કસૌટી ઝીંદગી કેના એક્ટર પાર્થ સમથાનનો લેટેસ્ટ કોરોના રિપોર્ટ નેગેટિવ, છેલ્લા 11 દિવસથી હોમ ક્વોરન્ટીન હતો, હજુ શૂટિંગ સ્ટાર્ટ નહીં કરે

કસૌટી ઝીંદગી કેના એક્ટર પાર્થ સમથાનનો લેટેસ્ટ કોરોના રિપોર્ટ નેગેટિવ, છેલ્લા 11 દિવસથી હોમ ક્વોરન્ટીન હતો, હજુ શૂટિંગ સ્ટાર્ટ નહીં કરે



ટીવી સિરિયલ કસૌટી ઝીંદગી કેના લીડ એક્ટર પાર્થ સમથાન કોરોના મુક્ત થઇ ગયો છે. રિપોર્ટ મુજબ તેનો લેટેસ્ટ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, તે શૂટિંગ ફરી ક્યારે શરૂ કરશે તે હજુ નક્કી નથી. અનુરાગ બાસુનો રોલ પ્લે કરનાર પાર્થને કોરોનાના સામાન્ય લક્ષણ હતા ત્યારબાદ તે જાતે ઘરમાં ક્વોરન્ટીન થઇ ગયો હતો.

11 દિવસથી હોમ ક્વોરન્ટીનપાર્થે 12 જુલાઈના રોજ કોરોના વાઇરસ પોઝિટિવ હોવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ તેના શોનું શૂટિંગ 4 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. સેટને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો અને સિરિયલના તેના કો-એક્ટર્સે પણ સાવચેતી માટે કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાં કરણ પટેલ, પૂજા બેનર્જી, એરિકા ફર્નાન્ડિઝ જેવા સ્ટાર્સ સામેલ હતા. તેમના કોરોના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા હતા.

View this post on Instagram

Hi everyone , I have been tested Postive for covid 19 .although I have mild symptoms.. I would urge and request everyone whose been with me in close promitixy over the last few days please go and get yourself tested . The Bmc has regularly been in touch and with the doctors guidance I am in self quarantine and I am grateful to them for all their support . Please be safe and take care