અઠવાડીયા પહેલા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરવામાં આવી છે. જેને પગલે સંગઠનમાં મોટાપાયે ફેરફાર થવાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે નવા પ્રદેશ પ્રમુખે એક બેઠક બોલાવીને આગામી રણનીતિ માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો સામેલ થયા હતા.
પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને શંકર ચૌધરી પણ સામેલ થયા હતાપેટાચૂંટણીની રણનીતિ અને યુવાઓને પાર્ટીમાં સ્થાન આપવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા આ મીટિંગમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને આવનારી વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીના કો-ઓર્ડિનેટર શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા. બેઠક ખાસ પેટાચૂંટણીની રણનીતિ તેમજ યુવાઓને પાર્ટીમાં સ્થાન આપવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ મીટિંગમાં સરકાર અને સંગઠન કઈ રીતે સંકલન સાધીને કામ કરશે તે અંગે પણ મહત્વની ચર્ચા થઈ હતી.
ડાબેથી રષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ