Translate to...

કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાતઃ દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા પગલું ભર્યું

કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાતઃ દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા પગલું ભર્યું



રાજ્યમાં કબજા સાથેના પાવર ઓફ એટર્ની હોય તો તેની નોંધણી ફરજિયાત છે તેવું મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું, હાલ કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત નથી. રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં નોંધણી કર્યાં વગરના નોટરી સમક્ષ થયેલા મુખત્યારનામાં (પાવર ઓફ એટર્ની)નો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે પક્ષકારોની મિલકત હડપ કરી લેવાના, છેતરપીંડી કરી દસ્તાવેજ નોંધણી કરાવી લેવાના ઘણા બધા બનાવો બનતા હતાં. આવા નોંધણી કરાવ્યા વગરના મુખત્યારનામાનો ઉપયોગ કરી ખોટી રીતે છેતરપિંડીથી ભૂમાફિયાઓ દ્વારા થતી પ્રવૃતિને અટકાવવા માટે રાજય સરકાર દ્વારા આ સુધારા અધિનિયમથી કબજા વગરના પાવર ઓફ એટર્નીના લેખને પણ ફરજિયાત નોંધણીપાત્ર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ હવેથી, મહેસૂલ વિભાગ દ્વારા સ્થાવર મિલકતના તમામ પ્રકારના કબજા સાથેના કે કબજા વગરના મુખત્યારનામાઓ(પાવર ઓફ એટર્ની)ની નોંધણી ફરજિયાત થશે.

ઓનલાઇન પણ દસ્તાવેજ નોંધણી થશેમહેસૂલ મંત્રીએ ઉમેર્યુ હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા નાગરિકોને પૂરી પાડવામાં આવતી સેવાઓનો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે દેશભરમાં ડિજિટલ ઈન્ડીયાની નવી પહેલ કરી છે. ત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને વધુ સરળ બનાવવા અનેક પ્રયત્નો કર્યાં છે. ત્યારે દસ્તાવેજની હાલની નોંધણી પધ્ધતિ મુજબ દસ્તાવેજ નોંધણી માટે રૂબરૂ જવાનું હોય છે. પરંતુ આ સુધારા અધિનિયમથી કોઇ પણ વ્યક્તિ દસ્તાવેજની ઓનલાઇન નોંધણી કરાવી શકશે. જો કોઈ વ્યક્તિએ ઘરે બેઠાં ઓનલાઈન નોંધણી કરાવવી હોય તો, આઇ-ગરવી પોર્ટલ પર ઓનલાઈન દસ્તાવેજની નોંધણી તેમજ પેમેન્ટ પણ કરી શકશે. જો કે, ઓનલાઇન નોંધણી કરાવ્યાં બાદ વેરીફિકેશન માટે પક્ષકારોએ એક વખત સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જઈને તેમની સહી, અગૂંઠાનું નિશાન અને કબૂલાત/ઓળખાણ આપવાની રહેશે. ઓનલાઇન દસ્તાવેજની નોંધણીના માધ્યમથી નાગરિકોને વધુ સુરક્ષિત, સરળ, ઝડપી અને પારદર્શી બનશે જેથી ઓનલાઇન દસ્તાવેજની નોંધણી પ્રક્રીયાનો આ નિર્ણય નાગરિકો માટે મહત્વનો પુરવાર સાબિત થશે.

સેલ સર્ટિફિકેટ ફરજિયાત નોંધાવવાના રહેશેમહેસૂલ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં દસ્તાવેજો નોંધણી માટે દસ્તાવેજ કરી આપનાર અને દસ્તાવેજ કરાવી લેનાર તેમજ ઓળખ આપનારના ઓળખના પુરાવા લેવામાં આવે છે. પરંતુ આ બાબતમાં અધિનિયમમાં કોઈ જોગવાઈ ન હતી. હવે આ સુધારા અધિનિયમથી પુરાવા લેવાની જોગવાઇ ઉમેરીને તેને વૈધાનિક પીઠબળ પૂરું પાડવામાં આવેલ છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા હરાજીથી અથવા એલોટમેન્ટ અથવા વેચાણથી આપવામાં આવતાં વેચાણપત્રો (સેલ સર્ટીફિકેટ)ને ફરજિયાત નોંધણી પાત્ર બનાવેલ છે.

નાગરિકોને રાહત થશેઃ મહેસૂલ મંત્રીકોર્ટ કોઈ મિલકતના જપ્તીના હુકમ કરે તો તે હુકમનામાની નકલો પણ જે તે સબ રજીસ્ટ્રારના રેકર્ડ પર રહે તે માટે મોકલવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે અને જો આ અંગે કોઈ ચૂક થાય તો શિક્ષાની પણ કરવામાં આવશે તેવું મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું. રાજ્ય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી નાગરિકોને ખૂબ જ મોટી રાહત થશે.







પ્રતિકાત્મક તસવીર