Translate to...

કરાચીમાં રહસ્યમય સબમરીનની સેટેલાઇટ તસવીરો સામે આવી

કરાચીમાં રહસ્યમય સબમરીનની સેટેલાઇટ તસવીરો સામે આવી
દેવાના અંબાર નીચે દબાયેલા પાકિસ્તાને હથીયારો પાછળ આંધળી દોટ મુકી હોય તેમ લાગી રહ્યું છે. ભારતની બરાબરી કરવી તેના માટે અશક્ય હોવા છતાં સામરિક સામગ્રીઓ ખરીદવા કરારો કરી રહ્યું છે. અને તેમા વધુને વધુ દેવા તળે દબાઇ રહ્યું છે. તેવામાં પાકિસ્તાન નેવીએ વધુ એક સબમરીન તૈયાર કરી લીધી હોવાનું બહાર આવી રહ્યું છે. આ અંગે વ્યાપક ચર્ચાઓ બાદ સેટેલાઇટ તસવીરો પણ બહાર આવી છે. આંતરરાષ્ટ્રી ફોર્બ્સ મિડીયા દ્વારા આ અંગે ઘટસ્ફોટ કરાયો છે. જેમાં કરાચી ખાતે એક સબમરીનને તાડપત્રીથી બાંધેલી હાલતમાં રખાઇ છે. પાકિસ્તાન નેવીએ આ અંગે હજુ કશુ ફોડ પાડ્યો નથી.

કચ્છમાં કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટ હોવાની સાથે અનેક મોટા ઔદ્યોગિક એકમો અને ઓઇલ ટર્મિનલો છે. જે સુરક્ષાની દ્રષ્ટીએ સંવેદનશીલમળતી વિગતો મુજબ ભારતે સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને કાશ્મીરમાં 370 હટાવવા જેવા મજબૂત પગલા લીધા ત્યારથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચીન અને બીજા એકલ-દોકલ દેશો સિવાય પાકિસ્તાનને આ અંગે કોઇ ટેકેદાર મળ્યો નથી. તેથી પાકિસ્તાની નેતાઓમાં યુદ્ધ ઉન્માદ ફેલાયો છે. નાપાક પાડોશી કાશ્મીર સરહદ પર સતત સીઝ ફાયર કરી રહ્યું છે. તો કચ્છ સરહદ પર સતત માળખાગ સુવિધા મજબૂત કરી રહ્યું છે. તો બીજીબાજુ અબર સાગર અને કચ્છ સરહદે ક્રીક બોર્ડરમાં પણ પોતાની હાજરી મજબૂત બને તેની કોશિશ કરી રહ્યું છે. આ ક્રમમાં જ પાકિસ્તાને ચીન અને તૂર્કી સાથે સબમરીન ખરીદીના કરાર કર્યા છે. તો અગાઉની ઇટાલી બનાવટની કોસમોસ સબમરીનને અપગ્રેડ કરાઇ રહી છે. આ તમામ ગતિવિધિ ભારત અને ખાસ કરીને કચ્છ માટે મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન પાસે સબમરીનની સંખ્યા વધે તો તેની સીધી અસર કચ્છને થાય તેમ છે. વળી કચ્છમાં કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટ હોવાની સાથે અનેક મોટા ઔદ્યોગિક એકમો અને ઓઇલ ટર્મિનલો છે. જે સુરક્ષાની દ્રષ્ટીએ સંવેદનશીલ છે.

આ બધાની વચ્ચે પાકિસ્તાનના કરાચી સ્થિત સ્પેશિયલ ફોર્સીસ હેડક્વાર્ટરમાં એક રહસ્યમ ચીજ જોવા મળી છે. રક્ષા મામલાના જાણકારો તો પહેલાથી જ આ એક સબમરીન હોવાનું કહી રહ્યા હતાં. તેવામાં એક સેટેલાઇટ તસવીર બહાર આવી છે. જેમાં તાડપત્રી બાંધેલી હાલતમાં એક સબમરીન દેખાઇ રહી છે. ફોર્બ્સ દ્વારા આ અંગે એક આર્ટિકલ પણ પ્રકાશિત કરાયો છે. જેમાં આ સબમરીન હોવાનો તેના લેખકે દાવો કર્યો છે. પાકિસ્તાને આ નવી સબમરીન અંગે રહસ્ય બનાવી રાખ્યું હોવાનું કહેવાયું છે. સબમરીનનો આકાર અને ટોરપીડોને જોતા તે ઇટાલી બનાવટની કોસમોસ સાથે મેચ થાય છે. તેવામાં તે અગાઉથી જ ઉપાયોગમાં લેવાતી કોસમોસ સબમરીનનું અપડેટેડ રૂપ હોય તેવું પણ કહી શકાય છે. વળી આ સબમરીનની તસવીર સામે ન આવે તેની પણ ભરપૂર કોશિશ કરાઇ રહી છે.

પાકિસ્તાના અન્ય યુદ્ધપોત અને નેવી શીપ જ્યા રાખવામાં આવે છે ત્યાં આ રહસ્યમય સબમરીનને રાખવામાં આવી છે. હવે આ સબમરીનન અંગે પાકિસ્તાન નેવી ક્યારે જાહેરાત કરે છે તેના પર રક્ષાના જાણકારોની નજર છે. જોકે ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસે તો ખૂબ પહેલાથી જ આ અંગે જાણકારી આવી ગઇ છે. અને પાકિસ્તાનની આ તમામ હલચલ પર નજર રાખવામાં આવી રહી છે.

પાક નેવીના અધિકારીએ વીડિયો લીક કરી દીધો !આ સબમરીન સેટેલાઇટ તસવીરમાં તો દેખાઇ રહી છે જ. પણ ખૂદ પાકિસ્તાન નેવીના અધિકારીએ જાહેર કરેલા વિડીયોમાં તે દેખાઇ ગઇ હતી. પાક નેવીના જનસંપર્ક વિભાગના ડાયરેક્ટર જનરલ એડમીરલ એમ આરસીદ જાવેદે તા. 3 જૂલાઇના ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો હતો. આ પાકિસ્તાની નેવીના સ્પેશિયલ સર્વિસ ગ્રુપની પરેડનો વિડીયો હતો. આ વિડીયોના પ્રથમ ત્રણ સેકન્ડમાં જ સૈનિકોની પાછળ તાડપત્રી ઢાંકેલી હાલતમાં સબમરીન દેખાઇ જાય છે.Satellite images of a mysterious submarine surfaced in Karachi