું છે, જેણે દૂધ ઉત્પાદકોને વધુ મહેનતાણું આપ્યું છે.Amul's move from co-operative dairy to FMCG company, launches edible oils today with brand name Janmay