Translate to...

કોઇએ 22 ઠાકુરોને લાઇનમાં ઉભા રાખી ગોળી મારી, તો કોઇએ મુખ્યમંત્રીની હત્યાની સોપારી લીધી હતી

કોઇએ 22 ઠાકુરોને લાઇનમાં ઉભા રાખી ગોળી મારી, તો કોઇએ મુખ્યમંત્રીની હત્યાની સોપારી લીધી હતીતાજેતરમાં જ કાનપુરમાં ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સહયોગીઓએ આઠ પોલીસકર્મીઓની હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. ઉત્તરપ્રદેશ (UP)પોલીસે તેના પર અઢી લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. પોલીસની 100થી વધુ ટીમ ત્રણ રાજ્યોમાં તેની શોધખોળ કરી રહી છે. પરંતુ હજુ સુધી વિકાસ પોલીસના હાથે લાગ્યો નથી. ગુનાખોરીની અનેક કહાણીઓ ધરાવતા ઉત્તરપ્રદેશના પાંચ મોટા અપરાધીઓની કહાણી આજે પ્રસ્તુત કરીએ છીએ જેમણે જે-તે સમયે હાહાકાર મચાવ્યો હતો.

1. ફૂલન દેવી: બદલાની આગમાં 22 ઠાકુરોને લાઇનમાં ઉભા રાખી ગોળી મારીફુલનદેવીની ધરપકડ કરવા માટે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની પોલીસે તનતોડ મહેનત કરી પરંતુ તે કોઇના હાથે લાગી નહીં. 1963માં ઉત્તરપ્રદેશના જાલોન જિલ્લાના પુરવા ગામમાં ફુલન દેવીનો જન્મ થયો હતો. ગરીબ અને પછાત જાતિમાં જન્મેલી ફુલનના લગ્ન 11 વર્ષની ઉંમરે 40 વર્ષની વ્યક્તિ સાથે કરવામા આવ્યા હતા. તેનો પતિ તેના પર અત્યાચાર ગુજારતો હતો.

ફુલનદેવી પર બનેલી બેન્ડિટ ક્વીન ફિલ્મનું એક દ્રષ્ય. તેમાં સીમા બિશ્વાસે ફુલનનો રોલ કર્યો હતો.

ત્યારબાદ ફુલન એક ડાકુઓની ગેંગ સાથે જોડાઇ ગઇ. તે ગેંગનો સરદાર હતો બાબુ ગુજ્જર અને બીજા નંબરે હતો વિક્રમ મલ્લાહ. એવું કહેવાય છે કે એક દિવસ ગુજ્જર ફુલનદેવી સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે વિક્રમ ત્યાં આવી પહોંચ્યો. બન્ને વચ્ચે ઝઘડો થયો અને વિક્રમે ગુજ્જરને ગોળી મારી દીધી. ત્યારબાદ ફુલન વિક્રમ સાથે રહેવા લાગી.

ગુજ્જરની હત્યાથી ઠાકુરોની એક ગેંગમાં નારાજગી હતી. મોકો મળતા જ તેમણે વિક્રમ મલ્લાહની હત્યા કરી અને ફુલનને કિડનેપ કરીને ઉત્તરપ્રદેશના બેહમઇમાં ત્રણ અઠવાડિયા સુધી દુષ્કર્મ કર્યું. ફુલન દેવી પર બનેલી ફિલ્મ બેન્ડીટ ક્વીનમાં દર્શાવાય મુજબ, ફુલન ઠાકુરોના કબ્જામાંથી મુક્ત થઇને એક ગેંગમાં સામેલ થઇ ગઇ હતી. ફુલનના મનમાં બદલો લેવાની જ્વાળા ભડકી રહી હતી. 1981માં તે બેહમઇ ગામ પરત આવી અને 22 ઠાકુરોને લાઇનમાં ઉભા રાખી ગોળી મારી દીધી. તેમાંથી 21ના મોત થઇ ગયા હતા.

પોલીસ ફુલનની પાછળ પડી ગઇ અને તેના માથા સાટે ઇનામ રાખવામા આવ્યું હતું. ઘણી જગ્યાએ રેડ પાડવામાં આવી, એન્કાઉન્ટર થયા પણ ફુલન હાથ લાગી નહીં. હંમેશા તે પોલીસને છેતરીને ભાગી જતી હતી. ત્યારબાદ UP અને મધ્યપ્રદેશની સરકારોએ નક્કી કર્યું કે ફુલનને સરેન્ડર કરવા માટે રાજી કરવામા આવે.

1994માં સપાની ટિકિટ પર ફુલન મિર્ઝાપુરથી જીતીને લોકસભા પહોંચી હતી. 2001માં તેની હત્યા કરવામા આવી હતી.

તે સમયે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અર્જુનિસિંહ હતા. તેમણે આ જવાબદારી ગ્વાલિયરના પોલીસ મહાનિરિક્ષક રાજેન્દ્ર ચતુર્વેદીનો સોંપી. તેઓ 8 કિલોમીટર બાઇક અને પછી છ કિમી પગપાળા ચાલીને ચંબલના જંગલમાં ફુલન દેવીને મળવા પહોંચ્યા. લગભગ 12 કલાક સુધી વાતચીત થઇ. ત્યારબાદ ફુલનદેવીએ 1983માં મુખ્યમંત્રી અર્જુનસિંહ સામે સરન્ડર કર્યું હતું.

તેના પર 22 હત્યા, 30 લૂંટ અને 18 અપહરણના આરોપ લાગ્યા હતા. ફુલનને 11 વર્ષ જેલમાં રહેવું પડ્યું . ત્યારબાદ 1994માં સપાની ટિકિટ પર મિર્જાપુરથી જીતીને તે લોકસભા પહોંચી હતી. 1994માં શેખર કપૂરે બેન્ડીટ ક્વીન નામથી ફુલનદેવીના જીવન પર ફિલ્મ બનાવી હતી. 25 જુલાઇ 2001ના ફુલન દેવીની હત્યા થઇ ગઇ હતી.

2. દદુઆ મતલબ બુંદેલખંડનો વીરપ્પન: એક સાથે 9 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી1970ના દાયકામાં શિવકુમાર પટેલ ઉર્ફ દદુઆનું નામ ચંબલના જંગલોમાં ખૌફનું પર્યાય હતું. તેને બુંદેલખંડનો વીરપ્પન પણ કહેવામા આવતો હતો. તેણે 200થી વધુ મર્ડર કર્યા હતા પરંતુ પોલીસ પૂરાવાના અભાવે તેની વિરુદ્ધ એકપણ કેસ દાખલ કરી શકી ન હતી. તેનો ખોફ એટલો હતો કે કોઇ પ્રધાન, ધારાસભ્ય કે સાંસદને ચૂંટણી લડવી હોય તો એક મોટી રકમ ભેટ તરીકે તેને આપવી પડતી હતી. UP અને મધ્યપ્રેદશમાં તેની વિરુદ્ધ 400થી વધુ કેસ દાખલ હતા. UPપોલીસે તેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું.

બુંદેલખંડમાં દદુઆની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

એવું કહેવાય છે કે દદુઆએ તેના પિતાની હત્યાનો બદલો લેવા માટે હથિયાર ઉઠાવ્યા હતા. ત્યારબાદ 1982માં ડાકુઓની એક ગેંગ બનાવી અને 1986માં એક સહયોગીની હત્યા બાદ 9 લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ 1992માં મડઇયન ગામમાં ત્રણ લોકોને મારીને આખું ગામ સળગાવી નાખ્યું હતું. દદુઆના ભયથી UP અને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાના લોકો ખૌફમાં રહેતા હતાં. જોકે ઘણા ગામોમાં દદુઆ ગરીબોનો મસીહા હતો. બુંદેલખંડમાં દદુઆની પ્રતિમા લગાવવામાં આવી છે. 2007માં STFની ટીમે દદુઆ ગેંગને ઘેરી લીધી અને દદુઆ અને તેમના ઘણા સહયોગીઓને મારી નાખ્યા. કહેવાય છે કે તેની શોધખોળમાં 100 કરોડથી વધુ રૂપિયા ખર્ચ થયા હતા.

3. નિર્ભય ગુર્જર: બે રાજ્યોની પોલીસે અઢી લાખનું ઇનામ રાખ્યું હતુંનિર્ભય ગુર્જર ચંબલના જંગલોનો કુખ્યાત ડાકુ હતો. 8 નવેમ્બર 2005માં પોલીસે તેનું એન્કાઉન્ટર કર્યું હતું. તેના પર યૂપી અને મધ્યપ્રદેશ સરકારે 2.5-2.5 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. નિર્ભય ગુર્જર વિરુદ્ધ અપહરણ અને મર્ડરના 200થી વધુ કેસ પોલીસ ચોપડે નોંધાયેલા હતા. નિર્ભય ગુર્જરને યુવતીઓ ખૂબ પસંદ હતી. તે ગેંગમાં યુવતીઓને પણ રાખતો હતો. તેમાં સીમા પરિહાર, મુન્ની પાંડે, પાર્વતી ઉર્ફ ચમકો, સરલા જાટવ અને નીલમ પ્રમુખ હતી.

નિર્ભય ગુર્જર પર યૂપી અને મધ્યપ્રદેશ સરકારે અઢી અઢી લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું.

તેણે ચાર લગ્ન કર્યા હતા. કહેવાય છે કે એક વખત ચોરીના કેસમાં પોલીસે તેને ખૂબ માર્યો હતો. ત્યારથી તે અપરાધી બની ગયો હતો. તે ડાકુઓની ગેંગમાં સામેલ થઇ ગયો . ત્યાં મતભેદ થવાથી પોતાની ગેંગ બનાવી લીધી અને UP અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભય ફેલાવવા લાગ્યો. ચોરી, લૂંટફાંટ અને મર્ડર સાથે તે લોકોના હાથ-પગ પણ કાપી લેતો હતો.

4. શ્રીપ્રકાશ શુક્લા: બિહાર સરકારના મંત્રીનું મર્ડર, UPના મુખ્યમંત્રીની હત્યાની સોપારીશ્રીપ્રકાશ શુક્લા શાર્પ શૂટર અને કિલર નામથી પ્રસિદ્ધ હતો. તેના ખૌફથી આખુ ઉત્તરપ્રદેશ કાંપતું હતું. શ્રીપ્રકાશ શુક્લાનો જન્મ ગોરખપુરના મમખોર ગામમાં થયો હતો. તે ગામનો પ્રસિદ્ધ પહેલવાન હતો. 1993માં એક યુવકે તેની બહેનની છેડતી કરી. ત્યારબાદ તેણે તે યુવકની હત્યા કરી નાખી હતી. આ તેના જીવનનો પહેલો ગુનો હતો. મર્ડર બાદ તે બેંગકોક ભાગી ગયો. પરંતુ ત્યાં વધુ દિવસો સુધી રહી ન શક્યો અને ભારત આવી ગયો. અહીં તે બિહારના મોકામાની સુરજભાન ગેંગમાં સામેલ થઇ ગયો.

શ્રીપ્રકાશ શુક્લા શાર્પ શૂટર અને સોપારી કિલર તરીકે ફેમસ હતો.

શ્રીપ્રકાશે 1997માં લખનૌમાં બાહુબલી નેતા વીરેન્દ્ર શાહીની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ 13 જૂન 1998ના બિહાર સરકારના મંત્રી બૃજબિહારી પ્રસાદને તેમના સુરક્ષાકર્મીઓની સામે જ ગોળીઓથી વીંધી નાખ્યા હતા. કહેવાય છે કે શ્રીપ્રકાશે તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહની હત્યાની સોપારી પણ લીધી હતી. પાંચ કરોડમાં મુખ્યમંત્રીની હત્યાનો સોદો નક્કી થયો હતો.

4મે 1998ના UP પોલીસના તત્કાલિન ADG અજયરાજ શર્માએ 50 જવાનોની એક સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ બનાવી. આ ફોર્સનું પહેલું ટાસ્ક શ્રીપ્રકાશને જીવતો અથવા મૃત પકડવાનો હતો. 23 સપ્ટેમ્બર 1998ના STFની ટીમે શ્રીપ્રકાશનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. શ્રીપ્રકાશ શુક્લાના પર સહર ફિલ્મ બની હતી. વેબ સીરીઝ રંગબાઝને પણ તેની જ કહાણી પર આધારિત માનવામા આવે છે.

5.મુન્ના બજરંગી: 250 રૂપિયાના તમંચાથી 250 કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યુંપૂર્વાંચલના કુખ્યાત ગેંગસ્ટર પ્રેમ પ્રકાશ સિંહ ઉર્ફે મુન્ના બજરંગીની હત્યા 2018માં બાગપત જેલમાં થઇ હતી. ત્યાં તેને ગોળી મારવામા આવી હતી. લોકો કહે છે કે બાળપણથી જ તેને ડાકુઓ પર બનેલી ફિલ્મો જોવાનો શોખ હતો. પાંચમા ધોરણ બાદ મુન્નાએ અભ્યાસ છોડી દીધો. માત્ર 14 વર્ષની ઉંમરે સામાન્ય વિવાદમાં તેણે 250 રૂપિયામાં પિસ્તોલ ખરીદી અને કંઇ પણ વિચાર્યા વિના પાડોસીની હત્યા કરી નાખી.

ત્યારબાદ 1984માં એક વેપારીની હત્યા કરી નાખી. 1996માં જોનપુરના બીજેપી નેતા રામચંદ્રસિંહની હત્યા કર્યા બાદ તે પૂર્વાંચલના બાહુબલી મુખ્તાર અંસારીની ગેંગમાં સામેલ થઇ ગયો. 1996માં મુખ્તાર અંસારી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર મઉથી ચૂંટણી લડ્યો અને ધારાસભ્ય બન્યો. ત્યારબાદ પૂર્વાંચલમાં સરકારી કોન્ટ્રાક્ટ અને વસુલીનો વેપાર મુખ્તાર અંસારીના ઇશારે મુન્ના કરવા લાગ્યો હતો.

મુન્ના બજરંગી પર સાત લાખ રૂપિયાનું ઇનામ હતું.

2005માં ધોળા દિવસે ભાજપના નેતાની હત્યા29 નવેમ્બર 2005ના મુન્ના બજરંગીએ ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની ધોળા દિવસે હત્યા કરી નાખી હતી. તેણે તેમના સહયોગીઓ સાથે મળીને રાયની બે ગાડીઓ પર 400થી વધુ ગોળીઓ ચલાવી હતી. આ હત્યાકાંડ બાદ તે મોસ્ટ વોન્ટેડ બની ગયો હતો. તેના પર સાત લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામા આવ્યું હતું.

બજરંગીને એન્કાઉન્ટરનો ડર હતો. તેથી તેણે પોતે ધરપકડની યોજના બનાવી. 29 ઓક્ટોબર 2009ના દિલ્હી પોલીસે મુન્નાને મુંબઇના મલાડ વિસ્તારમાંથી પકડી લીધો હતો. મુન્ના બજરંગીએ તેના 20 વર્ષના ગુનાહિત જીવનમાં લગભગ 40 હત્યા કરી હતી.Someone shot 22 Thakurs standing in line while someone took the assassination order of the Chief Minister